Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
પ્રતિમાલેખોનો અનુવાદ
ગુણદા, અભયા, ખિયા, જાખડ, ઓવરક, દાદા, દેવકુમાર, જસવીર, પુનચંદ્ર, પાસચંદ્ર પાલણ, નાગદેવ, સિરદેવ, રણય, ટાસલ, જગદેવ, રધુસ, કીકન, રાણિગ, ટાલ્ડ, રણવીર, જાલા, રાવસાહ, દેલ્હણ, સિરધર, બેહવિ, સાવત, નાગદેવ, સિરચંડ, મેહા વગેરેએ શ્રીસંભવનાથ ભગવાનનું બિબ ભરાવ્યું અને શ્રી શાંતિસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી.
(૩૪૭) ............સહક પુત્ર અમલ હતે.જાવાલિગિરિ (જાલોરમાં) જેણે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી. દુલભ અને ધનદેવ પછી બાસલ અને નીરધીએ કંઈક કરાવ્યુંતેમને શાંતિમતિ નામે સાધુચરિત્રવાળી પુત્રી હતી......
સં. ૧૨૭૪ના જેઠ વદિ ૫ ને મંગળવારે શ્રીસિદ્ધસેન નામના આચાર્યે પ્રતિષ્ઠા કરી. (લેબ તૂટી ગયેલું હોવાથી તેને અર્થ સળંગ નથી.)
(૩૪૮) સં. ૧૪૨ના માહ વદિ ૭ ને સોમવારે વિદ્યાધરગચ્છમાં મઢજ્ઞાતીય ઠકુર રત્ન, ઠકુર અર્જન, ઠકુર તિહુણાના પુત્ર ભાઈ દેહડના કલ્યાણ માટે, તેના ભાઈ ટાહાકે, શ્રી પાર્શ્વનાથની પંચતીર્થી ભરાવી અને તેની શ્રીઉદયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૩૪૯) સં. ૧૫૦૫ના મહા વદિ ૯ ને શનિવારે શ્રીનાથુકીયગ૭ના શ્રી શાંતિસૂરિજીએ શ્રી મહાવીર ભગવાનના બિંબની પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org