Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
આબુ ભાગ ૧ પુરાતત્ત્વવિદ મહામહાપાધ્યાય
૫. ગૌરીશ ંકર હીરાચંદ એઝાજીના અભિપ્રાય
આપે કૃપા કરીને “ આબુ ” નામક પુસ્તકના પ્રથમ ભાગ પ્રદાન કર્યો તેને માટે અનેક ધન્યવાદ.
આપના ગ્રંથ જૈન સમુદાયને માટે જ નહીં પરંતુ ઇતિહાસપ્રેમીઓ માટે ખૂબ મહત્ત્વના છે. આપે આ પુસ્તક પ્રકાશિત કરીને આજીના ઇતિહાસ અને ત્યાંના સુપ્રસિદ્ધ સ્થાનાને જાણવાની ઈચ્છાવાળાઓને માટે બહુ મોટી સામગ્રી ઉપસ્થિત કરી છે. વિમલવસહી, ત્યાંની હસ્તિશાળા, મહાવીરસ્વામીનું મ ંદિર, લૂણુવસહી, ભીમાશાહનું મંદિર, ચૌમુખજીનું મદિર, એરિયા અને અચલગઢનાં જૈન મદિરાનું જે વિવેચન આપ્યું છે તે મહાન્ શ્રમ અને પ્રકાંડ પાંડિત્યનું સૂચક છે. આપે કેવળ જૈન સ્થાનાના જ નહીં, પરંતુ હિંદુએનાં અનેક તીર્થો તથા આજીનાં અનેક દર્શનીય સ્થાનાની પણ વિગત આપી છે.
આપના યત્ન પ્રશંસનીય છે. આ પુસ્તકમાં આપે જે અનેક ચિત્રો આપ્યાં છે તે સેાનામાં સુગંધીનું કામ સારે છે. ઘેર બેઠે જ આબુની સવિસ્તર માહિતી મેળવનારાએ ઉપર પણ આપે મેટો ઉપકાર કર્યો છે. આજીના વિષયમાં આવું બહુમૂલ્ય બીજી એકે પુસ્તક નથી. અર્બુદ ગ્રંથમાળાના આ પહેલા ગ્રંથ હિંદી સાહિત્યમાં ઇતિહાસની અપૂર્વ વૃદ્ધિ કરનારા છે. મને પણ મારા “સિરાહી રાજ્યકા ઇતિહાસ” નું મીજી સંસ્કરણ પ્રકાશિત કરવામાં આનાથી અમૂલ્ય સહાયતા મળશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org