Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
પ્રતિમાલેખાને અનુવાદ
(૩૭૩) સં. ૧૨૩૪ના અષાડ વિદ ૨ ના રોજ શ્રીનાણુકીયગઢવાળા થિરપાલના પુત્ર ધરણુગે આ બિંબ ભરાવ્યું. (૩૭૪)
૧૦૨
પેારવાડવંશમાં પુષ્પ જેવી ઉજ્જવળ અને મનોર કીર્તિવા, તેમજ પૂરા પુણ્યવાળા વ્યવહારી સાંગાના પુત્ર પૂર્ણસિહુ નામે થયા. તેની પત્ની જાહણદેવી નામે હતી. (૧) ચંદ્રની ઉજજવળતાને પણ ઝાંખી કરનારા (?), અનેક પ્રકારની ક્રિયા (ધર્મક્રિયા) કરનારા તેમને કુપાલ નામે પુત્ર થયા. ધર્મ કરવામાં આનંદી અને ફ્લેશથી દૂર ભાગનારી, તેમને કામલદેવી નામે પત્ની હતી. (૨). દયાવાન, અમૃત જેવી વાણીવાળા (સુંદર ?), લેાકેાપકારી, સજ્જનામાં માન્ય, નીતિશાળી, વિનય અને વિવેકમાં કુશળ એવા તેમના આ એ પુત્રો (જેનું વર્ણન આગળ આવે છે) વિજયવંતા છે. (૪). તેમાં પહેલા જે દાનવીર પુરુષામાં શ્રેષ્ઠ, રાજવીઓમાં માનતા અને લક્ષ્મીના ભંડાર છે. (૪) બીજો, જાણે ખીજો ચંદ્રમા હોય તેમ દેહકાંતિવાળા અને સુંદર ગુણે! ધરાવે છે અને લક્ષ્મીના આશ્રયરૂપ અને પુણ્ય કાર્યો કરવામાં કુશળ ધરણુ નામે છે . (૫). તેમાં પહેલાની રત્નાદેવી અને બીજાની ધારલદેવી નામે પત્નીઓ છે. તે અને અત્યંત નિર્મલ એવા શીલના અલંકારાને ધારણ કરે છે (૬). તેમાં રત્ના શ્રેષ્ઠીને લાખા, સલખા, સજા અને સેાના નામે ચાર પુત્રો છે, તે શાંત સ્વભાવવાળા, ગુણુરૂપ વૃક્ષને માટે મલય પવન જેવા અને કળાના ભંડાર છે. (૭) મીજી માનુ—પારવાડજ્ઞાતિના મેટા અલકાર સ્વરૂપ પુરુષામાં શ્રેષ્ઠ, સારી સ્થિતિવાળેા મહુ
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International