Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
પીંડવાડા
૧૦૩ નામે એક વેપારી પહેલા હતે. (૮). તેને જેલા નામને પુત્ર ભાવુક અને સજજન હતું. તેને જાઉણદેવી નામે સ્વભાવે સુંદર પત્ની હતી. (૯). તેને, સુંદર ગુણોથી પવિત્ર, સૌજન્ય ચિત્તવાળ, નીતિથી પૈસે ઉપાર્જન કરનાર, પુણ્યનાં કાર્યો કરવામાં અગ્રણી, સત્કાર્યોમાં શ્રેષ્ઠ એ લીંબા નામે શ્રેષ્ઠ વેપારી હતા (૧૦). તેને, નયણદેવી અને નામલદેવી નામે પ્રસિદ્ધ, દયાશીલ અને શીલાદિ ઉદ્દામ ગુણોવાળી બે પત્નીઓ હતી. (૧૧). માનચિત સુંદર લક્ષણવાળો અને ગુરુજન, માતા, પિતા વગેરેના ચરણ કમળમાં (સેવા કરવામાં) ભ્રમર સમાન, નયણાદેવીને અમર નામે પુત્ર હતો. (૧૨). ભીમ (શત્રુઓને માટે દુધષ હોવાથી ભયંકર) અને કાંત (દુઃખી અને ગરીબ મનુષ્ય પણ પાસે જઈ શકે એવી સૌમ્ય) ગુણોથી પ્રસિદ્ધિ પામેલ, પ્રજાનું રક્ષણ કરવામાં તત્પર હાજા નામે મોટે રાજા રાજ્ય ઉપર રાજ્ય કરતા હતા. (૧૩) (તે સમયે) ધનવાન કુરપાલ અને લીંબા નામના આ બે સજજન શ્રાવકોએ પડવાડા નામના મોટા ગામમાં દેવાલયની ભૂમિનો ઉદ્ધાર કર્યો (૧૪) સં. ૧૪૬૫ ના ફાગણ માસની સુદિ પડવાના દિવસે કાણની વૃદ્ધિ કરનાર અને ઉન્નતિ કરવામાં એક માત્ર ચરમ જિનેશ્વર શ્રી મહાવીર ભગવાનની, તપ અને સંયમને ધારણ કરનારા સુરિવારોએ મોટા ઉ સવ પૂર્વક પ્રતિષ્ઠા કરી (૧૫–૧૬). મૂળનાયક શ્રીવર્ધમાન ભગવાનની આ મૂર્તિ વડે શોભતું અને સમગ્ર મનુષ્યને આનંદ આપનારું આ શ્રેષ્ઠ ચિત્ય, સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી વિજયવંતુ વર્તો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org