Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
વિલાર
બુદ્ધિવાળે ઉમલ નામને શ્રાવક થયે. તે ગોત્રમાં ભૂષણ સમાન સણ નામે શ્રેષ્ઠી થયો. તેના બે પુત્રે, જેઓ પૃથ્વીમાં વિખ્યાત કીર્તિવાળા થયા, તેમાંથી પ્રથમ ખૂમા નામે હતો અને બીજે સગુણ રામ નામે હતા. વળી બીજા
શ્રી સર્વજ્ઞ ભગવાનની પૂજામાં નિયમશીલ અને જેમાં ખૂબ દયાળુ એ આશાદેવ નામે વિદ્વાન થયો, તેને ધાંધા નામે પુત્ર હતો. તેને પુત્ર ગોસ્વાક નામને વિદ્વાન સાધુઓને સંગ કરનાર, શિષ્ટાચારમાં વિશારદ અને જિનમંદિરના ઉદ્ધારમાં ઉદ્યમશીલ હતે. (૨) કેઈ વખતે ચિત્તમાં ધનની ચંચળતાને વિચાર કરીને ગોસ્યાક અને રામે આ રંગમંડપ કરાવ્યું. (૩)
(૩૨૮) સં. ૧૨૬૫ ના વર્ષે શેઠ સાધિગ, તેની ભાર્યા માલ્હી તેમના પુત્ર-આંબવીર, બદાક અને આંબધર હતા. તેમાં આંબધરે તેના પુત્રો-સામ્હણ અને ગુણદેવ સહિત પિતાના કલ્યાણ માટે લગિકા-લતિકા કરાવી.
(૩૨૯) સં. ૧૨૬૫ના વર્ષે ધકેટવંશના શ્રાદ્ધ આસદેવ, તેની ભાર્યા સુખમતિ, તેને પુત્ર ધાંધા, તેની ભાર્યા જિણદેવી, તેના પાંચ પુત્રો ગોસા, મોહા, રાહુણ, બેરસીહ અને પાહણ વગેરેએ ગોસાના પુત્રો-આગ્રુધીર અને આમજસ, મલ્હાના પુત્રો લક્ષમીધર અને મહીધર, રાહણને પુત્ર-આંબેશ્વર, બરસીહને પુત્ર દેવજસ અને પાલ્ડણના પુત્ર-ધણચંદ્ર, દેવચંદ્ર વગેરે સમગ્ર પુત્રો સહિત પોતાના કલ્યાણ માટે સ્તંભ કરાવ્યા.
(૩૩૦) સં. ૧૨૬૫ના વર્ષે શ્રીનાથુકીયગચ્છના ધર્કટવંશમાં શેઠ આસદેવ, તેના પુત્ર જાંગુ, તેની ભાર્યા થિરમતિ, તેમના
દેવજ અડત પે (230) પ્રગતિ , તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org