________________
આગમસાર
jainology II
ચૌદ ગુણસ્થાનોનું સ્વરૂપ જીવની આત્મિક-આધ્યાત્મિક હીનાધિક, ઊંચનીચ અવસ્થાઓને ગુણસ્થાન કહે છે. આવા જીવનાં ગુણસ્થાન ચૌદ કહેવામાં આવેલ છે. જેમાં ચોથા ગણસ્થાનથી ચૌદમાં ગુણસ્થાન સુધીનાં અગિયાર ગુણસ્થાનવાળાં ઉન્નતિશીલ- પ્રગતિશીલ આત્મસ્થાનમાં અવસ્થિત હોય છે. શેષ ૧ થી ૩ ગુણસ્થાનવાળા અવનત આત્મસ્થાનમાં હોય છે. તે ૧૪ ગુણસ્થાનોનું સ્વરૂપ આ પ્રકારે છેપહેલું મિથ્યાત્વ ગુણસ્થાન:- (૧) જે પરભવ, પુનર્જન્મ, કર્મસિદ્ધાંત અને જીવના અનાદિ અસ્તિત્વને માનતા નથી. (૨) અઢાર પ્રકારનાં પાપ, ૨૫ ક્રિયાઓ અને આઠ પ્રકારનાં કર્મનાં બંધ, ઉદય આદિને માનતા નથી. (૩) જે સુદેવ, સુગુરુ, સુધર્મ, સન્શાસ્ત્ર-આગમની શ્રદ્ધા કરતા નથી પરંતુ સ્વછંદતા, સ્વેચ્છાએ કુદેવ, કુગુરુ, કુધર્મ અને કુશાસ્ત્રોમાં શ્રદ્ધા કરે છે. (૪) શ્રાવકનાં ૧૨ વ્રત અને સાધુનાં પાંચ મહાવ્રતોની, સમિતિ-ગુપ્તિની તેમજ અન્ય પણ જિનાજ્ઞાની સમ્યક શ્રદ્ધા કરતા નથી. (૫) જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ, આ તત્ત્વોની તીર્થકર ભગવાને પ્રરૂપેલ સ્વરૂપ પ્રમાણે શ્રદ્ધા કરતા નથી. (૬) ઈશ્વરને સંસારના કર્તા માને છે. (૭) યજ્ઞ, હવન, પશુ-બલિ આદિમાં ધર્મ માને છે, અન્ય પણ નાની મોટી હિંસાકારી સાવધ પ્રવૃત્તિઓને, છ કાય જીવોની હિંસાવાળી પ્રવૃત્તિઓને ધર્મ માને છે. (૮) જિનેશ્વર ભગવંત કથિત સિદ્ધાંતથી ઓછી અધિક કે વિપરીત પ્રરૂપણા કરે છે. (૯) અનેકાંતિક સિદ્ધાંતને છોડી દ્રવ્ય–ભાવ કે નિશ્ચય-વ્યવહાર વગેરે કોઈ પણ એકાંતના આગ્રહમાં પડી જાય છે. સાત નયોનો વિચાર કરવાને બદલે દુર્નયમાં પડી જાય છે. વિવેકબુદ્ધિ છોડી બધા નિક્ષેપોને એક સરખા માની લે છે. (૧૦) કલહ, ક્રોધ અને રંભાવને દીર્ઘકાળ સુધી ટકાવી રાખે છે. (૧૧) કોઈ પણ પાપકૃત્યમાં અતિ આસક્ત, વૃદ્ધ,લીન બને છે અર્થાત્ લોભ, પરિગ્રહ, નિંદા (પર પરિવાદ), માયા, જૂઠ, ચોરી અને જીવહિંસા આદિ કોઈ પણ પાપકાર્યમાં તલ્લીન બની જાય છે. (૧૨)
વંતો પર કે તેના ધર્મ પર અથવા તેના માર્ગ પર ચાલતાં ધર્મગુરુઓ પર દ્વેષ રાખે છે ઈત્યાદિ, ઉપરોક્ત દરેક અવસ્થામાં રહેલ જીવોને વ્યવહારથી મિથ્યાત્વ ગુણસ્થાનવર્તી જાણવા જોઈએ. નિશ્ચય દષ્ટિની અપેક્ષાએ મિથ્યાત્વ મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય થવાથી અને ઉદય રહેવાથી જીવ મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહે છે.
આ જીવનું પ્રથમ ગુણસ્થાન છે. તેમાં રહેલા જીવોની અપેક્ષાએ તેના ત્રણ પ્રકાર છે – (૧) અનાદિ અનંત (૨) અનાદિ સાંત (૩) સાદિ સાંત. અનાદિ અનંત અભવીની અપેક્ષાએ છે. અનાદિ સાંત ભવીની અપેક્ષાએ છે અને સાદિ સાંત પ્રતિપાતી(પડિવાઈ) સમકિતની અપેક્ષાએ છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ દેશોન અર્ધપુગલ પરાવર્તનની હોય છે. આ ગુણસ્થાનમાં મરનારા કે આયુષ્ય બાંધનારા જીવ ચાર ગતિમાં ભ્રમણ કરે છે. આ ગુણસ્થાનવર્તી જીવ કર્મોનો વિશેષ બંધ કરતા રહે છે. તેઓ કર્મવૃદ્ધિ અને સંસારવૃદ્ધિ કરે છે. આ ગુણસ્થાન પાંચ અનુત્તર વિમાન સિવાય સંસારના બધાં જીવોમાં હોઈ શકે છે. બીજું સાસ્વાદન ગુણસ્થાન :- જે જીવે ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કરી લીધું છે, તેવા અથવા તેનાથી ઉપરના કોઈ પણ ગુણસ્થાનવાળા પ્રથમ ગુણસ્થાનમાં કહેલ કોઈ પણ પ્રકારના વિચારોની અવસ્થા પ્રાપ્ત કરે અથવા નિશ્ચયથી મિથ્યાત્વના ઉદયાભિમુખ થાય ત્યારે તે ચોથા આદિ ગુણસ્થાનોથી પડી પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનમાં જાય છે. તે સમયે ચોથા આદિ ગુણસ્થાનોથી ટ્યુત થઈને પ્રથમ ગુણસ્થાને પહોંચતાં વચ્ચે ક્ષણિક કાળમાં આત્માની જે અવસ્થા હોય છે, તે જ બીજું સાસ્વાદન ગુણસ્થાન છે. જેમ કે વૃક્ષ ઉપરથી તૂટેલું ફળ જમીન પર પડે તે પહેલાં માર્ગમાં થોડો સમય વ્યતીત કરે છે, તેવી અવસ્થા બીજા ગુણસ્થાનની સમજવી જોઈએ.
- આ ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવલિકા જેટલી હોય છે અર્થાત્ એક સેકંડના હજારમાં ભાગથી પણ ઓછી સ્થિતિ હોય છે. તેથી આ ગુણસ્થાનનું અસ્તિત્વ ઈચિત્ માત્ર છે, જે છઘસ્થોને અનુભવગમ્ય નથી. આ ગુણસ્થાન એકેન્દ્રિયોમાં હોતું નથી. શેષ બેઈન્દ્રિય આદિ અસંજ્ઞી પંચેન્દ્રિયમાં અપર્યાપ્ત અવસ્થામાં હોય છે તથા સંજ્ઞીને પર્યાપ્ત અપર્યાપ્ત બંને અવસ્થામાં ચારે ગતિમાં હોય છે. ત્રીજે મિશ્ર ગુણસ્થાન :- સમકિત અને મિથ્યાત્વના મિશ્ર પરિણામોવાળી આત્માની અવસ્થાને મિશ્ર ગુણસ્થાન કહેવામાં આવે છે. જેમ કે શ્રીખંડ ખાટા-મીઠા એમ બંને સ્વાદવાળો હોય છે. એવી જ રીતે આ ગુણસ્થાનવાળા જીવો જિનેશ્વર ભગવંતના ધર્મની પણ શ્રદ્ધા રાખે છે અને જિનેશ્વર ભગવંતના સિદ્ધાંતોથી વિપરીત સિદ્ધાંતોવાળા ધર્મની પણ શ્રદ્ધા કરે છે. બધા ધર્મોને સત્ય અને સુંદર માને છે. આવા ભોળા સ્વભાવવાળા અનભિજ્ઞ આત્માને આ ત્રીજું ગુણસ્થાન હોય છે. તેની સ્થિતિ જઘન્ય–ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અર્થાત્ ૪૮ મિનિટથી ઓછા સમયની છે.ત્યાર પછી આત્માના તે મિશ્ર પરિણામ મિથ્યાત્વમાં અથવા સમકિતમાં પરિણમી જાય છે
આ ગુણસ્થાન મિશ્ર પરિણામવાળું હોવાથી તેમાં જીવ મરતો પણ નથી અને આયુષ્ય પણ બાંધતો નથી. તે સંજ્ઞી જીવોને પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. પાંચ અનત્તર વિમાનના દેવોમાં આ ગણસ્થાન હોતું નથી. એકેન્દ્રિય વિકલેન્દ્રિયોમાં પણ હોતું નથી.
આ ગુણસ્થાન અનાદિ મિથ્યાત્વીને આવતું નથી પરંતુ જેઓ એકવાર સમકિત પ્રાપ્ત કરી તેમાંથી ટ્યુત થઈ ગયા છે એવા જીવને જ આ ગુણસ્થાન પ્રાપ્ત થઈ શકે. ચોથે અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન - પહેલાં ગુણસ્થાનમાં જે આત્માની અવસ્થારૂપ લક્ષણ કહ્યાં છે, તે અવગુણોની અવસ્થાઓમાં નહીં રહેનારા આ ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે અર્થાત્ ઉક્ત અવગુણોથી વિપરીત ગુણોવાળી આત્મ અવસ્થાને વ્યવહારની અપેક્ષાએ અવિરત સમ્યક્દષ્ટિ ગુણસ્થાન કહે છે.
- નિશ્ચય દષ્ટિએ દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિ અને ચારિત્રમોહની અનંતાનુબંધી ક્રોધ, માન,માયા, લોભ; એ ચાર પ્રકૃતિના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી જીવને આ ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનવાળાની બધા પ્રકારની સમજ અને દૃષ્ટિકોણ સમ્યક હોય છે. તેથી તેને સમ્યક્ દષ્ટિ કહે છે. આ ગુણસ્થાનવાળા કોઈ પણ પ્રકારના પ્રત્યાખ્યાનના ભાવોમાં પરિણત કે પ્રગતિશીલ થતા નથી. ફક્ત સમ્યક્ શ્રદ્ધાન સુધી જ રહે છે. તેથી તેના સમ્યક્દષ્ટિ ગુણની સાથે અવિરત લાગવાથી તેનું પરિપૂર્ણ નામ 'અવિરત સમદષ્ટિ' ગુણસ્થાન થાય છે.