Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
અજાણી
૧૧
(૪૨૦) સં. ૧૨૬૯ ના મહાવદિ ૩ ને શનિવારે શ્રીખંડેરગચ્છના પસીહ અને તેના ભાઈ સહાએ, રત્નપાલ નાયકની સાથે, (પદ્મસીહ અને સીહાકની) માતા વહૂના કલ્યાણ માટે, શ્રી સરસ્વતીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી શાંતિસૂરિ જીએ પ્રતિષ્ઠા કરી.
. (ર૧) સં. ૧૨૬૯ ના વૈશાખ સુદિ ૧ ને શુક્રવારે નાણકયગછના આસધરના પુત્ર આષદેવે બિંબ ભરાવ્યું.
(૨૨) સં. ૧૨૯૫ ના મહા વદિ ૮ ના રોજ પિતા સાણિભદ્ર અને માતા માલ્હણિના કલ્યાણ માટે પાલે, શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની વિજ્યચંદ્રસૂરિ શિષ્ય શ્રીમાણિક્યચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૨૩) સં. ૧૨૯૭ ના જેઠ વદિ ૧૦ ને મંગળવારે શ્રીખંડેરગચ્છના શ્રીયશોભદ્રસૂરિજીના સંતાનમાં શ્રાવક ગુણચંદ્રના પુત્ર બિંબદેવે, બહેન માલ્હા અને ભાર્યા દતશ્રી, તેના પુત્ર રથદેવ, જગદેવ વગેરે કુટુંબ સાથે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી શાંતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૪૪) સં. ૧૨૯૮ ના વૈશાખ સુદિ ૩ ના રોજ કેરેટગચ્છીય શ્રેષ્ઠી આખ, તેની ભાય લલતૂ, તેના પુત્ર આંબકુમાર, ઘણુદેવ અને શ્રાવિકા જગમિણિએ પોતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org