Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
પ્રતિમાલેખોને અનુવાદ જીવસિંહ, લખમસિંહ, આસચંદ્ર, અભયસિંહ, વસતા, થિરા, પદમ, હરિપાલ અને દિહા, તેના પુત્ર નરદેવ ... વીજા, પ્રતાપ, ટીકા... ....ગગલ વગેરેએ (આ બિંબ બિંબ ભરાવ્યું. )
૪૩૨) સં. ૧૪૫૪ના વૈશાખ સુદિ ૧૨ ને રવિવારે પિપ્પલાચાર્યગચ્છીય શ્રીસુમતિસૂરિજીની પ્રતિમા શ્રીસેમપ્રભે બનાવરાવી અને તેની શ્રીવીરપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૪૩૩) દેવા જયસિંહ અને નરસિંહની સાથે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ખરતરગચ્છીય શ્રીજિનભદ્રસૂરિજીના પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૪૩૪ થી ૪૩૮) (આ પાંચ લેખો ત્રુટિત છે. એટલે એની પૂરી માહિતી આપવી શકય નથી. છતાં ત્રુટક લેખમાંથી સામાન્ય રીતે આટલી હકીકત તારવી શકાય)–૪૩૪ થી ૩૬ લેખોમાં શ્રીનાણકીયગચ્છ આપેલ છે. ૪૩૫ માં “દુર્લભે ધર્મનિમિત્તે બિંબ ભરાવ્યું ” ૪૩૭ માં “અમુક ગચ્છના સાદીના પુત્ર વરણાગે ભાઈ પુનડના કલ્યાણ માટે આ બિંબ ભરાવ્યું.” વગેરે.
(૪૩૯) શ્રીવાયડીયગચ્છના ધવલ શ્રાવકે વીરદેવને કલ્યાણ માટે આ બિંબ ભરાવ્યું.
(૪૪૦) શ્રી બ્રહ્માણયગ૨છના સુરપાલે આ બિબ ભરાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org