________________
१४
શ્રી અનુયોગદ્વાર સૂત્ર (મૂળ ૨૦૦૦ શ્લોક પ્રમાણ)
કુલ ૧૩૧૫ શ્લોક
આ સૂત્ર એ સર્વ આગમોની માસ્ટર ચાવીરૂપ છે. આ આગમના અભ્યાસથી આગમોને સમજવાની પદ્ધતિ મળે છે. કેમકે પદાર્થોના નિરૂપણની વ્યવસ્થિત સંકલના સ્વરૂપ શૈલી એ જ આ આગમની આગવી વિશિષ્ટતા છે. પ્રાસંગિક મહત્ત્વની માહિતીઓ પર પ્રકાશ પાડ્યો છે. સૂત્રોના ૪ નિલેપ, સ્કંધના ૪ વિક્ષેપ, આવશ્યકના ૬ અધ્યયન તથા ઉપક્રમના ૬ નિક્ષેપોનું વર્ણન.
આનુપૂર્વીના ૧૦ વેધ તથા તેના વિવિધ વિષયોનું વર્ણન. • દ્રવ્યપ્રમાણના ૬ ભેદ, સમાસના ૭ ભેદ, તદ્ધિતના ૮ ભેદ તથા ધાતુના અનેક ભેદોનું વર્ણન. • પ્રમાદના ૪ ભેદ, કાલપ્રભાવના ર ભેદ તેમજ સમયની વ્યાખ્યા.
૨૪ દંડકો તથા ૫ શરીરોની વિચારણા. • દ્રષ્ટાંત સહિત નયપ્રમાણના ૩ ભેદોનું વર્ણન. • સંખ્યા-પ્રમાણના ૮ ભેદો તથા તેની વ્યાખ્યા.
સંખ્યા, અસંખ્યાત તથા અનંતની વ્યાખ્યાઓ.
સ્વસમય, પરસમય તથા ઉભયસમયના નયોની વ્યાખ્યા, આવશ્યકના ૬ અર્થાધિકાર, ૬ સમાવતાર તથા ૭ નયોની વિશેષ વ્યાખ્યાઓ.