Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
પ્રતિમાલેખેને અનુવાદ
(૨૬) સં. ૧૩૧૪ ના જેઠ સુદિ ૨ ને સોમવારે આરાસણું નગરમાં શ્રી નેમિનાથ ભવના મંદિરમાં બહાચ્છીય શ્રી શાંતિસૂરિના શિષ્ય શ્રી રત્નપ્રભસૂરિ અને હરિભદ્રસૂરિ, તેના શિષ્ય પરમાનંદસૂરિએ, પ્રાગ્વાટવંશીય શ્રેણી માણિ....................... દેવની ભાર્યા રૂપિણને પુત્ર વીરભદ્રની ભાર્યા વિહિન, સુવિદાની ભાર્યા સહજૂના પુત્ર વિ ...............રત્નનીણિ, સુપદમિણિના ભાઈ છે. ચાંદાની ભાય આસમતીના પુત્ર અમૃતસાની ભાર્યો રાજલના નાનાભાઈ તાંગસિંહના કલ્યાણ માટે શ્રી અજિતનાથ ભવનું (કાઉસગિયા) જિનયુગલ પાટ ઉપર પ્રતિષ્ઠિત કર્યું.
સં. ૧૩ર૭ ના વૈશાખ સુદ ૨ ને સોમવારે નાહાણકરના રહેવાસી શ્રેણી વીરચંદે શ્રી પાર્શ્વનાથ ભવનું બિંબ (ભરાવ્યું).
(૨૮) સં. ૧૩૩પ ના મહા સુદિ ૧૩ ને શુક્રવારે પિરવાડજ્ઞાતીય શ્રેષ્ઠી સમા, તેની ભાર્યા માલ્હણના પુત્ર વયર, શ્રેષ્ઠી અજયસિંહ, છાડા અને સોઢા, તેમની ભાર્યાએ વસ્તિણિ રાજલ, છાબૂ, ધાંધલદેવી, સુહડાદેવી, તેમના પુત્રો વરદેવ,
૧ આમાં ચાર પુત્રો અને પાંચ પુત્રવધૂઓનાં નામ છે. આમાંથી કોઈને બે પત્નીઓ હેવી જોઈએ, કેને બે પત્નીઓ હતી એને સ્પષ્ટ ઉલ્લેખ નથી. માત્ર નામો આપ્યાં છે. એ જ રીતે તેમના પુત્રોનાં પણ માત્ર નામ આપ્યાં છે. એટલે કેણ કેનો પુત્ર તે સ્પષ્ટ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org