Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૧૩૪
પ્રતિમાલેખેને અનુવાદ
(૫૧૮) સં૧૮૯૧ના વૈશાખ સુદ ૨ ને ગુરુવારે શ્રીયક્ષ બાવાજીની મૂર્તિ ભરાવી.
(૫૧૯) સં. ૧૫૩ના વૈશાખ સુદ ૬ને દિવસે પરવાડ શ્રેષ્ઠી પાસડ તેની ભાર્યા ટબકુ, તેના પુત્ર શ્રેષ્ઠી દેવીએ, પિતાની ભાર્યા દેવલદે, તેને પુત્રે વીંછા, આંબા, લીંબા, બંધુ, દરપતિ, બાલા વગેરે કુટુંબ સાથે, પિતાના કલ્યાણ માટે મૂળનાયક શ્રીવિમળનાથ ભગવાન સાથે વીશીને પટ ભરાવ્યો અને તેની તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિજીના શિષ્ય શ્રી લક્ષ્મીસાગરસૂરિજીએ જઈતપુરમાં પ્રતિષ્ઠા કરી. |
(પર૦) - સં. ૧૫૬૬ના કાર્તિક સુદિ ૧૩ ને ગુરુવારે ત્રીપુરના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠી મહિરાજ, તેની ભાર્યા પૂતલી, તેમની પુત્રી વરબાઈએ પિતાના પતિના કલ્યાણ માટે શ્રીવિમળનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની દ્વિવંદનીકગછના સિદ્ધાચાર્યસંતાનય શ્રીકક્કસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૨૧) તપાગચ્છીય શ્રીવિજયદાનસૂરિજીના શિષ્ય શ્રીહીરવિજયસૂરિજીએ આ બિંબની પ્રતિષ્ઠા કરી. ૫૮. નાનરવાડાઃ
(પરર) સં. ૧૫૫૫ના વૈશાખ સુદિ ૩ ને શનિવારે સવાલ જ્ઞાતીય શુચિંતીત્રના શા. ચાંપા, તેની ભાર્યા ચાહિણી, તેના પુત્ર શા. પાંચા, તેની ભાર્યા લખાઈ, તેને પુત્ર શા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org