Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 6
________________ આગમસાર– ઉતરાર્ધ ૯. પ્રવૃત્તિ નિવેદક :- - કુણિક રાજાએ પ્રચુર વેતન આપી એક એવી વ્યક્તિને નિયુક્ત કરી હતી કે જે ભગવાન મહાવીર સ્વામીના પ્રતિદિન વિહાર આદિ ક્રમની પ્રવૃત્તિની જાણકારી આપે. તે પ્રવૃત્તિ નિવેદક વ્યક્તિએ પોતાના તરફથી ભોજન તથા વેતન પર અન્ય અનેક માણસો નિયુક્ત કર્યા હતા, જેઓ ભગવાનના વિહારાદિ કાર્યક્રમને જણાવતા રહેતા. 6 ૧૦. કુણિકની રાજયસભા ઃ- - કુણિક રાજાનું એક બહિર્વર્તી રાજ્યસભા ભવન હતું. ૧૧. ભગવાન મહાવીર સ્વામીનું વર્ણન :– શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ધર્મની આદિ કરવાવાળા સ્વયં સંબુદ્ધ તીર્થંકર હતા. પુરુષોત્તમ આદિ નમોન્થુણં પઠિત ગુણોથી યુક્ત હતા. તેઓ રાગાદિ વિજેતા, કેવળજ્ઞાન યુક્ત, સાત હાથની ઊંચાઈવાળા, સમચઉર્રસ સંઠાણ તથા વજૠષભનારાચ સંઘયણ યુક્ત હતા. તેમનું અસાધારણ રૂપ હતું. તેમનું તેજ નિર્ધમ અગ્નિ સમાન હતું. તે પ્રાણાતિપાત આદિ આશ્રવ રહિત, મમતા રહિત અને અકિંચન હતા તથા નિરુપલેપ(કર્મબંધથી રહિત) હતા. તેઓ નિગ્રન્થ પ્રવચનના ઉપદેશક, ધર્મ શાસનના નાયક, ચોત્રીસ અતિશય, પાંત્રીસ સત્યવચનના અતિશય યુક્ત હતા. આકાશગત ચક્ર, છત્ર, ચામર, સ્વચ્છ સ્ફટિક યુક્ત પાદપીઠ–સિંહાસન અને ધર્મધ્વજ તેમની આગળ ચાલી રહ્યા હતા. આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીર ૧૪,૦૦૦ સાધુ, ૩૬,૦૦૦ સાધ્વીજીઓના પરિવાર સહિત વિચરતાં, ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ચંપાનગરીની બહાર ઉપનગરમાં પહોંચ્યા. ૧૨. સૂચના અને વંદન :– કુણિકને પોતાના સેવક દ્વારા સૂચના મળી કે આપ જેમની આકાંક્ષા કરો છો, પ્રાર્થના કરો છો, જેનું નામ સાંભળવા માત્રથી હર્ષિત થાવ છો તે જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ચંપાનગરીના ઉપનગરમાં પધાર્યા છે. આ સાંભળીને કુણિક રાજા અત્યંત પ્રસન્ન થયા. તેના રોમરોમ ખીલી ઉઠયા. તે આદરપૂર્વક સિંહાસન ઉપરથી નીચે ઉતર્યા. પાદુકા, છત્ર, ચામર, તલવાર એવં મુગટ આદિ રાજચિહ્નોને ઉતારી(અલગ કરી) જે દિશા તરફ ભગવાન મહાવીર બિરાજી રહ્યા હતા તે તરફ ૭–૮ પગલા આગળ ચાલીને ભક્તિભાવ યુક્ત હાથ જોડી ડાબો ઢીંચણ ઊંચો રાખી બેઠા; બેસીને ત્રણ વખત મસ્તક ભૂમિ ઉપર અડાડી પ્રથમ સિદ્ધને અને ત્યાર પછી મહાવીર સ્વામીને નમોત્થણના પાઠથી વંદન—નમસ્કાર કર્યા. ત્યાર પછી પૂર્વાભિમુખે સિંહાસન પર બેસી તેમણે એક લાખને આઠ રજત મુદ્રાઓ ભેટ સ્વરૂપે સેવકને પ્રદાન કરી; તદુપરાંત ઉત્તમ વસ્ત્રાદિથી સત્કાર કરી કહ્યું– ‘હે દેવાનુપ્રિય ! જ્યારે પ્રભુ ચંપાના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધારે ત્યારે સૂચના કરજો.’ બીજે જ દિવસે ભગવાન મહાવીર શિષ્ય પરિવાર સાથે ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા. ૧૩. શ્રમણ ભગવાન મહાવીરની સંપદા :– શ્રમણ ભગવાન મહાવીરના ૧૪,૦૦૦ અંતેવાસી શિષ્ય હતા. તેમાં કેટલાક રાજા, મહારાજા, મંત્રી, મહામંત્રી, શેઠ, સાર્થવાહ, કુમાર, રાજકર્મચારી, સુભટ, યોદ્ધા, સેનાપતિ, અધિકારી, શેઠ, ગર્ભશ્રીમંત શેઠ, આદિ ઉત્તમ જાતિ—કુળ-ગુણ યુક્ત હતા. જેઓએ સંસારી ભોગ સુખોને કિંપાક ફળ સમાન દુઃખદાયી જાણી, જીવનને પાણીના પરપોટા સમાન, જાકળ બિંદુની જેમ નાશવંત, ચંચળ જાણી પ્રાપ્ત ઋદ્ધિ–સંપદા, ઘર-પરિવારનો ત્યાગ કરી, જાણે કે બધી સાંસારિક સમૃદ્ધિ વસ્ત્ર ઉપર લાગેલી રજની સમાન ખંખેરી, ત્યાગ કરી, મુંડિત થઈ, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે આત્મકલ્યાણની સાધના માટે શ્રમણ દીક્ષા અંગીકાર કરી. જેમાંના કેટલાકને પ્રવ્રજયા અંગીકાર કર્યાને માસ, અર્ધમાસ, બે–ત્રણ–ચાર માસ થયા હતા. કેટલાકને તેથી વધુ માસ કે વર્ષો થયા હતા અર્થાત્ વિભિન્ન દીક્ષા પર્યાયવાળા અનેકાનેક શ્રમણો હતા. કેટલાક શ્રમણો મતિ અને શ્રુત એમ બે જ્ઞાનના ધારક હતા. કેટલાક અવધિજ્ઞાની તો કેટલાક મન:પર્યવજ્ઞાની તો કેટલાક કેવળજ્ઞાન–દર્શનના ધારક સર્વજ્ઞ-સર્વદર્શી હતા. કોઈ શ્રમણ ઉત્કૃષ્ટ મનબળ, કોઈ વચનબળ તો કોઈ કાયબળના ધારક હતા. ૧૪. સ્થવિરોનાં ગુણો :– ભગવાન મહાવીરના અંતેવાસી કેટલાક સ્થવિર ભગવંત(જ્ઞાન ચારિત્રમાં વૃદ્ધ) જાતિ સંપન્ન, કુલ સંપન્ન, બલ સંપન્ન, વિનય સંપન્ન, જ્ઞાન સંપન્ન, દર્શન સંપન્ન, ચારિત્ર સંપન્ન, લજજા સંપન્ન, લાઘવ– નિરહંકાર ભાવ સંપન્ન, ઓજસ્વી, તેજસ્વી, વચંસી, યશસ્વી, ક્રોધજયી, માનજયી, માયાજયી, લોભજયી, ઇન્દ્રિયજયી, નિદ્રાજયી, પરિષહજયી, જન્મમરણના ભયથી રહિત, સંયમ ગુણ પ્રધાન, કરણ પ્રધાન, ચારિત્ર પ્રધાન, દશ પ્રકારના યતિધર્મ યુક્ત, નિગ્રહ પ્રધાન, નિશ્ચય પ્રધાન, આર્જવ, માર્દવ, લાઘવ સંપન્ન, શાંત, દાંત, ગુપ્તિ પ્રધાન, બ્રહ્મચર્ય, નય, નિયમ, સત્ય, શૌર્ય, કીર્તિ, લજ્જા, તપ, અનિદાન, અલ્પ ઉત્સુક, અનુપમ મનોવૃત્તિ યુક્ત હતા. જેઓ વીતરાગ મહાવીર પ્રભુના પ્રવચનને પ્રમાણભૂત માનીને ચાલતા હતા. ૧૫. ગુણનિષ્પન્ન અણગાર :–ભગવાન મહાવીરના અંતેવાસી ઘણા અણગાર હતા. તેઓ ઈર્યા, ભાષા, એષણા સમિતિ યુક્ત, ભંડોપકરણ રાખવામાં અને પારિઠાવણિયા સમિતિમાં યત્નાયુક્ત હતા. તેઓ મન, વચન, કાયાથી ગુપ્ત હતા. તેઓ બ્રહ્મચારી, અકિંચન, નિરુપલેપ; ક્રોધ, દ્વેષ, રાગ, પ્રેમ અને પ્રશંશાથી રહિત; નિગ્રંથ, શંખ સમાન નિરંગણ, વાયુ સમાન અપ્રતિહત, છલ–કપટ રહિત, કાચબાની જેમ ગુપ્તેદ્રિય, સૌમ્ય, કોમળ, તેજયુક્ત, લેશ્યાયુક્ત, સમુદ્ર જેવા ગંભીર, મેરૂ સમાન અડોલ, પરિષહોમાં અચલ, ભારંડ પક્ષી સમાન અપ્રમત્ત, હાથી સમાન શક્તિશાળી, સિંહ સમાન અપરાજેય, પૃથ્વી સમાન સહિષ્ણુ, જ્ઞાન તથા તપતેજથી દીપતા હતા. તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની આસક્તિથી રહિત હતા. તે સાધુઓ વર્ષાવાસના ચાર મહિના છોડીને આઠ મહિનામાં ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત( એક અઠવાડિયું અને પાંચ અઠવાડિયા એટલે ૨૯ દિવસ) રહેતા હતા. તેઓ ચંદનની જેમ અપકાર કરવાવાળા ઉપર પણ ઉપકારની વૃત્તિ રાખનારા અનાસક્ત, મોક્ષાભિગામી અને કર્મોનો નાશ કરનારા હતા. આ નિર્પ્રન્થ મુનિઓ છ બાહ્ય અને છ આવ્યંતર કુલ બાર પ્રકારના તપને યથાયોગ્ય ધારણ કરનારા હતા. આ પ્રમાણે તપસંયમથી આત્માને ભાવિત કરનારા ગુણ સંપન્ન શિષ્યો હતા. ૧૬. અણગારોની જ્ઞાનઆરાધના :– કેટલાક શ્રમણ આચારાંગ સૂત્રને કંઠસ્થ કરનારા તો કેટલાક શ્રમણ સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ આદિને કંઠસ્થ કરી ધારણ કરનારા હતા અને કેટલાક શ્રમણો અગિયાર અંગસૂત્રો અથવા સંપૂર્ણ દ્વાદશાંગીને ધારણ કરનારા હતા. તે શ્રમણો ઉદ્યાનમાં જુદા-જુદા સ્થાને નાના—મોટા સમૂહોમાં વિભક્ત રહેતા હતા. કોઈ શ્રમણો વાચના દેતા, તો કોઈ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 292