Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
હિડા
૧૪૭, તેની તપાગચ્છીય શ્રીસમસુંદરસૂરિજીના શિષ્ય શ્રીમુનસુંદરસૂરિ અને તેમના શિષ્ય શ્રીરત્ન શેખરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૮૨) સં. ૧૫૧૨ ના ચિત્ર વદિ ૮ ને શુક્રવારે શ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠી ભામા, તેની ભાયો સાઈ તેના પુત્ર ગોલા, તેની ભાર્યા આંસી તેના પુત્ર મહિરાજે, પોતાના કુટુંબ સાથે, આત્મકલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ પૂર્ણિમાપક્ષના શ્રીપૂર્ણરત્નસૂરિજીના ઉપદેશથી ભરાવ્યું અને તેની વારાહી ગામમાં વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
(૫૮૩) સં. ૧૫૧૩ ના ફાગણ વદિ ૧૨ ના રોજ નાગેન્દ્રગચ્છમાં ઓશવાલજ્ઞાતીય કેરંટકગચ્છના વયરસી, તેની ભાર્યા લક્ષ્મી તેના પુત્ર મેઘા, તેની ભાર્યા હારૂ, તેના પુત્રો નેરા ડૂગર અને હાદિની સાથે આત્મકલ્યાણ માટે શ્રીવાસુપૂજ્ય ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીવિનયપ્રભસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૮૪) સં. ૧૫૧૩ ના વૈશાખ વદિ ૨ ને રોજ ઓશવાલ શ્રેષ્ઠી મેઘાની ભાર્યા માલ, તેના પુત્ર મંત્રી શિવાએ, પિતાની ભાર્યા સૂવદે, તેના પુત્ર સમઘર, ભાઈ ગેવિંદ વગેરે સાથે, પોતાના કલ્યાણ માટે શ્રીકુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય સેમસુંદરસૂરિ, તેમના શિષ્ય મુનિસુંદરસૂરિ, અને જયચંદ્રસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિજીએ પોસીના નગરમાં પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org