________________
૧૨૦
પ્રતિમાલેખેને અનુવાદ જ્ઞાતીય વ્યવહારી હાપા, તેની ભાર્યા હીમાદે, તેના પુત્ર વ્ય. વીસલ, તેની ભાર્યા તીહુ, તેના પુત્ર વ્ય. ઊધરણે, તેની ભાર્યા રાજશ્રી અને ભાઈ ઢાલાની સાથે શ્રીવાસુપૂજ્ય ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૪૬૦) સં. ૧૫૨૧ ના ભાદરવા સુદિ ૧ ના દિવસે નાદિયા પુરના રહેવાસી પિરવાડજ્ઞાતીય વ્યવહારી દૂલ્હા, તેની ભાર્યા દલી, તેને પુત્ર વ્ય. જૂઠાએ, તેની ભાર્યા જસમાદે, ભાઈએ
વ્યા મઉવા, ઝાલા, વરજાંગ અને નેતા વગેરે કુટુંબ સાથે, પિતાના કલ્યાણ માટે શ્રી મહાવીરદેવની દેવકુલિકા-દેરી બનાવી.
(૪૬૧) સં. ૧૫૨૮ ના મહા વદિ ૫ ના દિવસે જારીના રહેવાસી પિોરવાડ વ્યવહારી ઊદા, તેની ભાર્યા આની, તેના પુત્ર વ્ય. નીલે, તેની ભાય અધૂ અને પુત્ર નલાદિ કુટુંબ સાથે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીરત્નશેખરસૂરિજીના પટ્ટધર શ્રી લક્ષમીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૪૬૨). સં. ૧૫૨૯ ના ફાગણ વદિ ૩ ને સોમવારે પોરવાડ વ્યવહારી જાકે, તેની ભાર્યા અછબાદે અને ભાઈ રામા વગેરે સાથે, બેન રાણના પુત્ર લાલના કલ્યાણ માટે, શ્રીશાંતિનાથ ભગવાનનું બિલ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીરત્ન શેખરસૂરિજીના પટ્ટધર શ્રી લક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org