________________
આગમસાર- ઉતરાર્ધ
કેવલી સમુદ્યાત – બધાજ કેવળી ભગવાન કેવળી સમુદ્યાત કરતા નથી. જે કેવળીને છ મહિનાથી વધુ આયુષ્ય બાકી હોય ત્યારે કેવળ જ્ઞાન, કેવળ દર્શન થયા હોય તેઓ કેવળી સમુઘાત કરતા નથી.
છ મહિનાથી ઓછું આયુષ્ય હોય અથવા તો જીવનની અંતિમ ક્ષણોમાં કેવળજ્ઞાન થયું હોય તેમજ જે કેવળીને આયુષ્ય અને અન્ય કર્મની અત્યધિક અસમાનતા હોય તે કેવળી કર્મોને સમ અવસ્થામાં કરવા માટે કેવળી સમુદ્યાત કરે છે. જેને સ્વભાવિક કર્મોની અસમાનતા ન હોય તેમને કેવળી સમુદ્યાત કરવાની આવશ્યકતા રહેતી નથી. કેવળી સમુઠ્ઠાતમાં આત્મપ્રદેશ બહાર નીકળીને ક્રમશઃ સંપૂર્ણ લોકમાં ફેલાઈ, ફરીને ક્રમશઃ શરીરસ્થ થઈ જાય છે. આ પ્રક્રિયામાં માત્ર આઠ સમય જ લાગે છે.
આ કેવળી સમુઘાત યોગ નિરોધ અવસ્થાના અધિકતમ અંતર્મુહૂર્ત પહેલાં થઈ જાય છે. પછી કેવળી સંપૂર્ણ યોગનો નિરોધ કરી શરીરની ૨/૩ અવગાહનામાં આત્મપ્રદેશોને અવસ્થિત કરી દે છે. તે અવસ્થિત અવસ્થામાં પાંચ લઘુ અક્ષર ઉચ્ચાર જેટલો સમય રહે છે. તેને ૧૪ મું ગુણસ્થાન કહેવામાં આવે છે. તે સમય પછી તે અયોગી કેવળી સંપૂર્ણ કર્મક્ષય કરી, ઔદારિક, તેજસ, કાર્પણ શરીરનો ત્યાગ કરી શાશ્વત સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. સિદ્ધોનું સ્વરૂપ – જેવી રીતે અગ્નિથી બળેલા બીજ ફરીને અંકુરિત નથી થતા તેવી રીતે સંપૂર્ણ કર્મબીજ બળી જવાના કારણે સિદ્ધને પુનઃ સંસારમાં અવતરવું પડતું નથી. વજઋષભનારાચ સંઘયણવાળા અને બધાજ સંડાણવાળા મનુષ્ય સિદ્ધ થઈ શકે છે. જઘન્ય બે હાથ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા મનુષ્ય સિદ્ધ થઈ શકે છે. જઘન્ય સાધિક આઠ વર્ષ(ગર્ભ સહિત નવ વર્ષ) ઉત્કૃષ્ટ એક કરોડ પૂર્વની સ્થિતિવાળા સિદ્ધ બની શકે છે.
બધા દેવલોકથી ઉપર સિદ્ધ શિલા છે, જે પૃથ્વીકાયની છે, ૪૫ લાખ યોજનાના વિસ્તારવાળી ગોળાકાર છે, કિનારે માખીની પાંખ જેટલી પાતળી છે, અને વચ્ચે આઠ યોજન જાડી છે. તેનું ઉપરનું તળિયું સમતલ છે અને નીચેનું છત્રાકારે ગોળ છે. તે સિદ્ધશિલા સર્વાર્થસિદ્ધ મહાવિમાનથી ૧૨ યોજન ઉપર છે. તે સિદ્ધશિલાથી ઉપર ઉત્સધાંગુલના એક યોજન સુધી લોક છે. ત્યાર પછી અલોક છે. લોકના અંતિમ કિનારેથી લોકની અંદર ૩૩૩ ધનુષ્ય અને ૩ર અંગુલ સુધીના ક્ષેત્રમાં અનંતાનંત સિદ્ધ ભગવંતો રહેલા છે. તે બધાયના આત્મા અવગાહનાના ઉપલા કિનારા અલોકથી સ્પર્શેલા છે.
તે સિદ્ધ ભગવાન ત્યાં સાદિ અનંતકાળ સુધી અરૂપી શુદ્ધાત્મ સ્વભાવમાં સ્થિર રહે છે. સિદ્ધોના આત્મપ્રદેશોની અવગાહના જઘન્ય એક હાથ આઠ અંગુલ, ઉત્કૃષ્ટ ૩૩૩ ધનુષ્ય ને ૩ર અંગુલ તથા મધ્યમ બધી અવગાહનાઓ હોય છે. ૪૫ લાખ યોજન ક્ષેત્રમાં કોઈપણ સ્થાન સિદ્ધ પ્રદેશોથી ખાલી નથી પરંતુ પ્રત્યેક પ્રદેશ ઉપર અનંત સિદ્ધોના આત્મપ્રદેશો રહેલા છે.
એક દીપકના પ્રકાશની સાથે સેંકડો દીપકોનો પ્રકાશ પણ તે જ દીપકના પ્રકાશમાં રહી શકે છે. જ્યારે આ રૂપી પગલ પ્રકાશને રહેવામાં ક્યાંય મુશ્કેલી આવતી નથી તો અરૂપી આત્મપ્રદેશ અનંત સિદ્ધોના એકમાં અનેક વ્યાપ્ત થઈ જાય તેમાં સંદેહને સ્થાન રહેતું નથી. અર્થાત્ આવી રીતે અનંતાનંત સિદ્ધ ભગવાન એક સાથે રહે છે.
બધા સિદ્ધોની અવગાહના એક સરખી હોતી નથી. અંતિમભવમાં મનુષ્ય દેહની જે અવગાહના અને સંડાણ હોય છે તેના બે તૃતીયાંશ અંશ જેટલી પ્રત્યેક સિદ્ધની પોત પોતાની અલગ અલગ અવગાહના હોય છે.
- તે ત્યાં સ્થિર રહેતાં લોક, અલોકના બધા ભાવોને, દ્રવ્ય ગુણ પર્યાયોને કેવળજ્ઞાનથી જાણે છે અને કેવળ દર્શનથી જુએ છે. આ જ્ઞાન અને દર્શન બે આત્મગુણો જ સિદ્ધોમાં હોય છે. તેનો ઉપયોગ સાકારોપયોગ અને અનાકારોપયોગ કહેવાય છે. સિદ્ધોના સુખનું જ્ઞાન - સિદ્ધોના સુખને આપણે પ્રત્યક્ષ જાણી શકતા નથી કેમકે તે અરૂપી હોવાથી પરોક્ષ હોય છે. તેથી તેમને ઉપમા દ્વારા જાણવા જોઇએ.
સિદ્ધોને જે અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે તે મનુષ્ય કે દેવને પણ પ્રાપ્ત થતું નથી. કારણ મનુષ્ય અને દેવોના સુખ બાધાઓથી ભરપૂર તથા વિનાશી હોય છે. કલ્પના કરવામાં આવે કે દેવોના છંદગીભરના બધા જ સુખોને એકઠા કરવામાં આવે અને તેને અનંતી વખત વર્નાવર્ગિત ગુણવામાં આવે તો પણ તે મોક્ષ સુખની તોલે ન આવે.
અન્ય કલ્પનાએ- એક સિદ્ધના સંપૂર્ણ સુખને અનંતવર્ગથી ભાગવામાં આવે અને જે સુખરાશિ ભાગફળના રૂપમાં આવે તે પણ એટલી અધિક હોય છે કે સંપૂર્ણ આકાશમાં સમાઈ શકતી નથી.
જેમ નગરને જોઈ, તેના સુખનો અનુભવ કરી પાછો ફરેલો કોઈ અસભ્ય વનવાસી પુરુષ નગરના અનેક વિધ ગુણોના સુખને જાણતો-સમજતો હોવા છતાં પણ પોતાના સાથી અન્ય વનવાસીઓને તે સુખ સુવિધાને જંગલની કોઈ શ્રેષ્ઠ વસ્તુની ઉપમા આપીને પણ હકીકતે સમજાવી શકતો નથી કારણ કે જંગલમાં ઉપમા આપી શકે તેવી કોઈ વસ્તુ નથી, તેમ સર્વજ્ઞ-સર્વદર્શી તીર્થકર, કેવળજ્ઞાની ભગવંત પણ છઘોને સાંસારિક પદાર્થોની ઉપમાથી, સિદ્ધોના વાસ્તવિક સુખોને જાણતા હોવા છતાં સમજાવી શકતા નથી. માત્ર શ્રદ્ધા ઉત્પન્ન કરાવવા માટે અંશતઃ સમજાવી શકે છે. હકીકતમાં સિદ્ધોના સુખ અનુપમ છે. તેને ઉપમા આપવા માટે સંસારમાં કોઈ પદાર્થ નથી. અહીં પણ અપેક્ષાએ સૂમાંશમાં ઉપમા દ્વારા શ્રદ્ધા ઉત્પન્ન કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
જેવી રીતે કોઈ પુરુષ પોતાની ઇચ્છાનુસાર સર્વ ગુણો–વિશેષતાઓથી યુક્ત સ્વાદિષ્ટ ભોજન કરી, ભૂખ, તરસથી મુક્ત થઈ અપરિમિત તૃતિ, ઇચ્છિત આનંદનો અનુભવ કરે છે તે રીતે સદાય પરમ તૃપ્તિ યુક્ત, અનુપમ શાંતિયુક્ત સિદ્ધપ્રભુ વિપ્ન રહિત, શાશ્વત, પરમસુખમાં નિમગ્ન રહે છે.
તે સર્વ દુઃખોથી પાર થઈ ચૂકયા છે અર્થાત્ તેઓએ સંપૂર્ણ દુઃખના મૂળને નષ્ટ કરી નાખ્યું છે. જન્મ, જરા અને મૃત્યુના બંધનથી સર્વથા મુક્ત થયા છે. તેથી તે સિદ્ધ પરમાત્મા અનુપમ સુખ સાગરમાં સદા માટે અવસ્થિત છે.