________________
૧૪
સ્વીકાર કર્યો,–જેના ફળપરિપાકરૂપે આ ગ્રંથ વિવેકી વાંચકના કરકમળમાં આવે છે. સુપ્રસિદ્ધ મેતીશા” કુલની ધર્મભાવનાને અનુરૂપપણે શ્રી રતનચંદભાઈએ જે ભક્તિભાવથી આ ગ્રંથનું પ્રકાશન શ્રેય હાંસલ કરવાનો ઉલ્લાસ દાખ છે, અને તે પણ જ્ઞાન પ્રભાવનાથે પડતર કરતાં ઘણું ઓછા મૂલ્યો તે બદલ તેમને અનેકશ: ધન્યવાદ ઘટે છે. - અત્રે પ્રેસની ગોઠવણ અંગે પરમાર્થ સ્નેહી શ્રી મનસુખલાલભાઈ તારાચંદ મહેતા તથા શ્રી ચંદુલાલભાઈ ગુલાબચંદ મહેતાએ મિત્રભાવે સદભાવથી લીધેલ શ્રમ માટે આભાર વ્યક્ત કરું .
' અને છેવટે એટલું જ ઉમેરવાનું કે–આ અને ગ્રંથમાં પ્રકૃતેપગી (Relevant) અનેકાનેક તત્ત્વવાર્તા આ લેખકે ઉપન્યસ્ત કરી છે, અને તેને યથાસંભવ યથાસ્થાને વિનિયોજિત આનંદઘનજીના વચનામૃતથી અને શાસ્ત્રાધારથી સર્વત્ર સમર્થિત કરી છે. છતાં આવા ગહન વિષયમાં – શુદ્ધ સમાજહિતષ્ટિથી જે મહાગીતાર્થ મહર્ષિ આનંદઘનજીએ પિકાર્યું છે, લલકાર્યું છે, તેને તેવી જ એકાંત શુદ્ધ સમાજહિતદષ્ટિથી આશય વિસ્તારતાં,–જે કાંઈ અસમંજસ વા આશયર જેવું જણાય, અથવા જાયે અજાયે કવચિત્ કિંચિત્ ક્ષતિ વા ખલના જેવું ભાસે, તે તે આ મંદમતિ લેખક-વિવેચકને જ દોષ છે એમ સુજ્ઞ સજ્જન મહાજને વિચારવું અને દૂધમાંથી પિરા કાઢવાની કળામાં કુશળ કાકદષ્ટિ તે દોષદર્શનવિશારદ દુર્જન મહાશયે માટે અનામત રહેવા દઈ હંસદષ્ટિ રાખી ફક્તવ્ય