Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
જાડેલી
પ્રથમ જિનેશ્વરની પ્રતિમા કરાવી.
(૩૦૮) સં. ૧૨૩૪ના વૈશાખ વદિ ૧૩ના દિવસે શ્રીસંઘે શીર્ષારંગ શિખર)ને ઉદ્ધાર કર્યો...
(૩૦૯) સં. ૧૨૩૬ ના ફાગણ વદ ૪ને ગુરુવારે ઝાડવલીના રહેવાસી શેઠ પામદેવના પુત્રો-સાંવત, શેઠ આપિગ, શેઠ પાસિલ, તેમાં શેઠ પાસિલે પોતાના કુટુંબ સાથે પોતાની માતાના અને પોતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
(૩૧૦) સં. ૧૨૩૬ ના ફાગણ વદિ ૪ ને ગુરુવારે ઝાવવલીના રહેવાસી શેઠ ઉધરણ, તેની ભાય દેમતિ, તેમના પુત્રોસોઢા અને ગહરાએ પોતાના કલ્યાણ માટે શ્રોત્રાષભદેવ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીદેવભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૩૧૧). શરદઋતુના ચંદ્રમા સમાન છતાં દેષના સ્પર્શથી દૂર, સુંદર અને નિર્મળ કળાઓથી સુભગ અને વૈભવશાળી એવા વર્ધમાન ભગવાન જગતમાં સંતાપને નાશ કરે અને આનંદ પ્રસરાવે. (૧) “અષ્ટાદશશતમંડલ” નામના દેશમાં શ્રેષ્ઠ ચંદ્રાવતી નગરીમાં પરાક્રમી અને પરમાર કુળમાં હર્ષ સમા શ્રીમાન (નડાલની ચૌહાણ રાજા) કેલ્ડણદેવની પુત્રી શૃંગારદેવી નામે પટ્ટરાણું હતી, તે સમયે આ ગામમાં અત્યંત વિશાળી, તે (ધારાવર્ષ રાજાએ) આપેલ મંત્રીપદવાળા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org