Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
પ્રતિમાલેખેને અનુવાદ રાવણની ભાર્યા હીરના પુત્ર બેડસિહની ભાર્યા જ્યતલદેવી વગેરે પિતાના કુટુંબ સહિત રાવણના પુત્રોએ પિતાના બધા કુટુંબીઓના કલ્યાણ માટે દેવકુલિકા સાથે શ્રીવાસુપૂજ્ય ભ૦નું બિંબ (ભરાવ્યું) અને તેની પ્રતિષ્ઠા બહગચ્છીય શ્રીરત્નપ્રભસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિજી, તેમના શિષ્ય શ્રીપરમાનંદસૂરિજીએ કરાવી.
સં. ૧૩૦૮ ના જેઠ સુદ ૧૪ ને શુક્રવારે બ્રહ્મચ્છીય શ્રીચકેશ્વરસૂરિના સંતાનમાં પૂજ્ય શ્રી સેમિપ્રભસૂરિના શિષ્ય શ્રીવર્ધમાનસૂરિએ શ્રી શાંતિનાથ ભ૦ના બિંબની પ્રતિષ્ઠા કરી અને તે, શ્રેષ્ઠી આસલની ભાર્યા મંદોદરીના પુત્ર શ્રેઢ ગલાની ભાર્યા શીલુના પુત્ર મેહા, તેના નાના ભાઈ સહુ ખાંખણે પોનાના કુટુંબના કલ્યાણ માટે પોતે કરાવેલી દેવકુલિકા-દેરીમાં પધરાવ્યું.
(૩૪) સં. ૧૩૪૪ ના અષાડ સુદિ ૧૫ ના દેવ શ્રીનેમિનાથ ભવના મંદિરમાં ત્રણે કલ્યાણકની પૂજા માટે શ્રેષ્ઠી શ્રીધર, તેના પુત્ર શ્રવ ગાંગદેવે “વીસલપ્રીય ૧૨૦ દ્રમ્મર
૨ તે સમયે ચાલતા “વીસલપુરિયા ચાંદીના સિક્કા. આ ૧૨૦ દ્રમના વ્યાજમાંથી પ્રતિમાસે ૩ ક્રમના નારિયેલ ચડાવાય. એટલે ૧૨૦ વીસલપુરિયા દ્રમ્પના મહિનાનું ૩ ક્રમનું વ્યાજ(આ દ્રમ્પ વોલપુરિયા' સિક્કાથી કિમતમાં હલકે હવે જોઈએ; કેમકે ૧૨૦ દ્રમ્પનું મહિનાનું વ્યાજ ૩ વીસલપુરયા દ્રમ હોઈ ન શકે) આવે અને જે રોજનું એક નારિયેલ ગણીએ તે એક દ્રમનાં ૧૦ નારિયેલ તે વખતે ત્યાં મળતાં એમ સમજાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org