Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 4
________________ આગમચાર– ઉતરાર્ધ સાત યાદ રાખવા જેવી મુખ્ય વાતો. ૧. જીવોની મુખ્યતાએ વસ્તુ તત્વનો વિચાર કરો. જીવ અજીવને જાણો અને જીવોની દયા પાળો. ભગવાનનો પ્રરુપેલો ધર્મ અત્યંત સરળ છે, જે સમવસરણમાં આવેલા જાનવરો પણ સમજી શકતા હતા. જે કાર્યમાં પહેલા પછી કે મધ્યમાં જીવ વિરાધના છે તે બધાજ ધર્મ નથી. પાંચ સ્થાવર અને આઠ સૂક્ષ્મ ત્રસ જીવોની સ્પર્શ માત્રથી વિરાધના થાય છે. ૨. કષાય ભાવ મંદ કરો. ક્રોધ, માન,માયા,લોભને જીતો. વિચારો શુધ્ધ રાખો. ક્રિયા વગર પણ, ફકત ભાવ હિંસાથી(મનના અશુભ વિચારથી) કર્મ બંધ થાય છે. ૩. પરિગ્રહ ઘટાડો. સજીવોનો અને અજીવનો.પૈસાનો વ્યવહાર ઘટાડો. પૈસાના વ્યવહારમાં નિયમથી પહેલા પછી અને મધ્યમાં ત્રણે કાળ હિંસા રહેલી છે. ૪. અને તેવું મન, તેથી ખાવાની આદતો સુધારો. શું નથી ખાવું એ નકકી કરો. અજાણી વસ્તુનો સંપૂર્ણ ત્યાગ કરો, તેથી મોટા ભાગની નકામી વસ્તુઓ આપોઆપ છુટી જશે. (વધારે વિસ્તાર માટે આજ પુસ્તકમાં પાના નં ૨૯૪. આહાર સંજ્ઞા વાંચો) ૫. આર્ય પ્રદેશમાં વસવાટ કરો. ધંધાર્થે ભલે અનાર્ય પ્રદેશમાં વસવાટ હોય, પણ તેમાંથી સમય કાઢી સંતોની નજીક પહોંચી જાવ.સંત સમાગમ અને આલંબનથી ધર્મ કરણીમાં ઉત્સાહ પ્રાપ્ત થાય છે.અનાર્ય પ્રદેશનાં પુદગલોથી પ્રમાદ જ વધે છે. જેટલો સમય ધર્મ કરણીમાં વિત્યો, તેટલો સમય આશ્રવ તો બંદ રહયાજ. ૬. કાલ પર ન રાખો. શરીરમાં શકિત છે ત્યાં સુધીમાં કરણી કરી લો. કાલ કરીશું, પછી કરીશું, વૃધાવસ્થામાં કરીશું, એમ વિચારનાર પહેલા પણ ધર્મ કરી શકતો નથી અને અભ્યાસ તથા અનુભવ ન હોવાના કારણે પછી પણ કરી શકતો નથી. નિર્ભય બનો અને સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ રાખો. બિમારી વખતે વિમૂઢ ન બનો. ઔદ્ધ ઉપચારમાં પણ વિવેક રાખો. આજીવન સંથારાનો મનોરથ રાખો અને અંત સમય દેખાય તો એ મનોરથ પૂર્ણ કરો. અનુમોદનાનો લાભ સંતસંગથીજ એક કલાકમાં ૨૫ કે ૫૦ સામાયિક કરવા શકય નથી, પણ ૨૫-૫૦ જણ સાથે સમુહમાં સામાયિક કરી તે ૫૦ સામાયિકની અનુમોદના એકજ કલાકમાં કરી શકાય છે. આથી ૫૦ સામાયિકની અનુમોદનાનો લાભ થાય છે. સાધર્મિકોના આલંબનથી મનની એકાગ્રતા સહજથી જળવાઇ રહે છે. સમુહમાં બાંધેલું પુણય પણ સાથે ઉદયમાં આવે છે. તેથી તેજ સાધર્મિકો વળી પછીના ભવમાં મિત્ર તરીકે મળે છે. સાધુપણું ન પાળી શકાય તોય સંતોની નજીક વસવાટ કરી તેમની સંયમયાત્રાની અનુમોદના તથા તેમાં સહભાગી થઈ સંયમનો લાભ અવશ્યથી મેળવી શકાય છે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને પાંચ મહાવ્રતનો અભ્યાસ સ્વાભાવિકજ થઈ જાય છે. સાધુપણાને આદર્શ તરીકે સામે રાખી જીવન જીવવાથી ભાવથી સંયમીપણું આવે છે. અને પરંપરાથી મુકતિનું કારણજ બને છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 292