________________
10
આગમચાર– ઉતરાર્ધ મૂળ, કંદ, ત્વચા, પત્ર, પુષ્પ, ફળ, બીજનો આહાર કરનારા, નીચે પડેલા મૂળ, કંદાદિ મળે તો જ એનો આહાર કરનારા, પંચાગ્નિ તાપથી શરીરને આતાપના દેવાવાળા.
આવા સાધક વિવિધ પ્રકારના નિયમ યુક્ત વાનપ્રસ્થ પર્યાયનું પાલન કરવાવાળા ઉત્કૃષ્ટ જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમનું ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમનું આયુષ્ય હોય છે. તેઓ પણ બાલ ભાવ અને અજ્ઞાન દશામાં હોવાના કારણે અર્થાત્ શુદ્ધ નિર્વધ ધર્મને ન સમજવાથી, ધર્મના આરાધક ન હોવાથી તેમનો દેવભવ પણ મોક્ષ હેતુક થતો નથી, સંસા ભ્રમણ રૂપ જ હોય છે. (૧૦) કાંદપિક શ્રમણોની ગતિઃ જે શ્રમણ પ્રવ્રજિત થઈને વિવિધ હાંસી-મજાકમાં ઉટપટાંગ આલાપ-સંલાપમાં, ભાંડ જેવી ચેષ્ટા કરનારા, અન્યને હસાવનારા, ગાન યુક્ત ક્રિીડામાં અને નૃત્યવૃત્તિમાં વિશેષ અભિરૂચિ રાખી પ્રવૃત્ત થાય છે અને તેમાં જ આનંદ માનતા રહે છે. આ પ્રકારે મોહરૂપ અને મોહવર્ધન દશામાં રહેતા થકા આલોચના-પ્રતિક્રમણ ન કરવાથી તે વિરાધક થાય છે. પ્રથમ સૌધર્મ દેવલોકમાં કાંદપિંક હાસ્યપ્રિય અને નોકર દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિ મેળવે છે. (૧૧) પરિવ્રાજકોની ગતિ :- પરિવ્રાજકોના અનેક પ્રકાર હોય છે. (૧) પચ્ચીસ તત્વોને માનનારા અને અનાત્મવાદી, અનીશ્વરવાદી, સાંખ્ય મતાવલંબી(પાંચ મહાભૂત, અગિયાર ઇન્દ્રિય, પાંચ તન્માત્રાઓ, પુરુષ, પ્રકૃતિ, બુદ્ધિ, અહંકાર આ પચીસ તત્ત્વ માનનારા) (૨) હઠ યોગ અનુષ્ઠાતા યોગી (૩) મહર્ષિ કપિલના મતાવલંબી (૪) ભૃગુઋષિની પરંપરાના અનુયાયી ‘ભાર્ગવ' (૫) ગુફા, પર્વત, આશ્રમ, દેવસ્થાનમાં રહેનારા, માત્ર ભિક્ષા હેતુએ વસ્તીમાં જનારા “હંસ પરિવ્રાજક' (૬) નદીના તટે અથવા નદીના સંગમ સ્થાને રહેતા “પરમહંસ', મૃત્યુ સમયે વસ્ત્ર, ઘાસ આદિનો પણ ત્યાગ કરી દેનારા (૭) ગામમાં એક રાત અને શહેરમાં પાંચ રાત રહી પ્રાપ્ત ભોગોનો સ્વીકાર કરનારા બહૂદક' (૮) ગૃહસ્થ અવસ્થામાં રહેતા થકા ક્રોધ, લોભ, મોહ અને અહંકારનો ત્યાગ કરનારા કુટીવ્રતી યા કુટીચરી (૯) નારાયણમાં ભક્તિશીલ પરિવ્રાજક – “કૃષ્ણ પરિવ્રાજક' તથા આઠ બ્રાહ્મણ પરિવ્રાજક અને આઠ ક્ષત્રિય પરિવ્રાજક છે. આઠ બ્રાહ્મણ પરિવ્રાજક- કર્ણ, કરકંડ, અંબડ, પારાશર, કૃષ્ણ, દ્વિપાયન, દેવગુપ્ત, નારદ. આઠ ક્ષત્રિય પરિવ્રાજક- શીલધી, શશિધર, નગ્ન, ભગ્નક, વિદેહ, રાજરાજ, રાજરામ, બલ.
આ પરિવ્રાજક ચાર વેદ, ઇતિહાસ, નિઘંટુ, છ અંગોમાં નિષ્ણાત, વ્યાકરણ, જ્યોતિષ આદિ બ્રાહ્મણ યોગ્ય શાસ્ત્રો, ગ્રંથોમાં સુપરિપક્વ જ્ઞાન યુક્ત હોય છે. જ આ પરિવ્રાજક દાનધર્મની અને સ્વચ્છતામૂલક ધર્મની પ્રરૂપણા વિશ્લેષણ કરી યુક્તિપૂર્વક સમજાવે છે. તેઓ એવું કથન કરે છે કે દરેક વસ્તુને માટી અને પાણીથી શુદ્ધ કરી પવિત્ર બનાવાય છે. સ્નાનાદિથી દેહને પવિત્ર બનાવી આપણે આપણા મતાનુસાર સ્વર્ગગામી થઈશું. (૧૨) પરિવ્રાજકોની આચાર પ્રણાલી - (૧) વાવડી, તળાવ, નદી આદિમાં પ્રવેશ ન કરવો, માર્ગમાં વચ્ચે આવી જાય તો છૂટ (૨) વાહનોનો પ્રયોગ ન કરવો. (૩) હાથી, ઘોડા, ગધેડા, આદિની સવારીનો પણ ત્યાગ, પરવશતા તથા બલજબરી નો આગાર. (૪) બધા પ્રકારના ખેલ, નૃત્ય, કુતૂહલ, મનોરંજન, વિણા, વાજિંત્ર અને દર્શનીય સ્થળો કે પદાર્થોને જોવા સાંભળવા કલ્પતા નથી. (૫) લીલી વનસ્પતિનો સ્પર્શ કરવો, તોડવી, કચડવી, પાંદડા, શાખા આદિને ઊંચા- નીચા કરવા, વાળવા અકલ્પનીય છે. (૬) બધા જ પ્રકારની વિકથાઓ, હાનિપ્રદ વિકથા કરવી કલ્પતી નથી. (૭) તુંબડા, લાકડા તથા માટી આ ત્રણ સિવાયના અન્ય પ્રકારના પાત્ર કે પાત્રબંધન રાખવા કલ્પતા નથી. (૮) વીંટીથી લઈ ચૂડામણી પર્યત કોઈ પણ પ્રકારના આભૂષણ પહેરવાનો નિષેધ. (૯) ભગવા રંગના વસ્ત્ર સિવાય કોઈપણ રંગના વસ્ત્ર કલ્પતા નથી. (૧૦) કનેર(કરણ)ના ફૂલની માળા સિવાય બીજી કોઈપણ માળા ન વાપરવી. (૧૧) ગંગાની માટી સિવાય કોઈપણ જાતના ચંદન કે કેસરનો લેપ કરવો કલ્પતો નથી. (૧૨) પરિવ્રાજકોને પીવા માટે એક શેર પાણી અને હાથ, પગ, પાત્રાદિ ધોવા ચાર શેર(કિલોલીટર) પાણી ગ્રહણ કરવું કહ્યું છે. તે પણ સ્વચ્છ, નિર્મળ, વહેતું તથા ગાળેલું પાણી લેવું કહ્યું છે. તે જળ પણ કોઈ ગૃહસ્થ આપે તો જ લે, જાતે લઈ શકતા નથી.
આ પ્રકારના આચારનું પાલન કરતા થકા તે ઉત્કૃષ્ટ પાંચમાં દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની દસ સાગરોપમની. સ્થિતિ હોય છે. શુદ્ધ, નિષ્પાપ ધર્મથી અનભિજ્ઞ, અજ્ઞાત હોવાથી તેઓ ધર્મના આરાધક થતા નથી. (૧૩) અંબડ પરિવ્રાજકના શિષ્ય – બ્રાહ્મણ પરિવ્રાજકોમાં અંબડનું કથન છે. તે અંબડની કથા આ પ્રમાણે છે– અંબડ પરિવ્રાજકના ૭00 શિષ્ય હતા. એકદા વિચરણ કરતા થકા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો સમાગમ થયો. નિગ્રંથ પ્રવચનનું શ્રવણ કરી બાર વ્રત ધારણ કરવાની રુચિ જાગી. ભગવાને તેમને શ્રાવકના બાર વ્રત આદરાવ્યા. આથી અંબડ પરિવ્રાજક નિગ્રંથ પ્રવચનનો સ્વીકાર કરી શ્રાવકધર્મનું પાલન કરતા થકા પરિવ્રાજક પર્યાયમાં વિચરણ કરવા લાગ્યા. છતાં શ્રાવક વ્રતની આરાધનામાં કોઈ રુકાવટ ન આવી. કયારેક અંબડ પરિવ્રાજક એકલા પણ વિચરતા હતા.
એક વખત એબડના ૭00 શિષ્યોએ કંપિલપુરથી પુરિમતાલ નગર તરફ પ્રસ્થાન કર્યું. ત્યારે સાથે લીધેલું પાણી વચ્ચે જ પૂરું થઈ ગયું. જેઠ મહિનાની સખત ગરમી હતી. બધા તૃષાથી સંતપ્ત હતા. શોધ કરવા છતાં સંયોગવશાત્ પાણી દેનારા કોઈ ન મળ્યા. બધાનો અફર નિર્ણય હતો કે આપત્કાળમાં પણ અદત્ત ગ્રહણ ન કરવું. તેઓ ગંગા નદીની નજીક પહોંચી ગયા. ગરમીના કારણે મનુષ્યનું આવાગમન બંધ હતું. અંતે બધાએ ગંગાની રેતીમાં પાદોપગમન સંથારો લેવાનો નિર્ણય કર્યો.
તેમણે પોતાના ભંડોપકરણ– વસ્ત્રપાત્રાદિ ૧૪ ઉપકરણોનો ત્યાગ કર્યો. તેઓએ રેતીમાં જ પલ્યકાસને બેસી બંને હાથ જોડી સિદ્ધ ભગવાનને નમોત્થણંના પાઠથી વંદના કરી. ત્યાર પછી બીજી વખત નમોત્થણના પાઠથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન કર્યા. ત્યાર પછી પોતાના ધર્મગુરુ ધર્માચાર્ય અંબડ સંન્યાસીને ભાવપૂર્વક વંદન કર્યા.