Book Title: Agamsara Uttararddha Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others Publisher: Tilokmuni View full book textPage 7
________________ આગમસાર jainology II આગમ ભણતા, ભણાવતા કોઈ શંકાનું સમાધાન કરતા, તો કોઈ સ્વાધ્યાયનું પુનરાવર્તન કરતા, કોઈ ચિંતન-મનન કરતા, તો કોઈ વિવિધ ધર્મકથા કરતા. જ્યારે કેટલાક શ્રમણો સ્થિર થઈ ધ્યાન ધરતા હતા. તેઓ સંસારને મહા સમુદ્રની ઉપમાવાળો સમજી તેના ભવભ્રમણ રૂપ ભયથી ઉદ્વિગ્ન થઈ વિરક્ત ભાવમાં લીન રહેતા. તેઓ સંયમ–તપને ધર્મનૌકા સમજી તેના દ્વારા આત્માની સમ્યફ રીતે રક્ષા કરતા થકા મોક્ષ પ્રાપ્તિના હેતુએ સમ્યફ પરાક્રમ કરતા હતા. ૧૭. સમવસરણમાં દેવોનું આગમન – ચંપાનગરીના પૂર્ણભદ્ર ચેત્યમાં ભગવાન સમોસર્યા. ભવનપતિ અસુરકુમારદેવો પોતાની ઋદ્ધિ સંપદા અને દિવ્યરૂપે ભગવાનની સેવામાં પહોંચ્યા. તેમણે ભગવાનને ત્રણ વખત આદક્ષિણા પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક હાથ જોડી પર્યાપાસના કરવા લાગ્યા. નાગકુમાર આદિ શેષ નવનિકાયના દેવો પણ સમવસરણમાં આવ્યા. તેવી જ રીતે પિશાચ, ભૂતાદિ અને આણપનક આદિ વ્યંતરદેવો આવી પર્યાપાસના કરવા લાગ્યા. બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનિશ્ચર, રાહુ, ધૂમકેતુ, બુધ એવં અંગારક તથા અન્ય ગ્રહ, નક્ષત્ર, તારા, ચલ અચલ બધા. પ્રકારના જ્યોતિષી દેવો સમવ- સરણમાં આવ્યા. સૌધર્મ, ઈશાન આદિ ૧૨ દેવલોકના વૈમાનિક દેવ પોતાની ઋદ્ધિ, સંપદા, ધુતિથી યુક્ત પોતપોતાના વિમાનોથી આવ્યા અને વંદન-નમસ્કાર કરી વિનય– ભક્તિ સહિત પર્યાપાસના કરવા લાગ્યા અર્થાત્ ઉપદેશ સાંભળવા માટે બેસી ગયા. આ બધા દેવોની સાથે તેમની દેવીઓ પણ સમવસરણમાં આવી ઉપરોક્ત વિધિપૂર્વક બેસી દેશના સાંભળવા લાગી. ૧૮. જનસમુદાયનું સમવસરણમાં આગમન – ચંપાનગરીના ત્રિભેટે, ચોટે, ધારે તેમજ ગલીઓમાંથી મનુષ્યનો કોલાહલ થઈ રહ્યો. હતો. એકબીજા પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા કે- દેવાનુપ્રિય! ધર્મના પ્રરૂપક ભગવાન મહાવીર રામાનુગ્રામ વિચરણ કરતા થકાં આપણા ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા છે, સમવસૃત થયા છે. માટે હે દેવાનુપ્રિયો ! જે ભગવાનનું નામ સાંભળવું હિતકારી છે, તેની સન્મુખ જવું, દર્શન કરવા, વંદન-નમસ્કાર કરી ભગવદ્વાણીનો લાભ લેવો, પર્થપાસના કરવી; ખરેખર મહાભાગ્યની વાત છે ! તે મહાપ્રભુ મંગલ છે, તીર્થરૂપ છે, કલ્યાણકર છે, દેવરૂપ છે; ચાલો તેમની પર્યુપાસના કરીએ. આપણા ભવોભવના સંચિત કર્મ ક્ષય થશે; આપણને મોક્ષ લાભ મળશે. આવું વિચારી બધા સજજનો નિત્ય ક્રિયાથી નિવૃત્ત થઈ ઉત્તમ વસ્ત્રાલંકારથી યુક્ત થયા. આરક્ષક અધિકારી, તેમના પુત્રાદિ, રાજાનો મંત્રીવર્ગ, પરામર્શ મંડલના સદસ્યો, ક્ષત્રિયો, રાજકર્મચારીઓ, બ્રાહ્મણો, ભાટવર્ગ, યોદ્ધાઓ; લિચ્છવીવંશી, મલ્હવી વંશી, ઇક્વાકુવંશી, કુરુવંશી, સૈનિકો, મલ્લ, ગણરાજ્યના સદસ્યો, ઐશ્વર્યશાળી, પ્રભાવશાળી પુરુષો, વિશિષ્ટ નાગરિકો, જાગીરદારો, શ્રેષ્ઠીઓ, શેઠ, સેનાપતિઓ અને સાર્થવાહોએ નિર્ણય કર્યો કે આપણે ભગવાનની સમક્ષ જઈ વંદન-નમસ્કાર કરી, ઉપાસના કરીએ; વ્રત અંગીકાર કરીએ, ઈત્યાદિ વિચારી પગે ચાલી, મધુર ઘોષણા કરતાં નગરીની વચ્ચેથી નીકળી જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં સમોસરણમાં આવી ભગવાનને વંદન-નમસ્કાર કરી પર્યાપાસના કરવા લાગ્યા. ૧૯. કુણિક રાજાનું સમવસરણમાં આગમન – કુણિક રાજાના દરબારી પ્રવૃત્તિનિવેદકને જ્યારે ભગવાનના પદાર્પણની જાણ થઈ, ત્યારે તે પણ નિત્ય- ક્રિયાથી નિવૃત્ત થઈ કણિક રાજાના દરબારમાં ઉપસ્થિત થયા; પ્રણામ કરી ભગવાનના પદાર્પણની સુચના આપી. રાજા હર્ષિત થયા; યથાવિધિ નમોત્થણંથી વંદના કરી સિંહાસન ઉપર આરૂઢ થયા અને પ્રવૃત્તિ નિવેદકને રજતમુદ્રાઓ પ્રીતિદાન રૂપે આપી, ઉત્તમ વસ્ત્રાદિથી તેનો સત્કાર કર્યો. અર્ધ ભરતને જીતવામાં સક્ષમ એવા મહાબલી, ચક્રવર્તી તુલ્ય બિંબસારપુત્ર કુણિક રાજાએ પૂર્ણભદ્ર ચૈત્ય તરફ પ્રસ્થાન કર્યું. તેની પાછળ ચતુરંગિણી સેના અભિવાદન, પ્રશસ્તિ, જયજયકાર કરતી ચાલી રહી હતી. રસ્તામાં નગરજનોએ અપૂર્વ ઉત્સાહ સાથે તેમનું સ્વાગત કર્યું. તેઓ સ્વાગતગીત-ગાન કરતાં રાજાનું અભિવાદન કરી રહ્યા હતા. તેમના અભિવાદનને હાથ ઊંચા કરી ઝીલતા થકા સૌની કુશળતા પૂછતા થકા મહારાજા ચંપા નગરીની વચ્ચેથી પસાર થઈ જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, જ્યાં ભગવાનનું સમવસરણ હતું ત્યાં આવ્યા. તેઓ ભગવાનના અતિશયોને નિહાળી હસ્તિત્વ ઉપરથી નીચે ઉતર્યા. તેમણે તલવાર, છત્ર, મુગટ, ચામરાદિ રાજચિહ્નોને દૂર કર્યા. મહારાજાએ પાદરક્ષક ઉતારી સજીવ પદાર્થ દૂર કર્યા, અભિમાન સૂચક અજીવ પદાર્થ પણ દૂર કર્યા. સીવ્યા વગરના વસ્ત્રનું ઉત્તરાસન રાખી, ધર્મનાયક પર દષ્ટિ પડતાં જ હાથ જોડી, મનને એકાગ્ર કરી પાંચે અભિગમનું અનુપાલન કરી રાજા કુણિક ભગવાન સમક્ષ ઉભા રહ્યા. તેમણે ભગવાનને ત્રણ વખત આવર્તન આપી, વંદન–નમસ્કાર કર્યા અને મન, વચન, કાયાથી પર્યાપાસના કરી. તેઓ હાથ-પગ સંકોચી, પલાંઠી વાળી સાંભળવાની ઉત્સુક્તા પૂર્વક ભગવાન સન્મુખ મુખ રાખી, હાથ જોડી સ્થિર થઈ બેઠા. ભગવાન જે કહે તે સત્ય છે, પરમાર્થ છે, ઇચ્છિત છે, તહત્ત ઈત્યાદિ પ્રકારના વચન બોલતા થકા તીવ્ર ધર્માનુરાગમાં અનુરક્ત થઈ દેશના સાંભળવા લાગ્યા. ૨૦. રાણીઓનું આગમન – સુભદ્રા આદિ રાણીઓ પણ દાસીઓથી ઘેરાયેલી રથમાં આરૂઢ થઈ, ચંપા નગરીની વચ્ચેથી પસાર થઈ, પૂર્ણભદ્ર ચૈત્યમાં આવી. તેણીઓ ભગવાનના અતિશયો જોઈ રથમાંથી નીચે ઉતરી (૧) સચિત્તનો ત્યાગ (૨) અચિત્ત અયોગ્યનો ત્યાગ(વિવેક). (૩) વિનમ્રતાની સાથે ઝૂકવું(અંજલી યુક્ત)(૪) અનિમેષ દૃષ્ટિએ જોવું (૫) મનને એકાગ્ર કરવું. આ પાંચ અભિગમોની સાથે ભગવાનને ત્રણ વખત વંદના કરી, રાજા કુણિકને આગળ રાખીને બેઠા. અર્થાત્ રાજાની પાછળ જ બેઠા પરંતુ સ્ત્રી પરિષદમાં જઈને બેઠા નહીં. આ રીતે તે રાણીઓએ પરિજનો સહિત ભગવાનની પર્યાપાસના કરી. ૨૧. ભગવાનની ધર્મદેશના:- ભગવાને વિશાળ પરિષદને ધર્મોપદેશ આપ્યો. મધુર, ગંભીર સ્વરયુક્ત, સ્પષ્ટ ઉચ્ચારણ યુક્ત, શ્રોતાઓની ભાષામાં પરિણત થનારી એક યોજન સંભળાય તેવી ઉચ્ચ સ્વરવાળી અર્ધમાગધી ભાષામાં ભગવાને ધર્મકથન કર્યું. ઉપસ્થિત બધા જ આર્ય-અનાર્ય જનોએ અગ્લાન ભાવે, ભેદભાવ વિનાના ધર્મનું શ્રવણ કર્યું. ભગવાન દ્વારા ઉચ્ચારાયેલી. અર્ધમાગધી ભાષા તે બધા આર્ય-અનાર્ય શ્રોતાઓની ભાષામાં બદલાઈ ગઈ.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 292