________________
લેખક-વિવેચકે આનંદઘનજીના બીજા અને ત્રીજા સ્તવન પર એકેક ગ્રંથ લખવાને આ સ્વલ્પ પ્રયત્ન કર્યો છે.
; તેમાં દ્વિતીય સ્તવનના વિવેચન ગર્ભિત “આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગ દર્શન” એ શીર્ષક
સંવાદાત્મક શૈલીથી લખેલે પ્રથમ છપાઈ ગયેલ લેખમાળા ગ્રંથ, અને તૃતીય સ્તવનના ગ્રંથાકારે વિવરણરૂપ “પ્રભુસેવાની પ્રથમ
ભૂમિકા' એ શીર્ષક સળંગ વિવેચનાત્મક શૈલીથી લખેલે દ્વિતીય ગ્રંથ,-એ બન્ને ગ્રંથ આ લેખકે “શ્રી જનધર્મ પ્રકાશ માસિકમાં (સં. ૨૦૦૦ થી ૨૦૦૮) અગાઉ લેખમાળારૂપે લખેલ હતા. પ્રસ્તુત માસિકમાં ક્રમશ: બાવીશ બાવીશ લેખાં કેમાં છપાઈ ગયેલ આ બન્ને લેખમાળા અત્રે ગ્રંથાકારે રજૂ થાય છે.
- “પંથડો નિહાળું રે બીજા જિન તણે રે” એ પરમ ભાવવાહી પંક્તિથી શરૂ થતું બીજા અજિત જિનનું સ્તવન
આનંદઘનજીના અભુત આત્મઆનંદઘનજીનું દિવ્ય સંવેદનમય અંતરેદ્ગારરૂપ હોઈ, જિનમાર્ગ દર્શન પરમ આશયગંભીર છે. તે આશયને
અનંતમો ભાગ પણ સમજાવો કઠિન છે. તે પણ યથાશક્તિ યથામતિ સામાન્ય દષ્ટિએ જે કંઈ આશયની સપાટી માત્ર હાથ લાગી, ઉપલક ભૂમિકા માત્ર સ્પર્શવામાં આવી, તે આ લેખકે આનંદઘનજીને જાણે જીવંત કપીને અત્રે જિજ્ઞાસુ પથિક અને ગિરાજના