________________
jainology II
13
આગમસાર શંકિત થઈ ગયા કે જો આત્મા અને કર્મ એકાકાર થઈ જાય તો તે જુદા થઈ શકતા નથી. તેથી આ જ ન્યાય યુક્ત છે કે કર્મ આત્માની સાથે બંધાતા નથી, માત્ર સ્પર્શ કરે છે. પુષ્યમિત્રે તેમને બહુ સમજાવ્યા પણ પોતાની જિદ ઉપર તે અડગ રહ્યા. વીર નિર્વાણના ૬૦૯ વર્ષ બાદ ગોષ્ઠામાહિલે આ મત પ્રવર્તાવ્યો. (૧૯) સંત્રીતિર્યંચ પંચેન્દ્રિય શ્રાવકની ગતિ :- પાંચે ય જાતિના મંત્રી તિર્યંચ પંચેન્દ્રિયને યથાયોગ્ય ચિંતન મનન કરવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેનાથી તેઓ શ્રાવકના વ્રત સ્વીકારી પોતાની યોગ્યતા અને ક્ષમતા અનુસાર પાલન કરે છે. સામાયિક, પૌષધઉપવાસ આદિ પણ અનુકૂળતા પ્રમાણે કરે છે. તેઓ શ્રમણોપાસક પર્યાયનું પાલન કરતાં કરતાં સમાધિપૂર્વક આયુષ્યપૂર્ણ કરી ઉત્કૃષ્ટ આઠમા દેવલોક સુધી જઈ શકે છે. તેઓ નિગ્રંથ પ્રવચન અને શ્રાવક ધર્મના આરાધક થાય છે. દેવલોકમાં તેઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૮ સાગરોપમનું હોય છે. તેઓ ૧૫ ભવથી વધારે સંસારમાં પરિભ્રમણ કરતા નથી. (૨૦) શ્રમણોપાસક મનુષ્યોની ગતિ - કેટલાક મનુષ્યો ધર્મપ્રેમી, ધર્મશ્રદ્ધા– વાળા, ધર્માનુયાયી, ધાર્મિકવૃત્તિવાળા અને ધર્મ સંસ્કારોવાળા સદાચારી તથા સંતોષી હોય છે. અલ્પઆરંભ, અલ્પ પરિગ્રહથી જીવન ચલાવે છે. તેઓ હિંસા આદિ મિથ્યાત્વ સુધીના ૧૮ પાપ સ્થાનકોના આંશિક ત્યાગી હોય છે અર્થાત્ અમુક અંશે મર્યાદા કરી હોય છે. આ પ્રકારના આરંભ સમારંભ કરવા-કરાવવા, ભોજનઆદિ બનાવવું–બનાવડાવવું, પદાર્થોને કૂટવા, પીસવા; કોઈને મારવું, પીટવું, તાડના તર્જના કરવી, વધ બંધન કરવા, કોઈને દુઃખ દેવું ઇત્યાદિ ક્રિયાના આંશિક ત્યાગી હોય છે. સ્નાન, અભંગન, વિલેપન, ઉબટન, શૃંગાર, અલંકાર, માળા તેમજ મનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શના સુખોના દેશથી ત્યાગી અને મર્યાદિત આગારવાળા હોય છે. તે શ્રમણોપાસક પરપીડાકારી સાવદ્ય યોગોના અંશતઃ ત્યાગી અને મર્યાદિત આગારવાળા હોય છે.
આવા શ્રમણોપાસક જીવ, અજીવ તત્વના જ્ઞાતા; પયપાપને અનુભવ પૂર્વક સમજીને આશ્રવ, સંવર, નિર્જરા. મોક્ષના વિષયમાં કુશળ; દેવ, દાનવના ડગાવ્યા છતાં ડગે નહિ; નિગ્રંથ પ્રવચનમાં શંકા, કાંક્ષા આદિ દોષોથી રહિત; નિગ્રંથ પ્રવચનના(સિદ્ધાંતોના) અર્થ, પરમાર્થના જાણકાર હોય છે. તેમની હાડ– હાડની મિજ્જામાં ધર્મપ્રેમ વણાયેલો હોય છે. નિગ્રંથ પ્રવચનને જ જીવનમાં અર્થ–પરમાર્થરૂપે સમજે છે, શેષ અન્યકૃત્યોને આત્મા માટે નિપ્રયોજન રૂપ સમજે છે. તેમને દાન દેવાની પૂર્ણ ભાવના હોય છે, તે કારણે તેમના ઘરના દરવાજા સદાય ખુલ્લા રહે છે. કોઈ પણ વાચક તેમના દરવાજેથી ખાલી હાથે પાછો જતો નથી. વિશેષ પ્રયોજન વિના કોઈના ઘરમાં કે અંતઃપુરમાં તેઓ પ્રવેશ ન કરે. તેઓ મહિનામાં છ પ્રતિપૂર્ણ પૌષધ કરે; શ્રમણ નિગ્રંથોને કલ્પનીય આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, રજોહરણ, ઔષધ, ભેષજ, મકાન, પાટ, ઘાસ આ
જ, મકાન, પાટ, ઘાસ આદિ પરમ ભક્તિ અને વિવેકપૂર્વક પ્રતિલાલતાં શ્રમણોપાસક પર્યાયમાં વિચરણ કરે છે. અંતિમ સમયે યથાઅવસરે તેઓ અનશનનો સ્વીકાર કરે છે. અંતે આલોચના, પ્રતિક્રમણ કરી, સમાધિ ભાવે પંડિત મરણને પ્રાપ્ત કરી, ઉત્કૃષ્ટ બારમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં વધુમાં વધુ રર સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે શ્રમણોપાસક આરાધક થઈને ઉત્કૃષ્ટ પંદર ભવથી અધિક ભ્રમણ કરતા નથી. એટલેકે પંદર ભવમાં મોક્ષ ગામી બને છે. નિગ્રંથ સુશ્રમણોની ગતિ:- શ્રમણ નિગ્રંથ શ્રેષ્ઠ ધર્મી, ધર્માનુરાગી, ધાર્મિક જીવન જીવવાવાળા હોય છે. ૧૮ પાપના સંપૂર્ણ ત્યાગી હોય છે. સાથે સાથે કરવું, કરાવવું, પકવવું, પકવાવવું, આરંભ, સમારંભ, કૂટવું, પીસવું, તેમજ તેઓ પર– પરિતાપકારી કૃત્યોના ત્યાગી હોય છે. સ્નાન, શરીરસુશ્રુષા, માળા, અલંકાર આદિ પ્રવૃત્તિઓના પણ તેઓ ત્યાગી હોય છે. તેઓ ઇન્દ્રિયોના વિષયો શબ્દ, રૂપ આદિના પૂર્ણ ત્યાગી હોય છે.
આવા અણગાર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ યુક્ત હોય છે. તેઓ ઇન્દ્રિયોને વશમાં રાખનારા, વિષયોમાં અનાસક્ત, નિયમઉપનિયમયુક્ત, બ્રહ્મચર્યનું પાલન કરનારા, નિર્મમત્વી, અકિંચન, ભાવગ્રંથીઓથી રહિત અને આશ્રવ રહિત હોય છે. કર્મ બંધથી રહિત હોય છે. તેઓ સૂત્રોક્ત રર ઉપમાઓના ગુણોથી યુક્ત હોય છે. શાસ્ત્ર આજ્ઞા ને જ સર્વસ્વ સમજી જીવનની માનસિક, વાચિક તથા કાયિક દરેક પ્રવૃત્તિ કરનારા હોય છે.
આ પ્રમાણે વિચરણ કરતા કેટલાક શ્રમણોને કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન થાય છે. તેઓ અનેક વર્ષો સુધી કેવળી પણે વિચરી અંતે ભક્ત પ્રત્યાખ્યાન, સંલેખના કરી, સંપૂર્ણ કર્મનો ક્ષય કરી મોક્ષ પદને પ્રાપ્ત કરે છે.
કેટલાક શ્રમણ જીવન પર્યત છદ્મસ્થ અવસ્થામાં જ વિચરણ કરે છે અને અંતિમ ક્ષણે સંથારો કરી તે સ્થિતિમાં જ કેવળજ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે.
જયારે કેટલાક શ્રમણ સંયમનું આરાધન કરી ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે, ત્યાં ૩૩ સાગરોપમનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. ત્યાંથી ચ્યવી તેઓ એક ભવ મનુષ્યનો કરી સિદ્ધ(મુક્ત) થાય છે. ધર્મના આરાધક શ્રમણ-શ્રમણોપાસક જઘન્ય પહેલા દેવલોકમાં બે પલ્યની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. ધર્મના વિરાધક અહીં વર્ણવેલા બધાજ જઘન્ય ભવન- પતિ તથા વ્યંતરમાં દસ હજાર વર્ષની સ્થિતિએ ઉત્પન્ન થાય છે, તેમજ અન્ય ત્રણ ગતિમાં પણ જાય છે. તેમાંના (ફકત)ક્રિયાના વિરાધક વૈમાનીક દેવ નથી થતાં, વૈમાનીક દેવી થઈ શકે છે. તથા જયોતિષચક્ર સુધીનાં દેવ થાય
ધર્મના વિરાધક અને ક્રિયાના વિરાધક જે જીવો વ્રતપ્રત્યાખ્યાનમાં દોષ લગાડે છે, વારંવાર વ્રત લઈને ભંગ કરે છે. સંયમ લઈ શિથિલ આચાર પાળે છે પરંતુ શ્રધા અને પ્રરૂપણા શુધ્ધ રાખે છે. જિનેશ્રવર ધર્મથી વિપરિત શ્રધા અને પ્રરુપણા કરતાં નથી તેઓ ક્રિયાના વિરાધક અને અપેક્ષાએ ઓછા દોષિત છે કારણ કે તેમના ઉપદેશથી અન્ય જીવો ગેરમાર્ગે દોરવાતા નથી .(અશુધ્ધ આચરણથી અશુધ્ધ મૂક પ્રવચનતો થાયજ છે.) પણ જેઓ જિનેશ્રવર ધર્મથી વિપરિત શ્રધા અને પ્રરૂપણા કરે છે તેઓ મહાદોષિ છે. અને ધર્મના વિરાધક કહેવાય છે. તેઓ ત્રિયંચ ગતિમાં પણ જઈ શકે છે.