Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 9
________________ jainology II 9 આગમસાર વખત આવર્તનપૂર્વક, વંદન-નમસ્કાર કરી ઉપરોક્ત શ્રદ્ધા-કીર્તનના ભાવ વ્યક્ત કરી રાજધાની તરફ વળ્યા. રાણીઓ પણ ઉઠી, વંદના કરી, ગુણગ્રામ કરી રાજભવનો તરફ પાછી વળી. દ્વિતીય પ્રકરણ – – ઉપપાત (૧) ગૌતમ સ્વામી :– પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જ્યેષ્ઠ શિષ્ય હતા. સાત ફૂટની તેમની અવગાહના—ઊંચાઈ હતી. સમચઉરંસ સંઠાણ, વજૠષભનારાચ સંઘયણ યુક્ત તેમનું શ્રેષ્ઠ શરીર હતું. તેઓ અનુપમ શ્રેષ્ઠ શક્તિ સંપન્ન હતા. તેઓ ગૌરવર્ણવાળા અને વિપુલ તપ કરનારા હતા. તેઓ સાધનામાં સશક્ત, વિશાળ ગુણોના ધારક, કઠોરતમ બ્રહ્મચર્યવ્રતની વિશુદ્ધ પાલના કરનારા હતા; શરીર મમત્વના ત્યાગી હતા; તેજોલેશ્યા આદિ વિવિધ લબ્ધિઓના ધારક હતા. તેઓ અવધિજ્ઞાની અને મનઃપર્યવજ્ઞાની શ્રમણ શિરોમણી હતા. તેઓ બાર અંગના ધારક, ચૌદ પૂર્વધારી, અદ્વિતીય મતિશ્રુતજ્ઞાની હતા. તે શ્રમણ ગૌતમ ભગવાન મહાવીર સ્વામીના દષ્ટિ ક્ષેત્રમાં વિશિષ્ટ ધ્યાનમુદ્રાના આસને બેસી ધ્યાન ધરતા. તેમનું તે ધ્યાન અનુપ્રેક્ષા અને પ્રેક્ષા ધ્યાન રૂપ હતું. તે ધ્યાનના માધ્યમથી તેમને જિજ્ઞાસા ઉત્પન્ન થતી અને અવિલંબ ભગવાન પાસે જતા, વિનયપૂર્વક સમાધાન પ્રાપ્ત કરી લેતા. તે સમાધાનના કેટલાક ઉદાહરણો આ પ્રમાણે છે– (૨) પાપકર્મનો બંધ :- અસંયત, અવિરત, પાપકર્મોનો ત્યાગ ન કરનારો, વિવિધ પાપક્રિયા કરનારો, ઇન્દ્રિયોને કાબૂમાં ન રાખનારો, એકાંત પાપી, અજ્ઞાની, ભાવ નિદ્રામાં સુષુપ્ત જીવ પ્રાયઃ પાપકર્મનું જ ઉપાર્જન કરે છે. તે મોહવર્ધક પાપ કર્મનું જ ઉપાર્જન કરે છે, મોહકર્મનું વેદન કરતો હોવા છતાં ફરી ફરી મોહનીયકર્મનો બંધ કરે છે. (અંતતોગત્વા) દસમા ગુણસ્થાનકે ગયા પછી જ મોહનીયકર્મનો બંધ અટકે છે. ત્યાર પછી માત્ર વેદનીય કર્મનો જ બંધ થાય છે. (૩) અસંયતની ગતિ :– અસંયત જીવ જે ત્રસપ્રાણીની ઘાતમાં અનુરક્ત રહે છે તે મૃત્યુ પામી નરકમાં જાય છે. જે ત્રસપ્રાણીની ઘાતમાં લીન નથી રહેતા, તેમાંથી કોઈ દેવ પણ બની શકે છે, તો કોઈ અન્યગતિઓમાં પણ જાય છે. દેવગતિમાં કોણ કોણ, કેવા અજ્ઞાની(અસંવૃત) જીવ જાય છે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે— (૪) અકામ કષ્ટસહનથી ગતિ :- જે અજ્ઞાની જીવ કોઈ પણ પ્રકારની ધાર્મિક પ્રેરણા વિના અશુભ કર્મના ઉદયથી અને પરિસ્થિતિવશ ભૂખ, તરસ, સહન કરે છે, બ્રહ્મચર્ય પાળે છે, સ્નાન નથી કરતા, ઠંડી–ગરમી સહન કરે છે, ડાંસ મચ્છરના ડંખ તથા મેલ–પરસેવાના પરીષહને સહન કરે છે, તે અલ્પ સમય યા અધિક સમય સુધી આ પ્રકારના દુઃખો ભોગવી વ્યંતર જાતિના ભૂત, પિશાચ, યક્ષ, રાક્ષસ આદિ દેવ બને છે. ત્યાં ૧૦,૦૦૦ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. તેમનું દેવ બનવું આરાધક ભાવે નહિ પરંતુ સંસાર ભ્રમણની કોટીનું હોય છે. (૫) દારૂણ દુઃખથી ગતિ :— જે કોઈ પ્રકારના અપરાધમાં આવવાથી રાજ્ય પુરુષો દ્વારા વિભિન્ન યાતનાઓ ભોગવી મૃત્યુ પામે છે, વિરોધીઓ દ્વારા રીબાવીને મારી નાંખવામાં આવે છે, કોઈ-કોઈ જાતે જ દુઃખથી ગભરાઈ આત્મહત્યા કરે છે, જેથી અચાનક ઘટનાગ્રસ્ત થઈ મૃત્યુ પામે છે, વેદનીય કર્મની તીવ્રતાનાં કારણે મોહનીય કર્મ મંદ થઈ જાય છે. અંતિમ સમયે રૌદ્રધ્યાન તથા સંકિલષ્ટ પરિણામોમાં મૃત્યુ ન પામે તો, એટલે કે સામાન્ય આર્ત્તધ્યાનમાં મૃત્યુ પામે તો વ્યંતર દેવમાં ઉત્પન્ન થાય છે. ત્યાં જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૧૨,૦૦૦ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. તેનો આ દેવભવ પણ ભવભ્રમણ રૂપ જ હોય છે. (૬) ભદ્ર સ્વભાવથી ગતિ :- જે સ્વભાવથી ભદ્ર, ઉપશાંત, અલ્પ ક્રોધ, માન, માયા, લોભવાળા છે; નમ્ર, સરલ, વિનીત સ્વભાવવાળા છે; માતાપિતાની સેવા કરે છે, તેમની આજ્ઞાનો અનાદર કરતા નથી, અલ્પ ઇચ્છાવાળા, અલ્પ પરિગ્રહી, અલ્પારંભી, અલ્પ પાપની પ્રવૃત્તિ કરનારા, જીવન નિર્વાહ અલ્પ આરંભથી કરનારા, વ્રત નિયમ ધર્માચરણ ન કરનારા પણ મૃત્યુ પામી વ્યંતર જાતિના દેવ બની ઉત્કૃષ્ટ ૧૪,૦૦૦ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. ન ન (૭) અકામ કષ્ટ સહનથી સ્ત્રીઓની ગતિ :- જે સ્ત્રીઓ પતિથી ત્યજાયેલી હોય, બાળ વિધવા હોય, જે રાજ અંતઃપુરમાં રહેતી હોય, જેનો પતિ પરદેશ હોય, બીજો પતિ ન કરી શકતી હોય; પરિસ્થિતિ વશ ખાવું, પીવું, પહેરવું આદિ સુખ ભોગ ન કરી શકતી હોય; સંયોગ ન મળવાથી શ્રૃંગાર, સ્નાન, ધૂપ, માળા આદિનો ઉપયોગ ન કરતી હોય; મેલ, ૫૨સેવા, ડાંસ મચ્છરના ડંખને સહેતી હોય; ભૂખ, તરસ, ઠંડી ગરમીને સહન કરતી હોય; અલ્પ આરંભ, પરિગ્રહથી જીવન નિર્વાહ કરતી હોય, અલ્પ ઇચ્છાવાળી હોય; આ પ્રમાણે અકામ (અનિચ્છાએ) બ્રહ્મચર્યનું પાલન કરનારી હોય તે મૃત્યુ પામી વ્યંતર દેવમાં ઉત્કૃષ્ટ ૬૦,૦૦૦ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. આ દેવભવ ધર્મ આરાધનાનો ન થતાં સંસાર ભ્રમણનું જ કારણ બને છે. (૮) ખાદ્ય દ્રવ્યોના ત્યાગી આદિ બાળજીવોની ગતિ :– એક દિવસના ભોજનમાં પાણીથી અધિક એક દ્રવ્ય લેવાવાળા, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને અગિયાર દ્રવ્ય લેનારા, ગોસેવાના વિશેષ વ્રત અને પ્રદર્શન કરનારા, ગૃહસ્થ ધર્મ, અતિથિ સેવા, દાનાદિથી યુક્ત, ગૃહસ્થ ધર્મને જ શ્રેષ્ઠ માનનારા અને તેનું અનુસરણ કરનારા, ધર્મકથા સાંભળવાવાળા, ભક્તિમાર્ગી, અનાત્મવાદી, ક્રિયાવિરોધી, વૃદ્ધ, તાપસ, શ્રાવક, ધર્મશાસ્ત્રના શ્રોતા, બ્રાહ્મણાદિ, નવ વિગય તથા મધમાંસના ત્યાગી, માત્ર સરસવના તેલનું વિગય વાપરનારા, તેવા મનુષ્ય અલ્પ ઇચ્છા, અલ્પ પરિગ્રહ, અલ્પ પાપ પ્રવૃત્તિઓથી જીવન ચલાવનારા ત્યાંથી મૃત્યુ પામી વ્યંતર દેવનું ઉત્કૃષ્ટ ૮૪,૦૦૦ વર્ષનું આયુષ્ય પામે છે. બાળ ભાવ અને અજ્ઞાન દશાના કારણે ધર્મના આરાધક નથી હોતા તેથી તેમની આ દેવ અવસ્થા ભવ ભ્રમણની અવસ્થા છે. (૯) વાનપ્રસ્થ સાધકોની ગતિ :– ગંગાનદીના કિનારે વાનપ્રસ્થ તાપસ રહે છે. તેનામાં કોઈ અગ્નિહોત્રી હોય છે, કોઈ વસ્ત્રધારી તો કોઈ પૃથ્વી શયનવાળા હોય છે. તેમાં કોઈ શ્રાદ્ધ કરનારા, પાત્ર ધારણ કરનારા, કંઠી ધારણ કરનારા, ફળાહારી, પાણીમાં એક વખત કે વારંવાર ડૂબકી લગાડી સ્નાન કરનારા, પાણીમાં ડૂબ્યા રહી સ્નાન કરનારા, માટીનો લેપ લગાડી સ્નાન કરનારા, ગંગાના દક્ષિણ તટપર રહેનારા, ઉત્તર તટપર રહેનારા, શંખ વગાડી ભિક્ષા લેનારા, ગંગા તટ ઉપર ઉભા રહી અવાજ કરી ભિક્ષા લેનારા, દંડને ઊંચો રાખી ચાલનારા, દિશાપ્રોક્ષી– દિશાઓમાં પાણી છાંટી ફળ–ફૂલ એકઠા કરનારા અને પ્રાપ્ત આહારમાંથી દાન કરી ખાનારા, ગુફાવાસી, જલ–તટવાસી, પાણીમાં નિવાસ કરનારા, વૃક્ષ નીચે રહેનારા, કેવળ જળાહારી, કેવળ વાયુ ભક્ષી, શેવાળ,

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 292