Book Title: Anandghanjinu Jinmarg Darshan
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Ratanchand Khimchand Motisha

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ યથાયાગ્ય મૂલ્યાંકન કરી શકે. સાચા રત્નની પરીક્ષા નિપુણુ રત્નપરીક્ષક જ કરી શકે. જેમકે તેમના આશયનું તલસ્પશી અવગાહન કરી સમર્થ તત્ત્વદ્રા શ્રીમદ્ રાજચંદ્રજીએ, શ્રી આન ધનજીના પ્રથમ સ્તવનના પરમ સુંદર અદ્ભુત પરમાર્થ પ્રગટ કર્યો છે અને તેમની પરમા ગભીરતાની ઝાંખી કરાવી છે. ( જુએ આ ગ્રંથનું પરિશિષ્ટ) પણ દુર્ભાગ્યે તેઓશ્રીએ માત્ર એક જ સ્તવનનું વિવેચન કરેલ હાઈ, આપણે તેના વિશેષ લાભથી વંચિત રહ્યા છીએ. મહામુનિ દેવચંદ્રજીએ યથાર્થ જ કહ્યું છે કે— '' “ તેહ જ એહના જાણુગ ભ્રાતા, જે 19 તુમ સમ ગુણુરાયજી. આવા ઘન ( નક્કર ) આનંદ આપનારા અને આનંદના ઘન (મેઘ ) વર્ષાવનારા યથાર્થનામાં આનંદઘનજીનું એકેક સ્તવન-પદ તીવ્ર આત્મસ વેદનમય અંતરાદ્ગારરૂપ હાઇ પરમ આશ્ચયગભીર છે. તે આશય યથાર્થ પણે સમજવા-સમજાવવા માટે શ્રીમદ્ રાજચદ્રજી જેવા પરમ જ્ઞાની ચેાગીશ્વર જ જોઇએ. ઈતર સામાન્ય જનને માટે તે તે આશયના અનંતમા ભાગ પણ સમજવા-સમજાવવા કઠિન છે; તેને તે તે આશયની કઇંક સપાટી માત્ર હાથ લાગે, ઉપલક ભૂમિકા માત્ર સ્પવામાં આવે, સૂક્ષ્મ વિચારણારૂપ ઊંડી અવગાહના વિના તેના અગાધ ઊંડાણને ખ્યાલ આવે નહિ. એટલે સક્ષેપથી કે વિસ્તારથી આ સ્તવનાવલી પર વિશદ વિચારણામય વિવેચનનુ વિશાલ ક્ષેત્ર ખુલ્લું પડયું છે. અદ્ભુત સમાસશક્તિ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 410