________________
નાણા '
(૩૫૦) સં૦ ૧૫૦૫ના મહા વદિ ૯ તનાદેના પુત્ર કાન્હા, સં. દૂદા, નસલ, વીરમ, મહિપા, દેપા, બેટા... .....શ્રી શાંતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૩૫૧) સં. ૧૫૦૬ના મહા વદિ ૧૦ ને ગુરુવારે વેલસ ગોત્રવાળા ઓશવાલજ્ઞાતીય શા. રતન, તેની ભા રતનાદે, તેના પુત્ર દૂદા, વીરમ, મહિપા, દેપા, લુણા, દેવરાજ વગેરે કુટુંબ સાથે શ્રીવીર ભગવાનનું પરિકર કરાવ્યું અને તેની શ્રી શાંતિસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૩૫૨) સં. ૧૫૦૬ના મહા વદિ ૧૦ ને ગુરુવારે શા. દૂદા, વિરમ, મહિપા, દેપા, તેલ............
(૩૫૩) સં. ૧૫૧રના ફાગણ સુદિ ૮ ને શનિવારે શ્રીમાલજ્ઞાતીય શા. સિઘા, તેની ભાર્યા બ. સિંગારદે, તેના પુત્ર શા. વાછા, તેની ભાર્યા બ. રાજૂના પુત્ર શા. જોગિકે, તેની ભાર્યા બ. માંજૂ, તેને પુત્ર શા. રીડા, શા. સાંડા, ગોધા, ભાઈ શા. મહિરાજ તેના ભત્રીજા શા. હાપા વગેરે સમગ્ર કુટુંબ સાથે, પિતાના કલ્યાણ માટે વેવીશમા જિનેશ્વર (શ્રી પાર્શ્વનાથ) સાથે શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની સકળ સંઘે પ્રતિષ્ઠા કરાવી.
(૩૫૪) સં. ૧૫૫૩ના વૈશાખ સુદિ ૧૦ ને ગુરુવારે શ્રીકાષ્ઠાસંઘના ભટ્ટારક શ્રીકમલકીતિ, ભટેવરજ્ઞાતીય સં. હાલ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org