________________
૫.
કેટડા-બ્રાહ્મણવાડા ૩૫. કેટલાક
(૨૮૧) પહેલાં ડીડિલા ગામના મૂળનાયક શ્રી મહાવીર ભાગવાનની સં. ૧૨૦૮ના વર્ષ પિમ્પલગચ્છીય શ્રીવિજયસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરી. તે પછી વિરપલીના પિરવાડ શાહ સહદેવે કરાવેલા પ્રાસાદમાં પિપલગચ્છના આચાર્ય શ્રીવીર. પ્રભસૂરિએ સં. ૧૪૬પના વર્ષ સ્થાપના કરી. ૩૬. બ્રાહ્મણવાડા:
(૨૮૨) સં૦ ૧૩૪૯ ના જેઠ સુદિ ૧૦ ના દિવસે શ્રીદુ:સાધકુળના મંત્રી હરિરાજના પુત્ર સમરસિંહ, પિતાની દાદી મહું હાસલદેવીના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની બૃહદગ૭ના શ્રીમુનિરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૮૩) સં. ૧૪૮૨ના કાર્તિક સુદિ ૧૩ ને ગુરુવારે પોરવાડ વ્ય. કર્મો, તેના ભાર્યો રૂડી, તેના પુત્રો પિયુ અને પર્વત માતાપિતાના કલ્યાણ માટે શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ભટ્ટારક શ્રીગિરિચંદ્રસૂરિના પટ્ટધર શ્રીરત્નપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૮૪) સં. ૧૫૦૯ના માગશર સુદિ ૭ ને દિવસે વિશા ઓસવાલજ્ઞાતીય શેઠ કણાના પુત્ર શેઠ કમલા, તેની ભાયો સમીરદે, તેના પુત્ર શ્રીધરે; પિતાની ભાર્યા સુહણુદે અને પુત્ર મંડલિકની સાથે શ્રીવાસુપૂજ્ય ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની આચાર્યોએ પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org