________________
પણ ફેરફાર થવાનો નથી. પણ આ વાત મગજમાં ઉતરતી નથી. પશુસણમાં સાંભળીએ છીએ કે બાવીશ તીર્થંકર, તથા મહાવિદેહના આચાર જુદા છે ને છેલ્લાં-પહેલાં તીર્થંકરનો આચાર જુદો છે. તીર્થંકર સ્થવિકલ્પ જુદા. તો દરેક ક્ષેત્રમાં કાળમાં ફેરફાર થાય છે તો તે શી રીતે માનવું? ગંગા નદી હયાત. બીજી નદી સુકાઈને બંધ થાય તેમ ગંગા બંધ ન થાય. ફાંટ ફેરવાથી ગંગા નદી ફરી. અમે ધર્મ કહીએ છીએ તે જીવાજીવાદિક તત્ત્વની અપેક્ષાએ આશ્રવને છોડવા લાયક ગણે. નવતત્ત્વો હેયાદિકપણે પણ કોઈ કાળે પલટતા નથી. મહાવિદેહમાં, વચલા તીર્થંકરોના આચારમાં ફેરફાર થાય, પણ મુખ્ય પ્રરૂપણા-ધર્મ. તે પ્રરૂપણા ફરે નહીં. સર્વજ્ઞ ન હોય તો દેવ માનવામાં અડચણ નહીં, આવું કોઈ કાળે તીર્થંકર કહેવાના નહીં. તત્ત્વનો ફેરફાર કોઈ કાળે કોઈ તીર્થંકર કહેવાના નથી. તપસ્યાના અંગે તીર્થંકર નામકર્મ વીશસ્થાનક આરાધે તેથી પાત્ર થાય. કોઈ એક સ્થાનક આરાધે તેથી ઓગણીસ સ્થાનકની તેને ઉપેક્ષા નથી. કયા દ્વારા આશ્રવ રોકવો ને સંવર સાધવો ? કયા દ્વારા ભવ રોકવો કે મોક્ષ મેળવવો ? તે જગતની સ્વાભાવિક સ્થિતિની અપેક્ષાએ, નહીં કે કૃત્રિમ. નાના બચ્ચાંને દરિયો બતાવો. સાક્ષાત્ જોયો, પછી ઘેર આવીને પૂછો કે દરિયો કેવડો મોટો ? તો બે હાથ પહોળા કરી બતાવશે. તેમ જે કાળે જે જીવો બુધ્ધિ ધરાવે તેમને માટે આચારમાં લાવવા માટે જુદા જુદા રસ્તા લેવા પડે. આચારમાં લેવા માટે, આચાર છોડવા માટે નહીં. યોગની તીવ્રતા હતી ત્યાં સુધી તરત દાન ને મહાપુણ્ય.
પ્રતિક્રમણની આવશ્યક્તા છતાં ભેદ કેમ ?
બાવીશ તીર્થંકરના શાસનમાં ઉપયોગની જબરજસ્ત સ્ફુર્તિ. જે વખતે દોષ લાગે તે વખતેજ ડિકમણું. દોષ લાગે તો પડિકમણું તે બદલે દોષ લાગે ત્યારે પડિકમણું, ‘તો’ અને ‘ત્યારે’ પડિકમણાંમાં શો ફરક ? એનો ભાવાર્થ એ છે કે દોષ લાગે તો કરે, ને ન લાગે તો ન કરે. ‘ત્યારે’ જે વખતે દોષ લાગે કે તરત પડિકમણું. રોકડીયા માણસો ઉધાર ન રાખે. અત્યારે દોષ લાગ્યો છે સાંજે પડિકમણામાં આલોવીશું, એમ ઉધાર નહીં. દોષ લાગ્યો કે ત્યાં જ પડિકમણું કરી લે. જે વખતે દોષ લાગે તે વખતે જ આલોવે, પડિકમણું કરે. બાવીશ તીર્થંકરના જીવોની આત્માની જાગૃતિ એવી જે વખતે દોષ લાગે તે વખતે પડિકમણું. પહેલા તીર્થંકરના જીવો ઋજુ-સરલતા અને જડ, પણ છેલ્લા તીર્થંકરના જીવો વક્ર અને જડ. બાવીશ તીર્થંકરના જીવો ઋજુ અને પ્રાજ્ઞ હોય છે, ને છેલ્લા તીર્થંકરના જીવો વક્ર અને જડ હોવાથી દોષની સમજ ન પડે. દોષ લાગ્યો જ નથી. સાચી બુધ્ધિએ જ બોલે. કાઉસ્સગ્ગમાં દયા ધારીને ખેતી વિચારી એ પડિક્કમે શું ? વિચારી હિંસા, ધારણા દયાની એ પડિકમણું કેમ ? ધર્મનો બોધ દુર્લભ છે. પ્રસંગે જે બોધ થવો જોઈએ તે ન થાય.
3