Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra
Author(s): Dungarshi Maharaj
Publisher: Anilkant Batukbhai Bharwada

View full book text
Previous | Next

Page 12
________________ અધ્યયન ૧ मूलम्- जस्सिं कुले समुप्पण्णे, जेहिं वा संवसे नरे। ममाइ लुप्पई बाले, अण्णमण्णेहि मुच्छिए ॥४॥ અર્થ : જે કુળમાં અજ્ઞાની મનુષ્ય ઉત્પન્ન થયેલ છે કે જેમની સાથે તે વસવાટ કરે છે ત્યાં અન્ય, અન્ય પરત્વે મમત્વ ધારણ કરીને અજ્ઞજન લૂંટાઈ જાય છે (અર્થાતઃ પશુ-નારકાદિ નિમાં પીડા પામે છે.) मूलम्- वित्तं सोयरिया चेव, सव्वमेयं न ताणइ । संखाए जीवियं चेव, कम्मुणा उ तिउट्टइ ॥५॥ અર્થ: પૈસા, સહદર, ભાંડુઓ એ બધા રક્ષણ આપનાર થતાં નથી, એમ જીવનના સ્વરૂપને વિચાર કરીને (જાણકાર) કર્મબંધનને તોડી નાખે છે. ટિપ્પણી - આમ કરવાથી કેટલાંક શ્રમ અને કેટલાંક બ્રાહ્મણે કેમ રૂંધાય છે તે આગળ સમજાવતાં કહે છે मूलम्- एए गंथे विउक्कम्म, एगे समणमाहणा। अयाणंता विउस्सित्ता, सत्ता कामेहिं माणवा ।।६।। અર્થ: આ પરિગ્રડ બંધનોને ઓળગીને કેટલાંક બ્રહ્મજ્ઞાની અને સાધુઓ (શાક્યાદિ) અજ્ઞાનપણે સ્વસ પ્રદાયના કારણે ખૂબ બધાઈ જાય છે અહિસા ધર્મને વેષ કરીને તે માન (બાહ્ય પરિગ્રહ છેડીને પણ) વિષયોની કામનામાં આસકત રહે છે. मूलम्- संति पंच महन्भूया, इह मेगेसिमाहिया । पुढवी आऊ तेऊ वा, वाऊ आगास पंचमा ॥७॥ અર્થ: આ જગતમાં કેટલાકના સંપ્રદાયમાં પાંચ મહાભૂત છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ ટિપ્પણ:- આ પચભૂતના વિકારમાંથી ચેતનારૂપ વિકાર પ્રગટ થાય છે, એમ ચાર્વાક મતવાદીઓનું કથન છે मूलम्- एए पंच महन्भूया, तेब्भो एगोत्ति आहिया । अह तेसि विणासेणं, विणासो होइ टेहिणो ॥८॥ અર્થ: આ પાંચ મહાભૂત છે. તેમાંથી આ એક ચેતન પ્રગટે છે. હવે પાંચ મહાભૂતને વિનાશ થાય ત્યારે તેને પણ વિનાશ – જીવન – દેહધારીને પણ વિનાશ થઈ જાય છે. (ભવાંતર જેવું કંઈ નથી) मूलम्- जहा य पुढवी थूभे, एगे नाणा हि दीसइ । एवं भो कसिणे लोए, विन्नू नाणा हि दीसइ ॥९॥ અર્થ : જેમ પૃથ્વીને એક જ પિંડ હોવા છતા વિવિધ (સમુદ્ર, નદી, પર્વત, વનેપવન આદિ) રૂપે દેખાય છે, તેમ જ આખાયે વિશ્વમાં આત્મા-વિધ વિધ રૂપે દેખાય છે (આ અદ્વૈતવાદી મત થયે )

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 271