Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૧૩
કુંભારિયા શ્રીનેમિનાથ ભ૦ના ભંડારમાં નાખ્યા. વૃદ્ધફલ–નારિયેલના
ગ માટે પ્રતિ માસે પૂજા નિમિત્તે ૩ ક્રમે જ્યાં સુધી ચંદ્ર રહે ત્યાં સુધી ચડે છે.
(૩૫) સં. ૧૩૬૬ ના ફાગણ સુદિ ૧૦ ને ગુરુવારે પિોરવાડ જ્ઞાતીય હદેવ.....અષ્ટાપદતીર્થ (તીર્થ પટ્ટ?) કરાવ્યું.
(૩૬) સં. ૧૫ર૬ના અષાડ વદિ ૯ ને સેમવારે પાટણ નગરના રહેવાસી ગૂર્જરજ્ઞાતીય મહં. પૂજાના પુત્ર શ્રીધર હમેશાં પ્રણામ કરે છે.
(૩૭) સં. ૧૬૭૫ના માહ સુદિ ૪ ને શનિવારે શ્રી ઉકેશજ્ઞાતીય વૃદ્ધસજનીય શાખાના શ્રી નેમિનાથ ભ૦ના મંદિરમાં શ્રી નેમિનાથ ભટ નું બિંબ કરાવ્યું અને તેની, સમગ્ર રાજાઓના સમૂહમાં ઇંદ્ર સમાન શ્રીઅકબર રાજાએ આપેલા “જગદ્ગુરુના બિરુદવાળા ભટ્ટારક શ્રીહીરવિજયસૂરિની પાટે પૂર્વદિશાના પર્વત ઉપર સૂર્યને પ્રભામંડળ સમા દીપતા ભટ્ટારક શ્રીવિજયસેન સૂરિના શિષ્ય, સમુદ્રને માટે ચંદ્રમા જેવા પટ્ટાલંકાર અને સૌભાગ્ય-ભાગ્યાદિ ગુણ સમૂહથી આનંદિત કરતા “મહાતપા” બિરુદને ધારણ કરતા, અને પંડિત શ્રીકુશલસાગરગણિ વગેરે પરિવાર સાથે ભટ્ટારક શ્રીવિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી. બુહરા (વહેરા) રાજપાલ શુભ સફળ થાઓ.
(૩૮) સં. ૧૯૭૫ના માહ વદિ ૪ને શનિવારે શ્રીમાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org