Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૧૫૪
પ્રતિમાલેખેને અનુવાદ તેના પુત્ર ઠકુર સહસા, તેની ભાર્યો વહાદે, ઠકુર સાલિગની ભાર્યા આસી, ઠકુર રાતની ભાર્યા હંસાદે, ઠકુર સહસાના પુત્ર ધનદત્ત અને તેની ભાર્યા હર્ષાઈ વગેરે પોતાના કલ્યાણ માટે, શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની વૃદ્ધ તપાપક્ષીય શ્રીરત્નસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. ૬૪. ભીમાણ:
(૬૧૪)
સં. ૧૪૮૯ના વૈશાખ વદિ ૧૧ ને ગુરુવારે ભીમાણુ ગામમાં સંઘવી બુધા, તેની ભાર્યા કાણ, તેના પુત્રો કહૂઆ, અને વ્યવહારી પાંચાઓ, પાંચાની ભાર્યા ભાવલદે, તેના પુત્ર વગેરે સાથે આત્મકલ્યાણ માટે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ પરિકર સહિત કરાવ્યું અને તેની શ્રીમસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. ૬૫. ભારજા;
(૬૧૫-૧૬) સં. ૧૫૦૦ માં પિરવાડજ્ઞાતીય વ્યવહારી લીંબા, તેની ભાર્યા માંજુ, તેના પુત્ર વ્યવહારી દેવરાજ, તેના પુત્ર ગાંગા વગેરે સાથે પિતા લીંબાના પુણ્યાર્થે વ્ય. દેવરાજે આ દેવકુલિકાઓ (દેરીઓ) કરાવી.
(૬૧૭) સં. ૧૫૦૨ માં શ્રાવક રાજે શ્રી આદીશ્વર ભગવાનની દેવકુલિકા કરાવી.
(૬૧૮) સં. ૧૫૦૨ માં શ્રાવક ચાંદઈજીએ શ્રીમલ્લિનાથ ભગવાનની દેવકુલિકા કરાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org