Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
કુંભારિયા ગામમાં માંડલિક દેવતાઓમાં મહાદેવ સમા શ્રીધારાવર્ષ દેવના વિજયી રાજ્યમાં મહે શ્રી કુમારના પુત્ર શ્રેષ્ઠી સજજને શ્રીસુમતિનાથ ભટનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીપદ્મ(મ)ષસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૨) સં. ૧૨૭૬ના અષાડ સુદિ ૨ ના આસદેવના પુત્ર પુનાએ...........પ્રતિષ્ઠા વખતે..........શ્રીસુવિધિનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની (ધર્મષ?)સૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૩) સં. ૧૨૭૬ના માહ સુદિ ૧૩ ને રવિવારે શ્રેષ્ઠી સલખણના પુત્ર છે. આસધરે માતાના કલ્યાણ માટે શ્રી મુનિસુવ્રત ભનું બિંબ ભરાવ્યું અને તેની ધર્મઘોષસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૪) સં. ૧૩૧૦ ના વૈશાખ સુદિ ૫ ને ગુરુવારે પિરવાડજ્ઞાતીય શ્રેષ્ઠી બહણની માતા રૂપિણીના કલ્યાણ માટે પુત્ર આસપાલે, સીધપાલ, અને પવાસીહની સાથે પિતાના વૈભવ અનુસાર આરાસણ નગરના શ્રી નેમિનાથ ભ૦ના મંડપમાં શ્રીચંદ્રગચ્છીય શ્રીપરમાનંદસૂરિના ઉપદેશથી સ્તંભ કરાવ્યો.
(૨૫) સં. ૧૩૧૦ માં બ્રહથ્વીય શ્રીઅભયદેવસૂરિના શિષ્ય શ્રીજિનભદ્રસૂરિના શિષ્ય શ્રી શાંતિપ્રભસૂરિના શિષ્ય શ્રીહરિભદ્રસૂરિના શિષ્ય શ્રીપરમાનંદસૂરિએ ૧૭૦ જિનના યંત્રની પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org