________________
રિહિડા
(૫૭૪) સં. ૧૪૨ ના વૈશાખ સુદિ ૭ ને શુકવારે એશવાલ જ્ઞાતીયના પુત્ર સહજા, તેના પુત્ર પદા, તેની ભાર્યા પાલ્ડણદે, તેના પુત્ર કોહકે, પિતાની ભાર્યા કામલદે, તેના પુત્રો લાલા, લખમણ અને સિઘા વગેરે કુટુંબ સાથે, પિતાના કલ્યાણ માટે, શ્રી પદ્મપ્રભ ભગવાનનું બિબ ભરાવ્યું અને તેની શ્રી શાંતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૭૫) સં. ૧૪૯૩ના મહા સુદિ ૧૩ ના રોજ એશવાલ વ્યવહારી મંત્રી માંડણ ભાર્યા સિરિયાદે, તેના પુત્ર કાજાએ પિતાની ભાર્યા ભલીની સાથે, આત્મકલ્યાણ માટે શ્રીનમિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની મહૂકર ચછના ભટ્ટારક શ્રીધનપ્રભસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૭૬) સં. ૧૪૫ ના જેઠ સુદિ ૧૩ ને શુક્રવારે ભાવકારગુચ્છના એશિવાલ અને પ્રામેચા ત્રીય સં. રણસી, તેની ભાર્થી ખેતલદે, તેના પુત્ર શા. સાહસાએ, પિતાના કલ્યાણ માટે શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી વરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૭૭) ' સં૧૪૯૭ ના વૈશાખ સુદિ ૧૦ ને રવિવારે શા. વયજલ, તેની ભાર્યા ફાન, તેના પુત્ર શિવા, તેની ભાર્યા સહજલદે, તેના પુત્ર ખેતાએ, પિતાનું કલ્યાણ માટે શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી શાંતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org