________________
આગમચાર– ઉતરાર્ધ
12 (૧૮) નિન્યવોની ઉત્પત્તિ - જે શ્રમણ નિગ્રંથ ધર્મમાં પ્રવ્રજિત થયા બાદ અહંભાવમાં આવી તીર્થંકરના સિદ્ધાંતોની ઉપેક્ષા કરી વિપરીત પ્રરૂપણા કરે છે; કુતર્ક અને બુદ્ધિ બળથી અભિનિવેષિક મિથ્યાત્વને પુષ્ટ કરે છે; સાથે બીજાને પણ અસત્ પ્રરૂપણાથી ભાવિત કરે છે; મિથ્યામતમાં જોડે છે. તેઓ બાહ્યાચારથી શ્રમણ પર્યાયમાં હોય છે તેવા સાધક વિશુદ્ધ દ્રવ્ય શ્રમણાચારનું પાલન કરી (મિથ્યાત્વ ભાવો હોવા છતાં) ઉત્કૃષ્ટ નવગ્રેવેયકમાં ૩૧ સાગરોપમનું આયુષ્ય પ્રાપ્ત કરે છે.
- વર્તમાનમાં ૨૪મા તીર્થંકરના શાસનમાં ૭ નિન્દવ થયા. (૧) જમાલી (૨) તિષ્યગુપ્તાચાર્ય (૩) અષાઢાચાર્યના શિષ્ય (૪) અશ્વમિત્ર (૫) ગંગાચાર્ય (૬) રોહગુપ્ત (૭) ગોષ્ઠામાહિલ – તેઓએ જિનોક્ત, આગમોક્ત સિદ્ધાંતોની વિપરીત પ્રરૂપણા કરી હતી. તે સાત નિહોનું વિવરણ આ પ્રમાણે છે(૧) બહુરતવાદ – ઘણા સમય પછી કાર્ય પૂર્ણ થાય છે. કરતાં ને કર્યું ન કહેવાય, આ વિચારધારા જમાલીની હતી. તેઓ ભગવાન મહાવીરના જમાઈ હતા, વૈરાગ્યભાવે દીક્ષિત થયા. તેઓએ એક વખત સ્વતંત્ર વિહરવાની ભગવાન પાસે આજ્ઞા માગી, ભગવાને મૌન રાખ્યું છતાં ૫00 શ્રમણોને લઈ વિહાર કર્યો. તેમણે કઠોર આચાર અને તપશ્ચર્યા કરી. શ્રાવસ્તી નગરીમાં જમાલીને પિત્તજવરની પીડા થઈ, અસહ્ય વેદના થઈ, પથારી કરવા સાધુઓને નિર્દેશ કર્યો. તેમને એક એક પળ પણ ભારે થવા લાગી. સાધુઓને પૂછયું– પથારી તૈયાર છે? જવાબ મળ્યો– પથારી થઈ રહી છે, થઈ નથી. આ સાંભળી તેમણે વિચાર કર્યો કે એક સમયમાં કાર્ય નિષ્પન્ન થતું નથી. ભગવાને કહ્યું છે કે “કરતા તે કર્યું” તેમ કહેવું, તે મોટી ભૂલ છે. વેદના શાંત થયા છતાં તે પોતાના વિચારને છોડી ન શકયા. જમાલી ભગવાન સમીપે ગયા. તેમણે ભગવાન મહાવીર તથા ગૌતમ સ્વામી સાથે વાર્તાલાપ કર્યો. જમાલી એ જીદ ન છોડી અને જુદા થઈ ગયા. કેટલાક શિષ્યો તેમની સાથે ગયા તો કેટલાક ભગવાનની પાસે જ રહ્યા. આ ઘટના ભગવાનના કેવળજ્ઞાન પ્રાપ્તિના ૧૪ વર્ષ પછી થઈ. (૨) જીવપ્રાદેશિકવાદઃ- એક પ્રદેશ પણ ઓછો હોય તો જીવ જીવત્વયુક્ત કહેવાતો નથી. અંતિમ પ્રદેશથી પૂર્ણ હોય ત્યારે જ જીવ, જીવ કહેવાય છે. તેથી તે એક પ્રદેશ જ જીવ છે આ સિદ્ધાન્તના પ્રવર્તક તિષ્યગુપ્તાચાર્ય હતા. તે ભગવાનના મોક્ષગમન પછી ૧૬ વર્ષ થયા. (૩) અવ્યક્તવાદ – સાધુ આદિના સંદર્ભમાં આખુંય જગત અવ્યક્ત છે. અમુક સાધુ છે કે દેવ, કંઈ કહી શકાતું નથી. તેના પ્રવર્તક આચાર્ય આષાઢના શિષ્યો મનાય છે. આચાર્ય આષાઢ શ્વેતાંબિકા નગરીમાં હતા. શિષ્યોને યોગ સાધના શીખવાડી રહ્યા હતા. અચાનક તેમનો દેહાંત થયો, દેવ બન્યા. શિષ્યોનો અભ્યાસ અટકે નહી તેથી મૃત શરીરમાં તે દેવે પન: પ્રવેશ કર્યો જ તે ક્રિયા થઈ ગઈ. કોઈને આ ઘટનાનો ખ્યાલ ન રહ્યો. શિષ્યોને અભ્યાસ કરાવી દેવરૂપે દેહમાંથી નીકળ્યા. શ્રમણોને બધી. પરિસ્થિતિ કહી ક્ષમાયાચના કરી કે દેવરૂપ અસંયત હોવા છતાં મેં સંયતાત્માઓને વંદન કરાવ્યા. તેમ કહી પોતાના સ્થાને ચાલ્યા ગયા. શ્રમણોના ચિત્તમાં સદાય સંદેહ રહ્યો કે કોણ દેવ ને કોણ સાધુ? તે અવ્યક્ત છે. તેથી તેઓ શ્રમણ વ્યવહાર છોડી દુરાગ્રહમાં ફસાયા. તેમ વીર નિર્વાણ પછી ૧૧૪ માં વર્ષે આ મત ચાલ્યો. (૪) સામુચ્છેદિક વાદ:- કૌડિલ નામના આચાર્ય હતા. તેમના શિષ્ય અશ્વમિત્ર હતા. શિષ્યને પૂર્વનું જ્ઞાન શીખવાડી રહ્યા હતા. પર્યાય સ્વરૂપનું પ્રકરણ ચાલી રહ્યું હતું. પ્રથમ સમયના નારક સમુચ્છિન્ન થશે પછી બીજા સમયના નારક સમુચ્છિન્ન થશે. દ્રવ્યની. અપેક્ષાએ તે જ નારક જીવ તે સમયની પર્યાયમાં રહેશે તેમણે તે સમય પર્યાયાત્મક દ્રષ્ટિથી જ સમુચ્છિન્નતાનું કથન કર્યું હતું પણ અશ્વમિત્રે તે પકડી લીધું કે “નારક આદિ ભાવોનો એકાંતે પ્રતિક્ષણ સમુચ્છેદ, વિનાશ થતો રહે છે.” તેમણે આ પ્રરૂપણા વીર નિર્વાણ પછી ૨૨૦ વર્ષે ચાલુ કરી. (૫) સૈક્રિય વાદ - શીતલતા અને ઉષ્ણતા આ બે ક્રિયાની અનુભૂતિ એક જ સમયે એક વ્યક્તિને થાય છે આ ઐક્રિયવાદ છે.
ચાર્ય તેના પ્રવર્તક હતા. ગંગમનિ ધનગપ્તના શિષ્ય હતા. તે એક વખત પોતાના ગુરુની સેવામાં જઈ રહ્યા હતા, માર્ગમાં ઉલ્લકા નદીના પાણીમાં ચાલીને નદી પાર કરી રહ્યા હતા. માથા ઉપર સૂર્યના તાપથી ઉષ્ણતા અને પગમાં પાણીની શીતળતાનો અનુભવ થઈ રહ્યો હતો. ગંગમુનિ વિચારવા લાગ્યા– આગમોમાં બતાવ્યું છે કે એક સાથે બે ક્રિયાની અનુભૂતિ થતી નથી પણ હું તો પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. ભગવાનના નિર્વાણ બાદ ૨૨૮ વર્ષ પછી આ નિન્દવ થયા. આગમ તત્વ એ છે કે એક જીવને એક સાથે બે ક્રિયાનો અનુભવ થઈ શકે છે પરંતુ એક સૂમ સમયમાં જીવને એક જ ઉપયોગ હોય છે.
શિક વાદ:- જીવ, અજીવ, નજીવ(જીવ પણ નહી અને અજીવ પણ નહીં) એવો ઐરાશિકવાદ આચાર્ય રોહગપ્લે સ્વીકાર્યો હતો. તે અંતરંજિકા નામની નગરીમાં આચાર્ય શ્રીગુપ્તની સેવામાં જઈ રહ્યા હતા, રસ્તામાં પોટ્ટશાલ પરિવ્રાજક પોતાની વિદ્યાઓનો ચમત્કાર બતાવી રહ્યો હતો. તે વાદ કરવા બધાને આમંત્રણ આપી રહ્યો હતો. રોહગુખે આમંત્રણનો સ્વીકાર કર્યો. પોટ્ટશાલ વૃશ્ચિકી, સર્પિણી, મૂષિકી, વિદ્યાઓનો સાધક હતો. તેમણે ચાલાકી કરી. અને રોહગુપ્તના સિદ્ધાંતોને જ માન્ય કરી બતાવ્યું કે રાશિ બે છેજીવ, અજીવ. રોહગુપ્ત ખંડન ન કરી શકે તે હેતુએ જ તેણે આમ કહ્યું હતું. રોહગુપ્ત પણ બે રાશિ જ માનતા હતા. પણ પોશાલની વાત માની લેવાથી પરાજિત થવું પડે તેથી વિરોધ કરતા સાથે કહ્યું– જગતમાં રાશિ ત્રણ છે– જીવ, અજીવ, નોજીવ અજીવ. આ પ્રઢપણા તર્કની સાથે સિદ્ધ કરી વિજયી થયા. ગુરુદેવ શ્રીગણે આ તર્કને અમાન્ય કર્યો. તેમને પનઃ રાજસભ કરવાનું કહ્યું. પણ હવે તો પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઉભો થયો. તેમણે ગુરુ આજ્ઞાનું પાલન ન કર્યું. ત્યારથી ત્રિરાશિકવાદ શરૂ કર્યો. વીર નિર્વાણના ૫૪૪ વર્ષ પછી આ નિતવ થયા. (૭) અબદ્ધિકવાદ – “કર્મ જીવની સાથે બંધાતા નથી પણ કંચુકની જેમ સ્પર્શમાત્ર કરી સાથે લાગ્યા રહે છે.” ગોષ્ઠામાહિલ આ મતના પ્રવર્તક હતા. દુર્બલિકા પુષ્યમિત્ર આર્યરક્ષિતના ઉત્તરાધિકારી હતા, વિનધ્ય નામના શિષ્યને કર્મપ્રવાદના બંધઅધિકારનો
hવી રહ્યા હતા કે જેવી રીતે દિવાલ ઉપર ભીની માટીના ગોળાને ફેંકવાથી ચીટકી જાય છે તેવી જ રીતે કેટલાક કર્મ આત્માની સાથે ચીટકી જાય છે. સૂકી માટીના ગોળાને દિવાલ ઉપર ફેંકતા દિવાલનો સ્પર્શ કરી નીચે પડી જાય છે, તેવી રીતે કેટલાક કર્મ સ્પર્શ માત્ર જ કરે છે, ગાઢરૂપે બંધાતા નથી. ગોષ્ઠામાહિલે આ કથન સાંભળ્યું તો અપેક્ષાની ઉપેક્ષા કરી