Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 8
________________ આગમસાર– ઉતરાર્ધ 8 ધર્મદેશનાનો પ્રકાર– આ સમસ્ત સંસાર એક લોક છે. તેની બહાર અલોકનું અસ્તિત્વ છે. આ પ્રમાણે જીવ, અજીવ, બંધ, મોક્ષ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, વેદના, નિર્જરા આદિ તત્ત્વ છે. તીર્થંકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, નૈયિક(નરક), તિર્યંચયોનિક જીવ, માતા, પિતા, ઋષિ, દેવ, દેવલોક, સિદ્ધિ, સિદ્ધ, પરિનિર્વાણ, પરમશાંતિ, પરિનિવૃત્ત આ બધાનું લોકમાં અસ્તિત્વ છે. પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરપરિવાદ, રતિ—અતિ, માયામૃષા, મિથ્યા દર્શન શલ્ય આ અઢાર પાપ છે. પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ, પરિગ્રહ વિરમણ; ક્રોધથી વિરત, માનથી વિરત, માયાથી વિરત, લોભથી વિરત, રાગથી વિરત, દ્વેષથી વિરત, કલહથી વિરત, અભ્યાખ્યાનથી વિરત, વૈશુન્યથી વિરત, પરપરિવાદથી વિરત, રતિ–અરતિથી વિરત, માયામૃષાથી વિરત અને મિથ્યા દર્શન શલ્ય વિવેક; આ અઢાર પાપથી નિવૃત્તિ પણ લોકમાં જ છે. બધા પદાર્થોમાં અસ્તિભાવ પોતપોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી છે અને નાસ્તિ ભાવ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,ભાવની અપેક્ષાએ છે. છતાં એ બધા પોતપોતાના સ્વરૂપમાં છે. દાન, શીલ, તપ આદિ ઉત્તમ કર્મ ઉત્તમ ફળ દેનારા છે. પાપમય કર્મ દુ:ખમય ફળ દેનારા છે. જીવ પુણ્ય પાપનો સ્પર્શ કરે છે, બંધ કરે છે. જીવ જન્મ લે છે. સંસારી જીવોને જન્મ-મરણ છે. શુભકર્મ અને અશુભકર્મ બન્ને ફળયુક્ત છે, નિષ્ફળ જતા નથી. નિગ્રંથ પ્રવચનનું મહાતમ્ય :– આ નિગ્રંથ પ્રવચનમય ઉપદેશ સત્ય છે, અનુત્તર છે, કેવલી દ્વારા ભાષિત અદ્વિતીય છે, સર્વથા નિર્દોષ છે, પ્રતિપૂર્ણ છે, ન્યાયયુક્ત છે, પ્રમાણથી અબાધિત છે, માયાદિ શલ્યોનો નિવારક છે, સિદ્ધિનો માર્ગ–ઉપાય છે, મુક્તિ-કર્મ ક્ષયનો હેતુ છે, નિર્માણ-પારમાર્થિક સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ છે, નિર્વાણપદને માટે જન્મ-મરણના ચક્રરૂપ સંસારથી પ્રસ્થાન કરવાનો આ જ માર્ગ છે, વાસ્તવિક, પૂર્વાપર વિરોધથી રહિત અર્થાત્ કુતર્કોથી અબાધિત છે, વિચ્છેદ રહિત છે અને બધા દુઃખોને ક્ષીણ કરવાનો સાચો શ્રેષ્ઠ માર્ગ છે. તેમાં સ્થિર થયેલા જીવ સિદ્ધિ—સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે, કેવળ જ્ઞાની થાય છે, જન્મ મરણથી મુક્ત થાય છે, પરમ શાંતિમય થઈ જાય છે, બધા દુઃખોનો અંત કરે છે. જેને એક જ મનુષ્ય ભવ ધારણ કરવાનો બાકી રહ્યો છે તેવા નિગ્રંથ પ્રવચનના આરાધક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ અત્યંત વિપુલ ઋદ્ધિથી પરિપૂર્ણ લાંબા આયુષ્ય− વાળા દેવ થાય છે, જે અસાધારણ રૂપવાળા હોય છે. જીવ ચાર કારણે નરકનો બંધ કરે છે – (૧) મહાઆરંભ (૨) મહાપરિગ્રહ (૩) પંચેન્દ્રિય વધ (૪) માંસભક્ષણ. જીવ ચાર કારણે તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે– (૧) માયાપૂર્ણ આચરણ (૨) અસત્ય ભાષણ યુક્ત માયાચરણ (૩) ઉત્કંચનતા(ધૂર્તતા) (૪) વંચકતા (ઠગાઈ). જીવ ચાર કારણે મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થાય છે (૧) પ્રકૃતિની ભદ્રતા (૨) પ્રકૃતિની વિનીતતા (૩) કરુણાશીલતા (૪) ઈર્ષાનો અભાવ. જીવ ચાર કારણે દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. (૧) સરાગ સંયમ (૨) સંયમાસંયમ (૩) અકામ નિર્જરા (૪) બાલ તપ. નરકમાં જનારા નારકી વિવિધ દુઃખમય વેદના પામે છે. તિર્યંચમાં જીવો શારીરિક, માનસિક સંતાપ પ્રાપ્ત કરે છે. મનુષ્ય જીવન અનિત્ય છે; વ્યાધિ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ અને વેદના આદિ કષ્ટોથી વ્યાપ્ત છે. દેવલોકમાં દેવ ઋદ્ધિ અને અનેક દૈવિક સુખો પ્રાપ્ત કરે છે. આ પ્રકારે ચારગતિ, સિદ્ઘ તથા છ જીવનિકાયના જીવો અલગ-અલગ છે. કેટલાક જીવ કર્મબંધ કરે છે. કોઈ તેનાથી મુક્ત થાય છે. કોઈ કલેશ પામે છે. પણ અનાસક્ત રહેનારી કેટલીક વ્યક્તિ દુઃખોનો અંત કરે છે. આર્તધ્યાનથી પીડિત ચિત્તવાળા જીવ દુઃખ પ્રાપ્ત કરે છે. વૈરાગ્યને પ્રાપ્ત કરનારા જીવ કર્મ દલનો નાશ કરે છે. રાગ સહિત કરવામાં આવેલા કર્મોનો વિપાક પાપપૂર્ણ હોય છે. ધર્માચરણ દ્વારા સંપૂર્ણ કર્મોથી રહિત થતાં જ જીવ સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. ધર્માચરણના બે પ્રકાર છે– (૧) આગાર ધર્મ (૨)અણગારધર્મ. અણગાર ધર્મમાં માનવ સંપૂર્ણ રૂપે, સર્વાત્મભાવથી સાવધકર્મોનો પરિત્યાગ કરી, મુંડિત થઈ મુનિ અવસ્થામાં પ્રવ્રુજિત થાય છે. સંપૂર્ણ પણે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ તથા રાત્રિભોજનથી વિરત થાય છે. આ અણગારનો સામાયિક સંયમ ધર્મ છે. આ ધર્મની શિક્ષામાં ઉપસ્થિત થઈ આગમ પ્રમાણની પ્રમુખતાથી પ્રવૃત્તિ કરનારા સાધુ-સાધ્વી આરાધક થાય છે. આગાર ધર્મના ૧૨ પ્રકાર છે– ૫ અણુવ્રત ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત. પાંચ અણુવ્રત :— સ્થૂલ પ્રાણાતિપાતનો ત્યાગ, સ્થૂલ મૃષાવાદનો ત્યાગ, સ્થૂલ અદત્તાદાનનો ત્યાગ, સ્વદાર સંતોષ અને ઇચ્છા પરિમાણ. ત્રણ ગુણવ્રત :– દિશાઓમાં જવાની મર્યાદા, ઉપભોગ પરિભોગનું પરિમાણ તથા અનર્થદંડ વિરમણ. ચાર શિક્ષાવ્રત :– સામાયિક, દેશાવગાસિક(દૈનિક પ્રવૃત્તિઓમાં નિવૃત્તિભાવની વૃદ્ધિનો અભ્યાસ), પૌષધ, અતિથિ સંવિભાગ. અંતિમ સમયે સંલેખના– આમરણ અનશન કરી આરાધના પૂર્વક દેહ ત્યાગ કરવો, શ્રાવક જીવનની સાધનામાં મનોરથ છે. આ આગાર સામાયિક ધર્મ છે. આ ધર્મના અનુસરણમાં પ્રયત્નશીલ આગમ આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરનારા શ્રાવક-શ્રાવિકા આજ્ઞાના આરાધક થાય છે. આ પ્રમાણે સિદ્ધાંતોનું કથન, આચારધર્મ, ચારગતિ બંધ, અઢાર પાપનો ત્યાગ, શ્રાવકવ્રત, સાધુવ્રત તથા મુક્તિગમન સુધીનું પૂર્ણ અને વિસ્તૃત વિશ્લેષણ યુક્ત ભગવાનનું પ્રવચન સદાય મનનીય છે. ૨૨. પરિષદ વિસર્જન । :– વિશાળ માનવ પરિષદે શ્રમણ ભગવાન મહાવીરની ધર્મદેશના સાંભળી. તેમાંથી કેટલાક હળુકર્મી જીવોએ દીક્ષા અંગીકાર કરી તો કેટલાકે શ્રાવકના બાર વ્રતો સ્વીકાર્યા. શેષ પરિષદમાંથી કેટલાકે ભગવાનને વંદન–નમસ્કાર કર્યા અને કહ્યું કે— “આપ દ્વારા સારી રીતે કહેવાયેલું, સુભાષિત, સુવિનીત, સુભાવિત, નિગ્રંથ પ્રવચન શ્રેષ્ઠ છે. આપે ધર્મની વ્યાખ્યા કરતાં જે વિશ્લેષણ કરી સમજાવ્યું, વિરતિ અથવા નિવૃત્તિનું નિરૂપણ કર્યું, પાપકર્મ ન કરવાનું વિવેચન કર્યું; આ પ્રમાણે ઉપદેશ બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણ આપી ન શકે.’’ આ પ્રમાણે કહી ક્રમશઃ પરિષદનું વિસર્જન થયું. ત્યાર પછી કુણિક રાજા આસનથી ઉઠ્યા, ત્રણ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 292