________________
આગમસાર– ઉતરાર્ધ
16
આ ગુણસ્થાનવાળાને સમ્યક્ત્વી, સમકિતી, સમ્યક્દષ્ટિ આદિ પણ કહે છે. આ ગુણસ્થાનને ગુણની મુખ્યતાએ સમ્યક્ત્વ અથવા સકિત પણ કહેવામાં આવે છે. જેમ કે– એકવાર ‘સકિત’ આવી જવાથી અર્થાત્ ચોથું ગુણસ્થાન આવી જવાથી જીવ અર્ધપુદ્ગલ પરાવર્તનથી વધારે સમય સંસારમાં પરિભ્રમણ કરતા નથી.
આ ગુણસ્થાનવાળા જિનેશ્વર ભગવંત ભાષિત બધાં સિદ્ધાંતોમાં, જ્ઞાન, ચારિત્ર, તપરૂપ બધાં પ્રવર્તનોમાં અને જીવાદિ પદાર્થોમાં, સમ્યક્ શ્રદ્ધાન/આસ્થા રાખે છે, કથન/પ્રરૂપણ સત્ય કરે છે, હિંસા આદિ પાપ કૃત્યોમાં અતિ આસકત બનતા નથી. તે પાપજનક પ્રવૃત્તિઓમાં, છકાય જીવોની આરંભજનક પ્રવૃત્તિઓમાં ક્યારે ય પણ ધર્મ માનતા નથી. કષાયો તથા કલેશને દીર્ઘકાળ સુધી રાખતા નથી.
આ ગુણસ્થાનમાં આયુષ્ય બાંધનાર જીવ જઘન્ય આ ભવ સહિત ત્રીજા ભવમાં મોક્ષે જાય છે. ઉત્કૃષ્ટ ૧૫ માં ભવે મોક્ષે જાય છે. આ ગુણસ્થાન ચારે ય ગતિના સંજ્ઞી જીવોના અપર્યાપ્ત–પર્યાપ્ત બંનેમાં હોય છે. નિશ્ચય દષ્ટિએ આ ગુણસ્થાનમાં સાત પ્રકૃતિઓના ક્ષય આદિના અનેક વિકલ્પ હોય છે. ક્ષય આદિનો અર્થ આ પ્રમાણે છે– ૧. ક્ષય- તે પ્રકૃતિની આત્મામાંથી સત્તા(અસ્તિત્વ) સમાપ્ત થઈ જવી. ૨. ઉપશમ- તે પ્રકૃતિનો ઉદય અટકી જવો, સત્તામાં અવરુદ્ધ રહેવું. ૩. ક્ષયોપશમ તે પ્રકૃતિનો પ્રદેશોદય થવો, વિપાકોદય અટકવો. અથવા તે પ્રકૃતિનો કંઈક ઉદય અને કંઈક ઉપશમ(અનુદય) હોય તેને પણ ક્ષયોપશમ કહેવાય છે. બન્ને પરિભાષા ઉપયોગી છે. ૪. ઉદય – તે પ્રકૃતિનો વિપાકોદય થવો તે ઉદય કહેવાય છે. પુનશ્ચ :– ૧. ક્ષય–સર્વથા ક્ષય. ૨. ઉપશમ–સર્વથા અનુદય ૩. ક્ષયોપશમ- પ્રદેશોદય. ૪. ઉદય—વિપાકોદય.
સાત પ્રકૃતિઓના કારણે થતાં વિકલ્પો આ પ્રકારે છે–
સાત પ્રકૃતિઓનો ક્ષય– ક્ષાયક સમકિત.
સાત પ્રકૃતિઓનો ઉપશમ-ઉપશમ સમકિત.
૬ નો ક્ષય, ૧ નો ઉદય–ક્ષાયિક વેદક.
૬ નો ઉપશમ, ૧ નો ઉદય–ઉપશમ વેદક
૬ નો ક્ષયોપશમ, ૧ નો ઉદય–ક્ષયોપશમ સમકિત
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૫ નો ક્ષયોપશમ, ૧ નો ઉપશમ,૧ નો ઉદય–ક્ષયોપશમ સમકિત.
૭.
૪ નો ક્ષયોપશમ, ૨ નો ઉપશમ, ૧ નો ઉદય–ક્ષયોપશમ સમકિત.
૮.
૪ નો ક્ષય, ૩ નો ક્ષયોપશમ
૯.
૫ નો ક્ષય, ૨ નો ક્ષયોપશમ
૧૦. ૬ નો ક્ષય, ૧ નો ક્ષયોપશમ
૧૧. ૪ નો ક્ષય, ૨ નો ક્ષયોપશમ,૧ નું વેદન (સૂક્ષ્મ)
૧૨. ૫ નો ક્ષય, ૧ નો ક્ષયોપશમ, ૧ નું વેદન (સૂક્ષ્મતર)
ક્રમાંક ૮ થી ૧૨ ના પાંચ ભાંગા ક્ષાયક સમકિતની પૂર્વ ભૂમિકાના છે. તેમાં અનંતાનુબંધી ચતુષ્કનો નિયમથી સર્વથા ક્ષય હોય છે. સંક્ષિપ્તમાં આ બધા ભાંગાનો ત્રણ સમકિતમાં સમાવેશ થાય છે. ત્યારે ઉપરના ત્રીજાથી ૧૨ મા સુધીના બધા ભાંગાનો ક્ષયોપશમ સમકિતમાં સમાવેશ થઈ જાય છે અર્થાત્ સાતનો ક્ષય કે સાતે ય ઉપશમ ન હોય ત્યારે તે બધા ક્ષયોપશમ સમકિતની કક્ષાના જ છે.
આ ગુણસ્થાનવર્તી જીવ નરક તિર્યંચનું આયુષ્ય બાંધતા નથી. દેવ અથવા મનુષ્ય એમ બે ગતિનું આયુષ્ય બાંધી શકે છે અર્થાત્ આ ગુણસ્થાનવાળા નારકી— દેવતા ફક્ત મનુષ્યનું અને તિર્યંચ તથા મનુષ્ય ફક્ત દેવતાનું જ આયુષ્ય બાંધે છે અને ચોથા ગુણસ્થાનવર્તી મનુષ્ય—તિર્યંચ વૈમાનિક જાતિના દેવોનું જ આયુષ્ય બાંધે છે, ભવનપતિ,વ્યંતર અને જ્યોતિષી એ ત્રણ જાતિના દેવોનું આયુષ્ય બાંધતા નથી.
આ ગુણસ્થાનવાળા સ્ત્રીવેદ અને નપુંસકવેદનો પણ બંધ કરતા નથી, ફક્ત પુરુષવેદ જ બાંધે છે.
આ ગુણસ્થાનની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત,ઉત્કૃષ્ટ ૮૩ કરોડ પૂર્વ અધિક ૩૩ સાગરોપમની છે. (બીજી ધારણાથી સાધિક ૬૬ સાગરોપમ કહેવું) એટલા સમય પછી આ ગુણસ્થાન બદલી જાય છે અર્થાત્ તે જીવ પાંચમા વગેરે ગુણસ્થાનમાં ઉપર ચડે છે અથવા નીચેનાં ગુણસ્થાનોમાં પડે છે. એક ભવમાં આ ગુણસ્થાન હજારો વાર આવી શકે છે અને અનેક ભવોમાં અસંખ્યવાર આવી શકે છે.
ક્ષાયિક સમકિત એક જ વખત આવે છે. તે આવ્યા પછી મનુષ્ય કોઈ પણ આયુષ્ય બાંધતો નથી અને તે જ ભવમાં મોક્ષે જાય છે. જો મનુષ્યને ક્ષાયિક સમકિત આવ્યા પહેલાં ચારે ગતિમાંથી કોઈ ગતિનું આયુષ્ય બંધાઈ ગયું હોય તો તે ગતિમાં જવું જ પડે છે. નરક—દેવગતિમાં ગયેલા ક્ષાયિક સમકિતી ફરી મનુષ્યનો ભવ પ્રાપ્ત કરી મોક્ષે જાય છે. મનુષ્ય—તિર્યંચનું આયુષ્ય બાંધેલા જીવો મરીને તે ગતિઓમાં જાય છે, ત્યાર પછી દેવગતિ અને તેના પછી મનુષ્ય થઈ મોક્ષે જાય છે. પરંતુ તે ભવો દરમ્યાન તે ક્ષાયિક સકિત બદલાતું નથી અર્થાત્ એકવાર તે પ્રાપ્ત થયા પછી મોક્ષપર્યંત સદા શાશ્વત રહે છે. આ સમકિત માત્ર મનુષ્ય ગતિમાં જ આવે છે, અન્ય ત્રણ ગતિમાં આવતું નથી, આવ્યા પછી કોઈ પણ ગતિમાં રહી શકે છે.
ઉપશમ સમ્યક્ત્વ જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ બે વાર અને અનેક ભવોમાં કુલ પાંચ વાર જ આવી શકે છે. ક્ષયોપશમ સમકિતની અપેક્ષાએ જ આ ગુણસ્થાન એક ભવમાં હજારો વાર અને અનેક ભવોમાં અસંખ્ય વાર આવે છે.
ઉપશમ સમકિતવાળા જ મિથ્યાત્વમાં જતી વખતે બીજા ગુણસ્થાનનો સ્પર્શ કરે છે. ક્ષયોપશમ સમિકતવાળા તો છઠ્ઠા, પાંચમા, ચોથા ગુણસ્થાનેથી સીધાં મિથ્યાત્વ ગુણસ્થાને જઈ શકે છે અને ૭મા, ૮મા, ૯મા, ૧૦મા, ૧૧મા ગુણસ્થાન– વાળા સીધાં ચોથા ગુણસ્થાને જઈ શકે છે.