Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૧૩૬
પ્રતિમાલેખનો અનુવાદ કુટુંબ સાથે પિતાના કલ્યાણ માટે શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી જયચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૩૬). સં૧૫૦૭ ના ચિત્ર વદિ ૫ ના રોજ શ્રેષ્ઠી પાવન, તેની ભાર્યા સૂવદે, તેના પુત્ર ચકહથ, તેની ભાર્યા રાજલદે, તેના પુત્રો હેમા, ચાંપા, જાગા વગેરે સાથે, શ્રીચંદ્રપ્રભ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તપાગચ્છીય શ્રીસેમસુંદરસૂરિના શિષ્ય શ્રીરત્નશેખરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૩૭) - સં. ૧૫૦૮ ના વિશાખ સુદિ ૩ ના દિવસે વસંતપુરના રહેવાસી પિરવાડજ્ઞાતીય વ્ય. ભાદા, તેની ભાર્યા માહણદે, તેના પુત્ર બહૂઆ, પોતાની ભાર્યા ઝમકુ, તેના પુત્ર સાચા અને સુંદર વગેરે કુટુંબ સાથે પિતાના કલ્યાણ માટે શ્રીસંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૫૩૮) સં. ૧૫૧૯ ના માહ સુદિ ૧૩ ના રોજ સાંબર ગામમાં પિરવાડ શ્રેષ્ઠી શિવા, તેની ભાર્યા વજું, તેના પુત્ર શ્રેષ્ઠી દેદા, તેની ભાર્યા વાલ્હી શ્રાવિકાઓ, પિતાના અને પિતાના કલ્યાણ માટે, વાલ્હીના પુત્ર કર્મા, તેની ભાર્યા વાનૂ વગેરે કુટુંબ સાથે શ્રીસંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિજીના શિષ્ય શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org