________________
jainology II
17
આગમસાર
અનાદિના મિથ્યાત્વીમાં માહનીય કર્મની ૨૬ પ્રકૃતિનો ઉદય હોય છે.(૨૫ ચારિત્રમોહની અને એક દર્શનમોહ મિથ્યાત્વ). સમકીતની સપર્શના થતાં દર્શનમોહ મિથ્યાત્વના ત્રણ ટુકડા થઇ જાય છે, તથા તેનું જોર હવે ત્રણ વિભાગમાં વહેંચાઇ જવાથી ઘટી જાય છે. હવે તેને મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિનો ઉદય હોય છે.(૨૫ અને ત્રણ). આ શરુઆતનું ક્ષયોપશમ સમકીત હોય છે. પાંચમં દેશવિરત (શ્રાવક) ગુણસ્થાન :– કોઈ પણ સમ્યક્ત્વવાળો જીવ જ્યારે સભ્યશ્રદ્ધાની સાથે વ્રત પ્રત્યાખ્યાનની રુચિવાળા હોય છે અથવા વ્રત પ્રત્યાખ્યાન ધારણ કરે છે, પાપોનો દેશતઃ ત્યાગ કરે છે, તેને વ્યવહારથી પાંચમું દેશવિરત ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનવાળાને શ્રાવક કે શ્રમણોપાસક કહેવાય છે.
નિશ્ચય દષ્ટિએ મોહનીય કર્મની અપ્રત્યાખ્યાની કષાય ચતુષ્ક રૂપ ચાર પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે અર્થાત્ સાત પ્રકૃતિ ચોથા ગુણસ્થાને કહી છે, તે સહિત કુલ અગિયાર પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી આ ગુણસ્થાન આવે છે.
આ ગુણસ્થાનવાળામાં ચોથા ગુણસ્થાનવાળા બધાં લક્ષણ હોય છે. વિશેષમાં તેનામાં વ્રતધારણ અથવા પ્રત્યાખ્યાન રુચિનો વિકાસ હોય છે, શ્રાવકનાં ૧૨ વ્રતોમાંથી અનુકૂળતા અનુસાર એક યા અનેક અથવા બધાં વ્રતોને ધારણ કરે છે. આગળ વધીને તે શ્રાવકની ૧૧ પ્રતિમા ધારણ કરે છે. ત્રણ મનોરથનું ચિંતન કરે છે. રોજના ૧૪ નિયમ ધારણ કરીને સામાયિક કરે છે. મહીનામાં ઓછામાં ઓછા છ પૌષધ કરે છે.
જીવ અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા બને છે. ક્રમશઃ અનેક શાસ્ત્રોમાં અને જિનમતમાં વિશારદ–કોવિદ–બહુશ્રુત થઈ દેવો સાથે પણ વાદ વિવાદ કરી વિજય પ્રાપ્ત કરવા યોગ્ય થઈ શકે છે. પોતાના ધર્મમાં એવી દઢ આસ્થાવાળા બને છે કે દેવ દાનવની સંપૂર્ણ શક્તિથી યુક્ત કષ્ટ સહેવા છતાં વિચલિત થતા નથી.
આ ગુણસ્થાનવર્તી જીવ પોતાના જીવનમાં દીક્ષા લેવાનો સદા મનોરથ રાખે છે. દીક્ષા લેનારના હાર્દિક સહયોગી થાય છે, દીક્ષિત શ્રમણ નિગ્રંથોના હાર્દિક સ્વાગત ભક્તિ વિનય વંદના કરે છે અને તેની પર્યુપાસના સેવા કરે છે. ભક્તિ અને ઉત્સાહથી તેમને સંયમ યોગ્ય કલ્પનીય આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ, ભેષજ, મકાન, પાટ આદિનું નિર્દોષ દાન દઈને પ્રતિલાભિત કરે છે. શ્રમણ નિગ્રંથોને જોઈને જ, તેના દર્શન થતાં જ તેના આત્મામાં પ્રસન્નતાની લહેર વ્યાપી જાય છે. તેથી આ ગુણસ્થાનવાળાને શ્રમણ+ઉપાસક ઊ શ્રમણોપાસક એવું સાર્થક નામ આપેલું છે.
આ ગુણસ્થાનમાં મરવાવાળા કે આયુબંધ કરવાવાળા કેવળ વૈમાનિક દેવ રૂપ દેવગતિ જ પ્રાપ્ત કરે છે, અન્ય કોઈ પણ ગતિ કે દંડકમાં જતા નથી. વૈમાનિકમાં પણ ૧૨ દેવલોક અને ૯ લોકાંતિકમાં જ જાય છે.
આ ગુણસ્થાન જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ અનેક હજારવાર અને આઠ ભવમાં પણ ઉત્કૃષ્ટ અનેક હજારવાર આવી શકે છે અર્થાત્ તેટલીવાર તે ગુણસ્થાન આવે અને જાય તેવું થઈ શકે છે. આ ગુણસ્થાન છૂટવાના અનેક રસ્તા છે– (૧) ઉપરના ગુણસ્થાનોમાં જવું (૨) મિથ્યાત્વઆદિ રૂપે નીચે જવું (૩) આયુષ્ય પૂર્ણ થવાથી સ્વતઃ આ ગુણસ્થાન છૂટી જવું અને ચોથા ગુણસ્થાનને પ્રાપ્ત કરવું. આયુષ્ય સમાપ્ત થવાથી આ ગુણસ્થાનવાળા દેવલોકમાં જાય છે અને ત્યાં પાંચમા આદિ ઉપરના ગુણસ્થાનોનો સ્વભાવ ન હોવાથી સ્વાભાવિક ચોથું ગુણસ્થાન આવી જાય છે.
આ ગુણસ્થાનની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વ વર્ષોની હોય છે અર્થાત્ આખા ભવ સુધી નિરંતર પણ આ ગુણસ્થાન રહી શકે છે. મનુષ્ય અને તિર્યંચ એમ ગતિમાં જ સંજ્ઞી જીવોના પર્યાપ્તમાં આ ગુણસ્થાન હોય છે. તિńલોકના અઢી દ્વીપમાં મનુષ્ય, તિર્યંચોને આ ગુણસ્થાન હોય છે અને અઢી દ્વીપની બહાર માત્ર સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને જ હોય છે. મનુષ્યની અપેક્ષાએ આ ગુણસ્થાનવાળા લોકમાં સંખ્યાત હોય છે અને તિર્યંચની અપેક્ષાએ અસંખ્ય(!) હોય છે. આ ગુણસ્થાનમાં આયુષ્ય બાંધનારા કે મરનારા ઓછામાં ઓછા ત્રણ ભવ(વર્તમાન ભવ સહિત) અને ઉત્કૃષ્ટ ૧૫ ભવ કરીને મોક્ષે જાય છે.
શ્રાવકનાં ૧૨ વ્રત અને પ્રત્યાખ્યાનમાં અંતર
સામાન્ય પ્રત્યાખ્યાન કોઈ એક દ્રવ્ય,ક્ષેત્ર,કાળ થી અપેક્ષીત હોય છે. દા.ત. અમુક ફળ કે મીઠાઈ નિહઁ ખાવી, રેશમ કે મોતીનો ત્યાગ, કાંદા—બટેટાનો ત્યાગ વગેરે. વ્રતમાં અમુક સિવાયનાં સર્વ ફળ કે મીઠાઈ નહિં ખાવી, સંપૂર્ણ કંદમૂળનો ત્યાગ વગે૨ે, આ રીતે ભેદ છે. વ્રતનું ક્ષેત્ર વિશાળ છે, તેમાં થોડાક આગાર સિવાય સર્વને આવરી લેવાય છે. શ્રાવકનાં ૧૨ વ્રતની ધારણામાં જરુરી અને ખપ પુરતો આગાર રાખી અન્ય સર્વે ક્રિયાઓનો ત્યાગ કરાય છે. તેથી દરેક ધર્મપ્રેમી પાપભિરુએ વહેલામાં વહેલી તકે આ વ્રતો ધારી લેવા જોઇએ. આનેજ વિતરાગ પ્રરૂપિત આગાર ધર્મ પણ કહેવાય છે.
અસંખ્ય ત્રિયંચ શ્રાવકો
જેવી રીતે નરકમાં કોઈ જીવ સમકિત પામે છે તેમ ત્રિયંચ ગતિથી દેવ થયેલા,જયારે અન્ય દેવો સાથે તિર્થંકરનાં સમવસરણમાં જાય છે, ત્યારે ત્યાં સમકિત પામી શકે છે. પ્રજ્ઞાપના સૂત્ર વીસમું અંતક્રિયા પદ : મોક્ષઅધિકાર – તેમાં ઉપલબ્ધિ દશાર્વતાં સૂત્રકાર કહે છે કે .....કેટલાક નૈયિક જીવ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં કોઈને ધર્મશ્રવણ, બોધિ(ધર્મ પ્રાપ્તિ) શ્રદ્ધા, મતિ–શ્રુતજ્ઞાન, વ્રત પ્રત્યાખ્યાન, અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે; સંયમ અને મનઃપર્યવજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી.
તેઉ–વાયુ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ધર્મશ્રવણની પ્રાપ્તિ તેને હોય છે. પરંતુ બોધિ(ધર્મની શ્રદ્ધા રુચિ) આદિની પ્રાપ્તિ હોતી નથી.
તિર્યંચ પંચેન્દ્રિયના જીવ નારકી, દેવતામાં ઉત્પન્ન થાય છે. ત્યાં પણ ધર્મશ્રવણ, બોધિ–શ્રદ્ધા, મતિજ્ઞાન આદિ ૩ જ્ઞાન પ્રાપ્ત કરે છે. વ્રત પ્રત્યાખ્યાન કરતા નથી. નારકીને દેવો દ્વારા ધર્મશ્રવણ વગેરે પ્રાપ્ત થાય છે.
તિર્યંચ પંચેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિયમાં તેમજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે ત્યાં નારકી જીવની સમાન તિર્યંચમાં અવધિજ્ઞાન સુધી તેમજ મનુષ્યમાં મોક્ષ સુધી ઉપલબ્ધિ કરે છે. આ રીતે અસંખ્ય ત્રિયંચ શ્રાવકો હોઈ શકે છે. જાતિસ્મરણ જ્ઞાનમાં પણ તેઓ પોતાનો પૂર્વભવ જે જુએ છે તે ફકત મનુષ્યનોજ ન માની શકાય. તથા ગતિ પણ અનંતર દેવ ભવ પછી ફરી ત્રિયંચમાં પણ જઈ શકે .