________________
વ્યાખ્યાન
दव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधा मतं । अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत् चरमं मतम् ॥
તીર્થંકર મહારાજાને જગતના ઉધ્ધારની ભાવના ક્યારથી ?
શાસ્ત્રકાર મહારાજ ભગવાન હિરભદ્ર સૂરીશ્વરજી મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે અષ્ટકજી નામના પ્રકરણને રચતાં થકાં આગળ દેવ વગેરેનું સ્વરૂપ જણાવી ગયાં. સર્વમતવાળા પોતાના મતને પ્રવર્તાવનારા ને દેવ માને છે. ફરક માત્ર એટલો જ છે કે તેઓ આદ્ય પ્રવર્તક બને છે. અહીં જૈન ધર્મના કોઇ આદ્ય પ્રવર્તક નથી. જો જૈનધર્મના પ્રવર્તક માનવામાં આવે તો તીર્થંકર થવાનો વખત જ આવે નહીં. તીર્થંકર થાય ક્યારે ? જ્યારે એ ભાવના જાગે કે આખા જગતને જન્મ આદિ, દુઃખ શોકની રીબામણમાંથી તેનો ઉધ્ધાર કરી કલ્યાણના માર્ગમાં દાખલ કરું. તેને અંગે 'સવિ જીવ કરું શાસન રસી, એસી ભાવ દયા દીલ ઉલ્લસી.’ શાસન જિનેશ્વરનું શાસ્ત્ર પ્રવચન વગેરે. જૈનધર્મ એ જ શાસન, તો શા માટે ? જન્મ, જરા, મરણ, રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિ બધાથી દૂર થઇ કેવળ આત્માનું જ્યોતિસ્વરૂપ- તેમાં જ આત્માને રાખવા માટે. ને તે માટે સાધન મેળવવા જોઇએ. આખા જગતને તેવા સાધન આપું. તે ભાવના ક્યાંથી થાય ? આગલા ભવોમાં કેવળજ્ઞાન અવધિજ્ઞાન ન હોય. પ્રથમ ધર્મોપદેશ સાંભળ્યો હોય, જગતના ઉધ્ધારના કારણો સાંભળ્યા હોય, તેમાં આગળ વધ્યો હોય. તો આ રસ બીજાને દઉં. આદ્ય પ્રવર્તક માનીએ તો આમાંની સ્થિતિ મનાય નહીં. પ્રથમ ધર્મ એમણે જ કાઢ્યો હોય તો ઋષભદેવ તીર્થંકર થયાં જ ક્યાંથી ? પહેલાના ત્રીજા ભવે જગતના દુ:ખે પોતે દુ:ખી. તેને ઉધારવાની ભાવના ૫-૫૦ વરસની નહીં, પલ્યોપમની નહીં, પણ સાગરોપમોની, તે પણ કોડાકોડ સાગરોપમ લગે જગતના ઉધ્ધારની ભાવના.
તીર્થંક્સ ક્યારથી થયા ?
કોડાકોડ સાગરોપમ સુધી જગતની ઉધ્ધારની ભાવના રહે તે જીવ તીર્થંકર થાય. તીર્થંકર નામ કર્મની સત્તા શાસ્રકારે અંતઃકોડાકોડ સાગરોપમમાં થોડો ઓછો કાળ બતાવ્યો છે. આટલા કાળ સુધી જગતના ઉધ્ધારની ભાવના જે આત્મામાં રહે તે કેવા સંજોગે ભાવના ટકાવતો હશે ! લગ્ન મંડાય છે ત્યારે ફેરા ફરાય છે. બધું કરાય છે પણ એ શબ્દ ચાલુ
સની લી