Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

Previous | Next

Page 433
________________ હિડા ૧૪૯ (૫૮૯) સં. ૧૫૩ ના મહા સુદ ૯ ના રોજ પોરવાડ વ્યવહારી પના, તેની ભાર્યા ચાં, તેના પુત્ર શેભાએ પિતાની ભાર્યા માનૂ, ભાઈ દેવા વગેરે કુટુંબ સાથે, આત્મકલ્યાણ માટે શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી લક્ષ્મીસાગરસૂરિજીએ આમ્રસ્થલ (આમથરા–આમધરા)માં પ્રતિષ્ઠા કરી. (૫૯૦) સં. ૧૫૭ના પોષ સુદિ ૯ ને શુક્રવારે કઉડીજા ગામના રહેવાસી પોરવાડ શા. પર્વત, તેની ભાર્યા સાધુ, તેના પુત્ર શા. હીરાએ, પોતાની ભાર્યા જાણું, પુત્રી તોલી વગેરે કુટુંબ સાથે, શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ આત્મકલ્યાણ માટે ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિજીના શિષ્ય શ્રીલમીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૫૯૧) સં. ૧૫૩૦ ના મહા માસની ૪ ને રોજ પોરવાડ વ્યવહારી વીહજૂ, અને અરસીની પુત્રી વીરણિએ, શ્રીસંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શીસેમસુંદરસૂરિના શિષ્ય લક્ષમીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૫૯૨) સં. ૧૫૩ર માં સાગવાડાના રહેવાસી પોરવાડજ્ઞાતીય વ્યવહારી પૂંજા, તેના પુત્ર વ્ય. મલા, તેની ભાર્યા માલ્ડણદે, તેના પુત્ર વ્ય. સહજાએ, પોતાની ભાર્યા તેલી, ભાઈ તેજા, મોટા ભાઈના પુત્ર વીસા અને વાઘા વગેરે કુટુંબ સાથે, પોતાના કલ્યાણ માટે શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446