Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
કુંભારિયા ઝાંઝણ, આસા, કયા, ગુણપાલ, પેથા વગેરે સમગ્ર કુટુંબ સાથે છાડા અને સેઢાએ પોતાના પિતા, માતા, ભાઈ, પુત્રીના કલ્યાણ માટે શ્રી અજિતસ્વામી ભગવાનનું બિંબ દેવકુલિકા–દેરી સાથે કરાવ્યું અને તેની બહળછીય શ્રીહરિભદ્રસૂરિના શિષ્ય પરમાનંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૨૯) સ ૦ ૧૩૩૫ ના મહા સુદિ ૧૩ ના ચંદ્રાવતી નગરીમાં જાલણની ભાર્યા .......ભાર્યા મોહિનીના પુત્ર સેહડ, તેના ભાઈ સાંગાએ પિતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ પધરાવ્યું અને તેની શ્રીવર્ધમાનસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૩૦) પિરવાડ વંશના શ્રેષ્ઠી બાહડે શ્રીજિનચંદ્રસૂરિના સદુપદેશથી પાદપરા (પાદરા) ગામમાં શ્રીમહાવીર ભ૦ ની પ્રતિમાયુક્ત “ઉદેવસહિકા નામનું મંદિર કરાવ્યું. તેના પુત્ર બ્રહાદેવ અને શરણદેવ થયા. તેમાં બ્રહ્મદેવે સંતુ ૧૨૭૫ માં આ જ શ્રી નેમિનાથ ભવના મંદિરના રંગમંડપમાં શ્રીરત્નપ્રભસૂરિના સદુપદેશથી “દાઢાધર” કરાવ્યું. તેના નાના ભાઈ શ્રેણી શરણદેવની ભાય સૂડડદેવીના પુત્ર વીરચંદ્ર, પાસડ, આંબડ, રાવણ; જેમણે શ્રીપરમાનંદસૂરિના ઉપદેશથી ૧૭૦ જિનનું તીર્થ કરાવ્યું. તેમાંથી સં. ૧૩૧૦ માં વીરચંદ્રની ભાય સુખમિણિના પુત્ર પુનાની ભાર્યા સહાગના પુત્રો લૂણું અને ઝાંઝણ થયા. આંબડના પુત્રો વીજા અને ખેતા થયા. રાવણની ભાર્યા હીરૂના પુત્ર બેડાની ભાર્યા કામલના પુત્ર કડુઆ બીજો પુત્ર જયતા, તેની ભાર્યો મૂંટયાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org