________________
અદયયન ૧
मलम- दुहओ ण विणस्संति, नो व उप्पज्जइ असं ।
___सब्वेवि सव्वहा भावा, नियत्ति भावमागया ॥१६॥ અર્થ : તે હેતુઓ કરીને કે હેતુ વિના આ ભૂતે જાતે નાશ પામતાં નથી. અને ઊપજતાં નથી.
બધાંયે ભાવે, બધા પ્રકાર નિયતપણાના ભાવને પામેલા છે. (અર્થાત્ જેમ થવાનું હોય
છે તેમ થાય છે એવી એકાંત મિથ્યા માન્યતા તેમની છે) मूलम-पंच खंधे वयतेगे, बाला उ खणजोइणो।।
अन्नो अणन्नो वाहु, हेउयं च अहेउयं ।।१७।। અર્થ : કેટલાક બૌદ્ધદર્શની ક્ષણોગ અથત ક્ષણ વિનાશને માનનારા પાંચ સ્કંધે છે એમ કહે
છે તેઓ પાંચ ભૂતથી ભિન્ન કે અભિન્ન સકારણ કે અકારણ આત્માને સ્વીકારતા નથી (એ અફલાદીને મત છે.) ટિપ્પણી – અનિત્ય કે રૂપચ્છધ, વેદનાત્કંધ, સંજ્ઞા ધ, સંસ્કાર કંધ, અને વિજ્ઞાનસ્ક ધ
છે તેમાં જીવ તેમનાં મતે અનિત્ય વિજ્ઞાનકધ છે. मलम- पुढवी आउ तेऊ य, तहा वाऊ य एगओ।
चत्तारि धाउणो रूवं एव माहंसु यावरे ॥१८॥ અર્થ : બીજા બધે એમ કહે છે કે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ એ ચાર ધાતુઓથી સંસાર
બનેલ છે. આ ચાર ધાતુઓથી ભિન્ન આત્મા જે કઈ પદાર્થ નથી मलम्- अगारमावसंता वि, अरण्णा वावि पव्वया ।
इमं दरिसणमावण्णा, सव्वदुक्खा विमुच्चई ।।१९।। અર્થ : પર–સમયનો ઉપસંહાર- પૂર્વોકત સર્વે મતાવલખી પોતપોતાના દર્શનને મુકિતનું કારણ
કહે છે. ચાહે કઈ ઘરમાં નિવાસ કરનાર ગૃહસ્થ હોય કે વનમાં રહેનાર તાપસ હોય કે પ્રવજ્યા ધારણ કરેલ હોય જે કોઈ અમારા આ દર્શનને અગીકાર કરે છે તે સર્વે
દુઃખથી મુકત થઈ જાય છે. मूलम्- ते णावि संधि णच्चाणं, न ते धम्मविओजणा ।
जे ते उ वाइणो एवं, न ते ओहंतराऽऽहिया ॥२०॥ અર્થ : તે લેકે કાર્યકારણ-ભાવરૂપ મને જાણીને ઉપદેશ કરતા નથી તે ધર્મજ્ઞ પુરુષે પણ
નથી જે વાદીઓ આ વાદ કરનાર છે તે સંસાર પ્રવાહને તરી જનારા નથી એમ
સર્વાએ કહ્યું છે. मूलम्- ते नावि संधि णच्चाणं, न ते धम्मविओ जणा।
- जे ते उ वाडणो एवं, न ते ससारपारगा ॥२१॥ અર્થ ન તો તેઓ કાર્ય-કારણની ચાવી જાણનારા છે ન તો તેઓ ધર્મજ્ઞ પુરુષે છે જે કઈ
વાદેને ચલાવનાર છે. તેઓ સંસારને પાર પામનારા નથી. मूलम्- ते नावि सधि नच्चाणं, न ते धम्मविओ जणा।
जे ते उ वाइणो एवं, न ते गन्भस्स पारगा ||२२॥ અર્થ : ન તે તે કાર્ય-કારણની ચાવીને જાણીને વાદ વદે છે ન તે તે ધર્મ છે, જે કંઈ
વાદોને ચલાવનારા છે તે ગર્ભવાસને અત કરનારા નથી