Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 5
________________ આગમસાર jainology II ઔપપાતિક પ્રસ્તાવના : પ્રત્યેક ભવી પ્રાણીને સંસાર પરિભ્રમણમાંથી મુક્ત થવાની ઈચ્છા હોય છે. તેમાં દેવ, ગુરુ અને શાસ્ત્ર અનન્ય સહયોગી છે. તીર્થકર પ્રભુના સદુપદેશથી ગણધર ભગવંતોએ ૧૨ અંગસૂત્રોની રચના કરી. તત્પશ્ચાત્ મૂર્ધન્ય આચાર્ય ભગવંતોએ તેના આધારે અનેક રચનાઓ પ્રસ્તુત કરી, જેનો અંગ બાહ્ય શાસ્ત્રોમાં સમાવેશ કરવામાં આવ્યો. નંદીસૂત્રમાં અંગપ્રવિષ્ટ અને અંગ બાહ્ય એમ બે પ્રકાર આગમના કહેલ છે તથા અંગ બાહાના પણ બે વિભાગ કરેલ છે- કાલિક અને ઉત્કાલિક. આ પ્રસ્તુત ઔપપાતિક સુત્ર ઉત્કાલિક અંગ બાહ્ય સૂત્ર છે. પ્રચલિત પરંપરામાં તેને પ્રથમ ઉપાંગ સૂત્ર તરીકે માનવામાં આવે છે. ઉપાંગોની સંખ્યા પણ ૧૨ માનવામાં આવે છે પપાતિકનો અર્થ છે નારક અને દેવોમાં ઉપપાત-જન્મ અને સિદ્ધિ. આ ઔપપાતિક સૂત્રનો વિષય બે અધ્યાય(પ્રકરણ)ના રૂપમાં માનવામાં આવે છે. પ્રથમનું નામ સમવસરણ છે અને બીજાનું નામ ઉપપાત છે. પ્રથમ સમવસરણમાં નગરી, ઉદ્યાન, ચૈત્ય, વૃક્ષ, રાજા, ભગવાન મહાવીરનું શરીર, તેમની શિષ્ય સંપદા, પરિષદમાં દેવ, મનુષ્ય તથા ન મૌલિક ઉપદેશ, વ્રત ધારણ, પરિષદ વિસર્જન આદિ વર્ણન છે. બીજા વિભાગમાં અસંયત જીવોનું, પરિવ્રાજકોનું તથા કુશ્રમણોનું દેવોમાં ઉત્પન્ન થવાનું વર્ણન છે. સુશ્રમણો અને સુશ્રાવકોના આચાર, ગુણ તથા આરાધનાનું વર્ણન છે. અંતમાં આરાધક સુવતી જીવોની દેવગતિ તથા સિદ્ધગતિ, કેવલી સમુઘાત, સિદ્ધ સ્વરૂપ એવં સુખોનું વર્ણન છે. વિશેષતાઓ – આમાં એકબાજુ જ્યાં સામાજિક, રાજનૈતિક, નાગરિક ચર્ચાઓ છે તો બીજી બાજુ ધાર્મિક, દાર્શનિક, સાંસ્કૃતિક તથ્યોનું સુંદર પ્રતિપાદન છે. આ સૂત્રની સૌથી મોટી વિશેષતા એ છે કે ભગવતી આદિ અંગ આગમોમાં પણ આ સૂત્રને જોવાનો સંકેત કરેલ છે. તેનું કારણ એ છે કે આ સૂત્રમાં અનેક વિષયોનું વિસ્તારથી વર્ણન છે, જ્યારે અન્ય સૂત્રોમાં સંક્ષિપ્ત કથન છે. આ સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના સમસ્ત અંગોપાંગોનું ઉપમાયુક્ત વર્ણન છે. સમવસરણનું પણ જીવંત ચિત્રણ થયેલું છે. ભગવાનની ઉપદેશવિધિ પણ અહીં સુરક્ષિત છે. તપનું સુંદર વિશ્લેષણ મેદ-પ્રભેદો દ્વારા કરવામાં આવેલ છે. આમાં વૈદિક અને શ્રમણ પરંપરાના પરિવ્રાજકો, તાપસો એવં શ્રમણોની આચાર સંહિતા પણ આપેલી છે. વળી તેમાં અંબડ સંન્યાસીનું રોચક વર્ણન છે. અંતમાં સિદ્ધાવસ્થાનું સાંગોપાંગ સ્વરૂપ સમજાવેલ છે. આ સૂત્રનું પરિમાણ ૧૨૦૦ શ્લોક પ્રમાણ માનવામાં આવે છે. ઔપપાતિક નો સારાંશ પ્રથમ પ્રકરણ – સમવસરણ ૧. ચંપાનગરી– અંગદેશની રાજધાની ચંપાનગરી મહાન વૈભવશાળી, સમૃદ્ધ અને સુરક્ષિત હતી, મનોહર હતી. ત્યાંની પ્રજા પણ ધન-વૈભવથી આબાદ હતી. ગાય, ભેંસ, આદિ પશુ-પક્ષીઓ પણ ત્યાં વિપુલ પ્રમાણમાં હતા. નગરીની બહારના રસ્તાઓની બંને બાજા શેરડી, જવ, ચોખાના ખેતરો હતાં. નગરી આમોદ-પ્રમોદના અનેક સાધનોથી યુક્ત હતી. ચોર, ડાકુ, લૂંટારા, લાંચીયા, ખીસાકાતરુ ઈત્યાદિ તે નગરીમાં નહોતા. તેથી તે નગરી ઉપદ્રવ મુક્ત, સુખ શાંતિમય હતી. ત્યાં ભિક્ષુઓને ભિક્ષા સરળતાથી મળી રહેતી. સઘન વસ્તી હોવા છતાં નગરીમાં ખૂબ શાંતિ હતી. દ્ર યક્ષાયતન :- ચંપાનગરીની બહાર ઈશાન ખૂણામાં એક યક્ષાયતન હતું. પૂર્વ પરંપરાથી ચાલ્યું આવતું આ યક્ષાયતન પૂર્ણભદ્ર ચૈત્યના નામથી પ્રસિદ્ધ હતું. તે લોકોની માન્યતાઓ માનવાનું સ્થાન હતું, કેટલાક લોકોની આજીવિકાનું સાધન હતું. તે છત્ર, ઘંટા, ધ્વજા, પતાકાયુક્ત હતું. ત્યાં ભૂમિને ચંદનના છાપા લગાડેલા રહેતા; તાજા ફૂલ અને લાંબી માળાઓ લટકતી રહેતી હતી. લોબાનના ધૂપ આદિથી સદાય તે મહેકતું રહેતું. નગરવાસીઓ અને જનપદમાં તેની કીર્તિ ફેલાયેલી હતી. તે યક્ષાયતનના પૂર્ણભદ્ર દેવને અનેક લોકો ચંદન આદિથી અર્ચનીય, સ્તુતિ આદિ દ્વારા વંદનીય અને નમન કરવા યોગ્ય નમસ્કરણીય માનતા હતા. વસ્ત્રાદિથી સત્કાર કરવા યોગ્ય, મનથી સન્માન દવા યોગ્ય, કામનાઓ પૂર્ણ કરનારા મંગલમય, અવાંછનીય સ્થિતિને નષ્ટ કરનારા, દૈવી શક્તિ સંપન્ન, લોકોની અભિલાષાઓને જાણનારા અને વિનયપૂર્વક ઉપાસના કરવા યોગ્ય માનતા હતા, દિવ્ય સત્ય અને સત્યફળ દેનારા માનતા હતાં. ઘણા લોકો અભિલાષાની પૂર્તિ અર્થે તેની પૂજા કરતા. તેના નામથી હજારો લોકો દાન દેતા હતા. [આ પૂર્ણભદ્ર દેવ દક્ષિણ દિશાના યક્ષ જાતીય વ્યંતરોના સ્વામી ઇન્દ્ર છે.] ૩. વનખંડ(બગીચો) – પૂર્ણભદ્ર યક્ષાયતની ચારે તરફ વિશાળ વનખંડથી ઘેરાયેલું હતું. વૃક્ષ, લતા આદિની સઘનતાના કારણે તે વનખંડ ક્યારેક કાળી આભાવાળું તો ક્યારેક લીલી આભાવાળું દેખાતું હતું; શીતલ અને સ્નિગ્ધ વાતાવરણવાળું હતું, સુંદર વર્ણ આદિ ઉત્કૃષ્ટ ગુણોથી યુક્ત હતું. તે વૃક્ષોની છાયા પણ ઉક્ત ગુણોથી યુક્ત હતી. સઘન છાયાને કારણે તે વનખંડ મહામેઘ સમૂહની છાયા સમાન રમણીય, આનંદદાયક લાગતું હતું. ૪. વૃક્ષો – તે વનખંડના વૃક્ષ ઉત્તમ મૂળ, કંદ, ધ, શાખા, પ્રશાખા, પાંદડા, પુષ્પ, ફળ તથા બીજ યુક્ત હતા. ૫. અશોકવૃક્ષ :- આ વનખંડની મધ્યમાં સુંદર અને વિશાળ અશોક વૃક્ષ હતું. તેનો ઘેરાવો ખૂબ વિસ્તૃત હતો. તેના કંદ, પાંદડા, પ્રવાલ, સુશોભિત હતા. તેના નવા પાંદડા તામ્રવર્ણવાળા આકર્ષિત હતા. તે વૃક્ષ બધી જ ઋતુઓમાં પાંદડા, મંજરી અને ફૂલોથી ખીલેલું રહેતું, પુષ્પ અને ફળોના કારણે ઝૂકેલું રહેતું હતું. ૬. શિલાપટ્ટક - અશોકવૃક્ષની નીચે થડની પાસે ચબૂતરાની જેમ એકઠી થયેલી માટી ઉપર એક શિલાપટ્ટક હતું. જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સપ્રમાણ હતી. ચમકતો શ્યામવર્ણવાળો શિલાપટ્ટક અષ્ટકોણીય તથા કાચ જેવો સ્વચ્છ હતો. ૭. ચંપાધિપતિ કુણિક રાજા :- તે ચંપાનગરીના કુણિક રાજા મહાહિમવાન પર્વતની સમાન મહત્તા, પ્રધાનતા, વિશિષ્ટતા યુક્ત હતા.તે રાજા ઘણા લોકો દ્વારા સન્માનિત અને પૂજિત હતા. તેના અનુશાસનવર્તીિ અન્ય રાજાઓ દ્વારા તેનો રાજયાભિષેક થયો હતો ૮. ધારણી મહારાણી – કોણિક રાજાની ધારણી નામની રાણી હતી.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 292