________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૨૫-૨૬
શ્લોકાર્થ :
આના હાથથી=વૈશ્વાનરના હાથથી, મારા વડે આ=ક્રૂર ચિત્ત સ્વીકાર કરાયું. અને તેની=વૈશ્વાનરની, સુંદર શિક્ષા સ્વીકાર કરાઈ. ખરેખર આમાંથી=મારા વડે અપાયેલ રસાયણમાંથી, મારા વડે=વૈશ્વાનર વડે, સંજ્ઞા કરતાં અવસરમાં એક ગુટિકા તારા વડે=નંદીવર્ધન વડે ભક્ષણ કરવી જોઈએ.
જીવમાં વર્તતો ઉગ્ર ક્રોધ કષાય જીવને સાર જણાય છે તેથી નંદીવર્ધનને તેનો કષાય શિક્ષા આપે છે કે ક્રૂર મન કરવું જોઈએ. વળી હું કહું ત્યારે તારે આ રસાયણની ગુટિકા ખાવી જોઈએ. તેથી નિમિત્તને પામીને નંદીવર્ધનમાં ક્રૂર ચિત્ત થાય છે. વળી, જેઓનો મિથ્યાત્વ મંદ છે તેઓનો પુણ્યોદય તેને કષાયો નહીં કરવા માટે જ પ્રેરણા આપે છે તેથી તેઓ નિમિત્તને પામીને પણ ક્રૂર ચિત્ત કરતા નથી પરંતુ કષાયોના શમનને જ યત્ન કરે છે. તેથી તે જીવોનો ઉપદેશક તે જીવોનો તે પ્રકા૨નો ક્ષયોપશમભાવથી યુક્ત પુણ્યોદય છે અને નંદીવર્ધનનો તેવા ક્લિષ્ટભાવ આપાદક કષાયથી અનુવિદ્ધ પુણ્યોદય છે અને તે કષાય જ તેનો ઉપદેશક ગુરુ બને છે, પુણ્યોદય ઉપદેશક ગુરુ બનતો નથી; કેમ કે પુણ્યથી થયેલી સફળતાને તે કષાયમાં યોજન કરે છે. ૨૫ા
શ્લોક ઃ
૧૩
अथो नियुक्तो विदुरो मदीयं,
न्यवेदयद् दुर्ललितं नृपाय ।
सर्वं कलाचार्यकुलीनबालकदर्थनाद्यं स ततोऽतिदूनः । । २६ । ।
શ્લોકાર્થ :
હવે નિયુક્ત કરાયેલા વિદુરે કલાચાર્ય, કુલીનબાલની કદર્થના આદિ મારું સર્વ દુર્લલિત=અનુચિત પ્રવૃત્તિ, રાજાને નિવેદિત કરી. તેથી તે=રાજા, અતિ દુઃખી થયો. ારકા