________________
મહાર
ર૬
૪૯/૩૫.૫
(૬૪)
- સં. ૧૨૨૫ ના અષાડ વદિ ૫ ને શનિવારે જશવર્ધનની ભાર્યા પેસિરિએ શ્રીપાર્શ્વનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
સં. ૧૨૫૯ના વૈશાખ સુદિ ૪ ને બુધવારે શ્રી બ્રહ્માણ ગચ્છમાં શ્રેષ્ઠી સૂમાની ભાય સૂલિણના પુત્ર સાઢા વહદા, આંબૂરાજ, ડપૂના અને આભલ આદિ કુટુંબ સમુદાયે શ્રીવિમલનાથ ભવની પ્રતિમા ભરાવી.
સં. ૧૨૮૭ ના માગશર સુદ ૬ ને સોમવારે દેવ શ્રી મડાહડ.................સિરિની ભાર્યા મલીના પુત્ર હીરના પુત્રે એ પાદુકાઓ કરાવી.
(૬૭) પાતા અને સમાની સાથે શ્રી વીર ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની ગુણચંદ્રસૂરિના પટ્ટધર શ્રીધર્મદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
સં. ૧૩૨૭ ના ચૈત્ર વદિ ૭ ને ગુરુવારે બ્રહ્માણગચ્છમાં કાકા મામાના કલ્યાણ માટે લુણિગે બિંબ ભરાવ્યું, અને તેની શ્રીમદનપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૫ આ અંકે મણ અને શેરના વજનનો નિર્દેશ કરતા હોય એમ લાગે છે. અર્થાત ઓગણપચાસ મણ અને પાંત્રીશ શેર વજનની આ ધાતુ પ્રતિમા ભરાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org