________________
જિના-તીર્થક્રનો ગુણ છે, લોગસ્સાનો સાથે વિચારો.
લોગસ્સમાં આવતા ચોવીશ તીર્થકરના નામ બધાને આવડે છે. આ ચોવીશ તીર્થકરમાં જિન નામના કોઈ દેવ નથી. કેમકે, “જિન” એ ગુણવાળું નામ છે, બીજી બધી વ્યક્તિઓ છે. ગુણનિષ્પન્ન નામે નિરૂપણ કરેલો જૈન ધર્મ. હવે વિચારવાનું કે ગુણનિષ્પન્ન થયા શાથી? શું એમને ત્યાં રજીસ્ટર થયેલું છે? પાંચ હજારમાં રજીસ્ટર થઈ જાય પછી પાંચ લાખવાળાને બેસી રહેવું પડે. પણ અહીં જિનેશ્વરના શાસનમાં ગુણનું કોઈના નામે રજીસ્ટર થયું નથી, જે કોઈ ચાહે તે મેળવે, કોઈને પ્રતિબંધ નહીં. જૈનધર્મ શાના અંગે? આવા ગુણવાળા જે જીવો થાય, તે જીવોએ જે ધર્મ કર્યો અને કહ્યો તે ધર્મ. અહીં ગુણવાળાને અંગે કહ્યું. હવે ગુણ કયો કે જેને અંગે દેવ ગુરૂ ધર્મ મનાયા? જૈન ધર્મ બધે આડા લાકડા મેલશે? ગુણપણ અહીં જ છે. ગુણ શા માટે કહું છું? વ્રત પચ્ચખાણ એ જૈન ધર્મ, મહાવ્રત જેવી ચીજ તે જૈન ધર્મ. બીજાઓ પણ યમ નિયમનમાં મહાવ્રતો માને છે, પણ એક વાત લક્ષ્યમાં લેજો. દાવો કરતા બધાને આવડે છે, પણ ચોપડા રજૂ કરવામાં મુશ્કેલી છે. ખાતું સાબિત કરવું મુશ્કેલ છે.
ન નાહ્યા એટલું પાપ' કોમ જેનધર્મ જ માને.
જૈનોના મહાવ્રતો સાંભળી બીજાઓએ મહાવ્રતોના દાવા રજૂ કર્યા છે, પણ દાવા અરજી કરતાં કોઈને રોકાતા નથી. અરજી મેજ પર લેવી કે ન લેવી તે કાયદો નથી. અધિકારીએ અરજી લેવી કે ન લેવી તે મરજીની વાત છે. અમે યતિ, શિક્ષા, વ્રત, નિયમ માનીએ છીએ. કારણ એક જ કે વગર મકાને કંપાઉન્ડ ક્યાંથી આવ્યું? મકાન વગર કંપાઉન્ડની વાત કરનારો ગલત ગણાય. ઘર વગરનું આંગણું ક્યાંથી હોય? તેમ અહીં જૈનધર્મ સિવાય એવો કોઈ મત નથી કે જે વ્રત ન કરવાથી કર્મબંધ માને. અવિરતિનું કર્મ કોણ માને? મહાવ્રતો યમો નિયમોના નામે વ્રતો માને, કદાચ શિક્ષા ધર્મો માન્યા, પણ બધામાં ન કરવાથી કોઈ જગો પર પાપ માનેલું છે ખરું? વ્રત ન લેવામાં પાપ એ જૈનધર્મ સિવાય કોઈએ માનેલું જ નથી. આપણામાં “હાયા એટલું પુન્ય, પણ ન હાયા એટલું ગંદુ રહ્યું.” જ્યારે બીજાઓએ ગંદુ નથી માન્યું, માત્ર હાયા એટલું પુન્ય માન્યું છે. ધોયું એટલું | નિર્મળ, પણ ન ધોયું એટલું કેવું? ન હોય એટલું પાપ માનો તો ન્હાયા એટલું પુન્ય મનાય. એમ અવિરતિપણામાં કર્મ ન માને તો વિરતિમાં ધર્મ ક્યાંથી આવ્યો? વ્રતને ધર્મ માને ને અવ્રતને પાપ માને. એ જ જૈનશાસનની બલિહારી છે. અવ્રતને પાપ ન માને તે વ્રતને ધર્મ શી રીતે માને? જૈનધર્મ અનાદિકાળથી અવિરતિને કર્મ માની વિરતિને લાભ | માનનારો છે. હવે અવિરતિ કેમ હઠાવાય તે અધિકારે અગ્રે વર્તમાન.
અષ્ટકપણ