________________
સૂયગડંગ સૂત્ર मूलम्- एवमेगेत्ति जपंति, मंदा आरंभणिस्सिया ।
एगे किच्चा सयं पावं, तिव्वं दुक्खं नियच्छइ ॥१०॥ અર્થ: આ પ્રમાણે કેટલાક હિંસાકર્મમાં ખૂંચેલા મદ બુદ્ધિવાળા કહે છે. કેટલાંક જાતે પાપ
કરીને તીવ્ર દુઃખને પામે છે (આ હિંસાનાં કર્મને પુણ્ય માનનાર યજ્ઞાદિ કે તાંત્રિકાદિ
પક્ષ ) मूलम्- पत्तेयं कसिणे आया, जे बाला जे य पंडिया।
संति पिच्चा न ते संति, नत्यि सत्तोववाइया ।।१।। અર્થ : (વળી દેહ એ જ જીવ એમ તજજીવતરછરીરવાદીઓનો મત છે) પ્રત્યેક શરીરમાં એક
પૂર્ણ જીવ પ્રકટે છે. જે અજ્ઞાની છે કે જે પંડિત છે તેમને પ્રત્યભાવ અર્થાત્ પરલોક
નથી. આત્માને પુનર્ભવ નથી. मलम- नत्थि पुणे व पावे वा, नत्थि लोए इओवरे ।
सरीरस्स विणासेणं, विणासो होइ देहिणो ॥१२॥ અર્થ : તજજીવ-તચછરીરવાદીના તમ પ્રમાણે પુણ્ય કે પાપ નથી. અને આ લેકસિવાય અન્ય
લેક નથી. શરીરને વિનાશ થાય ત્યારે દેહધારીને, જીવને વિનાશ થઈ જાય છે. मूलम्- कुव्वं च कारयं चेव, सव्वं कुव्वं न विज्जई।
एवं अकारओ अप्पा, एवं ते उ पगब्भिया ।।१३।। અર્થ : કરતો હોય તેમ જ કરાવતું હોય છતાં સર્વ કરનાર (કે કરાવનાર) તે તે નથી.
આ પ્રમાણે આત્મા અકર્તા છે, એ પ્રમાણે તેઓ બડાઈ હાંકે છે (પ્રકૃતિ કરે છે અને
પુરુષ જોક્તા છે એ સાંખ્યમત અથવા અકિયાવાદ મત અહીં દર્શાવાય છે ) मूलम्- जे ते उ वाइणो एवं, लोए तेसि कओ सिया ।
तमाओ ते तमं जंति, मंदा आरंभनिस्सिया ॥१४॥ અર્થ : જે આ પ્રમાણે બોલનાર વાદીઓ છે તેઓની સંસાર - પ્રાપ્તિ જગતમાં કઈ રીતે ઘટે?
(કિયા નહતી તે તેઓ હાલ જ મુક્ત હોવા જોઈએ. તેનું શું?) એક અંધકારમાંથી તેઓ બીજા અંધકારમાં જાય છે. કારણ કે તેઓ બુદ્ધિની જડતાવાળા હિંસાકર્મમાં
ખૂચેલા છે. मूलम्- संति पंच महन्भूया, इहमेगेसि माहिया ।
आयछट्ठो पुणो आहु, आया लोगे ये सासए ॥१५॥ અર્થ : કેટલાકની આ બાબતમાં એવી વ્યાખ્યા છે કે પાંચ મહાભૂત છે. અને છઠ્ઠો ચૈતન્યસ્વરૂપ
આત્મા પણ છે આત્મા નિત્ય છે અને લોક પણ નિત્ય છે.