Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
પ્રતિમાલેખાને અનુવાદ
(૩૧૮) સં. ૧૧૯૮ના વૈશાખ સુદિ ૩ ને દિવસે છારાના પુત્ર ભૂણ દેવ, તેની ભાર્યા વેલ્હીના પુત્રો ધણુદેવ, જિંદુ, સહદેવ અને જસધવલ નામના શ્રાવકેએ, પિતાની બેન મહણીના પુત્ર જેસલ વગેરે સહિત શ્રી નાણકગચ્છના...............રીપેરક સ્થાનમાં રહેલા શ્રી શાંતિનાથ ભગવાનના ચિત્યમાં શ્રી મહાવીર ભગવાનનું બિંબ કલ્યાણ માટે ભરાવ્યું અને તેની શ્રીધનશ્વરાચાર્યે પ્રતિષ્ઠા કરી.
(૩૧૯) સં. ૧૨૧૪ના ફાગણ સુદિ ૩ ને સોમવારે શ્રીભાવેદેવગચ્છના ધણદેવ અને બહુદેવે પિતા ઉસભના કલ્યાણ માટે શ્રી ઋષભદેવ ભગવાનનું બિંબ ભરાવ્યું.
(૩૨૦) સં. ૧૨૨૪ના જેઠ સુદ ૯ ને શુક્રવારે, નાણકીયગચ્છના સપરેક ગામના ચૈત્યમાં પંનિગના પુત્ર વો જેમકે, પુત્રે જેરા, વૃંહણું, સલખણ, વાસલ, આસલ વગેરે કુટુંબ. સહિત શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી મહેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૩૨૧) સં. ૧૨૮ના વર્ષ દેવડા વિજયસીહના મંત્રી પારાસન અને આપણા (વગેરેએ કંઈક આપીને) શ્રી શાંતિનાથ ભગવાનની યાત્રા કરી (આ લેખ સ્પષ્ટ નથી).
(૩૨૨) સં. ૧૫૯૮ના વર્ષે પ રવાડ સંઘવી લીંબાના પુત્ર .........વ્ય. રૂદા, મં૦ દતાએ મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન કરાવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org