________________
દાંત માંક્કાની હાલત.
દીવી લઈ માંકડું રાજા પાસે ઊભું રહે. પગાર ન માંગે, ત્રણ કલાક ઊભું રહે. આ નોકર સારો છે. એની રજાની કે પગારની પણ ભાંજગડ નહિ. પણ રાજાને ખ્યાલ નથી કે માંકડાં ક્યાં સુધી સેવા કરનારા છે? મોં પાસે આંબા નથી આવ્યા ત્યાં સુધી. આંબાનો પ્રસંગ આવે પછી રાજાના સિંહાસનને સળગાવે છે. પૌદ્ગલિક ચીજ માટે ધર્મ કરનારા બીજામાં વધારે લાભ દેખાયો તો તત્કાળ ધરમને છોડશે. છોડવામાં પણ અક્કલ જોઇએ. કહો, અરિહંત મહારાજાની પૌગલિક લાલચથી જે ધર્મમાં જોડાયા છે તે સમ્યકત્વના બારણાંમાં પેઠેલા નથી. જે આત્મગુણમાં સંપૂર્ણ થયા છે, એમના આલંબને આત્માના સંપૂર્ણ ગુણ ઉત્પન્ન કરીશ તે સિવાય બીજું સ્થાન નથી. માટે એમની સેવા કરું.
આત્મા છે - તે ગુણવાળો છે કે ગુણ વગરનો? ગુણવાળો કહો તો નવા ગુણ ઉત્પન્ન કરવાના નથી, જો ગુણ વગરનો છે તો ગુણ વગરનામાં ગુણ આવતા નથી. દીવો છે કે નહીં? દીવો છે તો નવો દીવો કરવાનો નથી. તેમ આત્મામાં માત્ર આવરણ ખસેડવાના છે. આત્મામાં કેવળજ્ઞાન દર્શન છે. સિધ્ધના જીવો અને નિગોદના જીવો, ભવ્ય કે અભવ્ય, સમ્યકત્વી કે મિથ્યાત્વી આત્મામાં બધા કેવળજ્ઞાનવાળા છે. જો આત્મામાં કેવળજ્ઞાનાદિ ન હોય તો એ અભવ્યાદિકને તે કર્મ માનવા કે નહીં. જો કર્મ માનવા તો જ્ઞાનાવરણીયમાં મતિજ્ઞાનાવરણીયાદિ પાંચે માનવા કે નહીં. જો કર્મ માનવા તો જ્ઞાનાવરણીયમાં મતિજ્ઞાનાવરણીય રોકશે શાને ? સ્વરૂપે કેવળજ્ઞાન દરેક જીવમાં છે. અન્ય બધા મતો આ માન્યતાથી અજ્ઞાન છે.
આત્મા જ્ઞાનમય કે જ્ઞાનતાનું
જૈન દર્શન જગતના સર્વ આત્માઓને એટલે સિધ્ધનો આત્મા કે નિગોદનો આત્મા બધાને સ્વરૂપ આત્મા માને છે. જ્ઞાનમય આત્માને જૈન ધર્મ માને છે. પણ બીજા જ્ઞાનવાળો માને છે. કાચ તેજવાળો, સૂર્ય પણ તેજવાળો. સૂર્ય તેજવાળો તે પોતાના સ્વરૂપે, જયારે કાચ બહારના પ્રતિબિંબથી તેજવાળો છે. સૂર્યમાં જે તેજ છે તે પોતાનું. કાચમાં જે તેજ છે તે પોતાનો ઝગઝગાટ નથી. કાચમાં લાઈટ બહારનું છે. તેમ આ જગતમાં તમામ મતવાળાઓ જીવને ચેતનવાળો માને છે. પણ બીજાઓ જીવને ચેતનાવાળો માને તે આરીસા જેવો, જ્યારે જૈનો સૂર્ય જેવો. જ્ઞાનાધિકરણાત્મા. જ્ઞાનનો આધાર આત્મા. જૈનો જ્ઞાનમય આત્મા અને જ્ઞાનવાળો આત્મા બંને માને છે. જૈનો જ્ઞાનમય એ સૂર્ય સ્થિતિએ- પોતાનો ઝગમગાટ, નહીં કે પારકો બીજાઓ આત્માને જ્ઞાન અધિકરણ માને ખરા, પણ આત્મા જૂદી ચીજ ને જ્ઞાન જુદી ચીજ છે, ઝગઝગાટ જુદી
1 TET ,, R Bીપ