Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૧૨૬
પ્રતિમાલેખેને અનુવાદ
(૪૮૯) સ. ૧૨૬૮ ના અષાડ વદિ ૨ ને ગુરુવારે શ્રીનાણકીયગચ્છના કુરુસા ચૈત્યમાં સુમદેવકુમાર, જાંબકુમાર, જાલણ, નરદેવ, સહદેવ, ગુણમતી, રતની, રાણુ આ વગેરે બધાએ આ જિનમાતૃપટ ભરાવ્યો અને તેની શ્રીસિદ્ધસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૪૯૦) સં૧૩૯૧ ના અષાડ વદિ ૧૦ ને રવિવારે રાજા તેજપાલે આ વાવ મહાવીર સ્વામીના (મંદિર) માટે કરાવી અને મંત્રી કૂપાએ (સંઘને) આપી.
(૪૯૧ સં. ૧૪૧૧ ના અષાડ સુદિ ૧૧ ને શનિવારે શ્રેષ્ઠી ભીમડ, તેની ભાર્યા નયણા........શ્રીપાની ભાર્યા કડૂ, દ્વિતીય ભાર્યા વયજલદેવી અને પુત્ર લાખાની સાથે આ પ્રતિમા ભરાવી અને તેની બૃહદુગચ્છીય શ્રીપરમાનંદસૂરિજીના શિષ્ય પ્રતિષ્ઠા કરી.
સં. ૧૪૧૧ માં પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેષ્ઠી કુંયરાની ભાર્યા સહજ, તેના પુત્ર શ્રેડી તિહણ, તેની ભાર્યા જયતુ. તેના પુત્ર સદાએ, ભાર્યા વત્સલદેવીની સાથે, જિનેશ્વરનું યુગલ (કાઉસગિયા) બિંબ ભરાવ્યું.
(૪૯૩) સં. ૧૫ર૯ ના અષાડ શુદિ ૫ ને વાર ગુરુવ રે લેલી આણના રહેવાસી શ્રી માલજ્ઞાતીય મંત્રી જેસિંગ તેની ભાર્યા હ, તેના પુત્ર સહદે, તેની ભાર્યા રંગાઈકાએ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org